પોસ્ટરમાં વિકી હાથમાં સિગારેટ અને લાઇટર સાથે જાેવા મળે છે ‘લવ એન્ડ વોર’માં વિકી કૌશલનો સિગારેટ-લાઇટર સાથે ઇન્ટેન્સ ફર્સ્ટ લૂક જાહેર રણબીરના પોસ્ટરમાં તે બ્લુ વિન્ટેજ કાર સાથે જાેવા મળ્યો હતો, જ્યારે આલિયાનો લુક ગ્લેમરસ અને રેટ્રો અંદાજ ધરાવતો હતો સંજય લીલા ભણસાલીની ફિલ્મ લવ એન્ડ વોરને લઈને દર્શકોની ઉત્સુકતા સતત વધી રહી છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બાદ હવે ફિલ્મમાં વિકી કૌશલનો ફર્સ્ટ લૂક પણ જાહેર કરવામાં આવ્યો છે. પોસ્ટરમાં વિકી કૌશલનો લૂક અગાઉના બંને પોસ્ટર કરતાં અલગ અને વધુ ઇન્ટેન્સ લાગે છે.પોસ્ટરમાં વિકી હાથમાં સિગારેટ અને લાઇટર સાથે જાેવા મળે છે. તેની તેજ નજર અને ગંભીર હાવભાવ તેના પાત્રના અંદરના સંઘર્ષ અને વ્યક્તિત્વની ઝલક આપે છે. મેકર્સે સોશિયલ મીડિયા પર તેનો ફર્સ્ટ લૂક શેર કર્યાે છે.લવ એન્ડ વોરમાં પહેલીવાર રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ એકસાથે જાેવા મળશે. અત્યાર સુધી જાહેર થયેલા ત્રણેય ફર્સ્ટ લૂકમાં કલાકારોના પાત્રોની અલગ-અલગ છબી સામે આવી છે. રણબીરના પોસ્ટરમાં તે બ્લુ વિન્ટેજ કાર સાથે જાેવા મળ્યો હતો, જ્યારે આલિયાનો લુક ગ્લેમરસ અને રેટ્રો અંદાજ ધરાવતો હતો. હવે વિકીના પોસ્ટરે ફિલ્મની દુનિયામાં એક વધુ ગંભીર અને ઊંડું પરિમાણ ઉમેર્યું છે. સંજય લીલા ભણસાલીના દિગ્દર્શનમાં બની રહેલી આ ફિલ્મને ભવ્ય સ્તરે તૈયાર કરવામાં આવી રહી છે. ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ મુખ્ય ભૂમિકામાં છે. લવ એન્ડ વોર ૨૧ જાન્યુઆરી, ૨૦૨૭ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુ ભાષામાં પણ રજૂ કરવામાં આવશે.




