લોકોએ સસ્તો રણવીર કહીને ઝાટકણી કાઢી રણવીરની કોપી કરી ગુરફતેહ પિરજાદા દ્વારા ન્યૂડ ફોટો શૂટ લસ્ટ સ્ટોરીઝ થ્રીથી પોપ્યુલર બન્યા પછી અભિનેતા ગુરફતેહએ એક મેગેઝિન માટે પોઝ આપ્યા
‘લસ્ટ સ્ટોરી થ્રી’માં કિરણ રાવના એપિસોડમાં કામ કરનાર એક્ટર ગુરફતેહ પિરજાદાએ એક મેગેઝિનના કવરપેજ માટે નગ્નાવસ્થામાં બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર પડાવવાને પગલે હોહા મચી ગઇ છે. મેગેઝિન માટે કરવામાં આવેલા આ ફોટોશૂટની તસવીરો સોશ્યલ મિડિયા પર વાઇરલ થતાં તે ચર્ચાનો વિષય બની ગઇ છે.અગાઉ ૨૦૨૨માં રણવીરસિંહે પણ આવી જ રીતે પેપર મેગેઝિન માટે નગ્ન તસવીરો પડાવી મોટો વિવાદ ઉભો કર્યાે હતો. કેટલાક નેટીઝન્સે આ બંને હીરોના બોલ્ડ ફોટોશૂટની સરખામણી કરી કટાક્ષ પણ કર્યા હતા. સંખ્યાબંધ લોકોએ ગુરફતેહને રણવીરની સસ્તી કોપી ગણાવ્યો હતો.ગુરફતેહ એક તસવીરમાં હોસ્ટેલના રૂમમાં ભોંય પર નગ્નાવસ્થામાં બેઠેલો દેખાય છે જ્યારે પાછળ બેડમાં બે જણાં સુતેલાં જણાય છે.પણ તસવીરમાં ગુરફતેહના શરીર કરતાં પોઝ પર વધારે ફોકસ કરવામાં આવ્યું છે. નગ્ન તસવીરોમાં પણ ઝળકતાં ગુરફતેહના આત્મવિશ્વાસથી તેના ચાહકો દંગ રહી ગયા છે.‘લસ્ટ સ્ટોરીઝ થ્રી’ રિલિઝ થઇ તે પહેલાં ગુરફતેહે ઇન્સ્ટા પર એક પોસ્ટમાંજણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં તેના સાત પ્રોજેક્ટ પડતાં મુકાતાં તેનો આત્મવિશ્વાસ ડગી ગયો હતો. વેબસિરિઝ ક્લાસની બીજી સિઝન બંધ થતાં તે તુટી ગયો હતો. આવા મુશ્કેલ સમયમાં ‘લસ્ટ સ્ટોરીઝ’માં કામ આપવા બદલ તેણે કિરણરાવનો આભાર માન્યો હતો.




