કંગનાએ શૉમાં કરણને કહ્યો હતો-મૂવી માફિયા ૨૨ વર્ષ બાદ બહુચર્ચિત શો ‘કોફી વિથ કરણ’ થશે બંધ ૨૦૧૯માં હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ ‘કોફી વિથ કરણ’ની છઠ્ઠી સિઝનમાં પહોંચ્યા હતા કરણ જાેહરનો જાણીતો ચેટ શો ‘કોફી વિથ કરણ’ ૨૨ વર્ષના લાંબા સમય બાદ બંધ થઈ રહ્યો છે. શોની નવમી અને અંતિમ સિઝન ૧૪ ઓક્ટોબરથી જીયોહૉટસ્ટાર પર સ્ટ્રીમ થશે. કરણ જાેહરે શોની અંતિમ સિઝનની જાહેરાત કરી. વર્ષ ૨૦૦૪માં શરૂ થયેલ આ શોની અત્યારસુધીની ૮ સિઝનમાં ૧૬૧ એપિસોડ આવ્યા છે. કરને અંતિમ સિઝનની જાહેરાત કરતા કહ્યું કે-‘અમુક યાત્રા એવી હોય છે જેનો અંત નક્કી હોતો નથી. પરંતુ એકસમય આવે છે જ્યારે આગળ વધવાનો ર્નિણય લેવામાં આવતો હોય છે.’‘કોફી વિથ કરણ’ના ઘણા એપિસોડ વિવાદોમાં રહ્યા હતા. જશોના રેપિડ ફાયર રાઉન્ડ, કોફી હેમ્પર્સ અને સેલિબ્રિટીઝના નિવેદનોની સોશિયલ મીડિયા અને મીડિયામાં ચર્ચા થતી રહેતી હોય છે. ઘણા મુદ્દાઓ પર મીમ્સ બનતા રહ્યા છે. ઘણી વાતચીતની ચર્ચા શો અને ઈન્ડસ્ટ્રીની બહાર પણ આગળ વધી અને વિવાદોમાં રહી ચૂકી છે. જાન્યુઆરી ૨૦૧૯માં હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ ‘કોફી વિથ કરણ’ની છઠ્ઠી સિઝનમાં પહોંચ્યા હતા. જ્યાં મહિલાઓ મામલે હાર્દિક પંડ્યાની ટિપ્પણી પર વિવાદ થયો હતો. પંડ્યાએ પછી સોશિયલ મીડિયા પર માફી માગી હતી અને શોના માહોલમાં ઘણો આગળ વધી ગયો હતો. જે પછી બીસીસીઆઈ એ બંને ખેલાડીઓને તપાસ થાય ત્યાંસુધી સસ્પેન્ડ કર્યા હતા. તેમને ઓસ્ટ્રેલિયા પ્રવાસેથી પરત બોલાવી લેવામાં આવ્યા હતા. અમુક મહિના બાદ પ્રતિબંધ હટાવાયો હતો. ૨૦૧૭માં કંગના રનૉત શોની પાંચમી સિઝનમાં પહોંચી હતી. આ દરમિયાન તેણે કરન જાેહરના મોઢે તેને મૂવી માફિયા કહી દીધો હતો. શો દરમિયાન કંગનાનો બિન્દાસ્ત અંદાજ અને આ સાથે જ કરણ જાેહરને મૂવી માફિયાઓનો ધ્વજવાહક કહેવું ચર્ચામાં રહ્યું હતું. અમુક સમય બાદ કરને આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે- કંગના હંમેશા વિક્ટિમ કાર્ડ અને મહિલા કાર્ડનો ઉપયોગ કરતી રહે છે. જાે ઈન્ડસ્ટ્રી ખરાબ હોય તો તેણે આ જગ્યા જાેડી દેવી જાેઈએ.




