શાંતિનો નોબેલ ન મળતાં અકળાયા ટ્રમ્પ ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પર પ્રતિબંધ મૂક્યો અમેરિકન પ્રમુખ ટ્રમ્પ છેલ્લા બે વર્ષથી વિશ્વના આઠ યુદ્ધો બંધ કરાવવાનો દાવો કરીને પોતાના માટે નોબેલ શાંતિ પુરસ્કારની માંગ કરી રહ્યા હતા ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) ના ભારતીય મૂળના પૂર્વ ન્યાયાધીશ નવનીતમ નાવી પિલ્લઈને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત થતાં જ અમેરિકાની ટ્રમ્પ સરકારે એક મોટો ર્નિણય લીધો છે. જાહેરાતના થોડા જ સમય બાદ શુક્રવારે ટ્રમ્પ પ્રશાસને આંતરરાષ્ટ્રીય ગુનાહિત ન્યાયાલય (ICC) પર કડક પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી દીધી છે.નકશા જુઓઅમેરિકાનું માનવું છે કે ICC અમેરિકાના અને ઈઝરાયલના લોકો સામે યુદ્ધ અપરાધોના પૂર્વગ્રહયુક્ત આરોપોની સુનાવણી કરે છે. નોંધનીય છે કે, યુદ્ધ અપરાધો માટે ICCએ ઈઝરાયલના પ્રમુખ નેતન્યાહૂ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ધરપકડ વોરંટ પણ જાહેર કરેલું છે.અમેરિકન વિદેશ મંત્રી માર્કાે રૂબિયોએ વીડીયો મેસેજ દ્વારા આ ર્નિણય અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘અમેરિકા અને તેના નાગરિકો આ ફર્જી અદાલતના અધિકારક્ષેત્રમાં આવતા નથી. ટ્રમ્પ પ્રશાસન ICC ના નાણાકીય વ્યવહારો રોકશે, તેની સંપત્તિઓ અને સંસાધનો જપ્ત કરશે તથા અમેરિકન કંપનીઓને ICC સાથેના તમામ કારોબાર પૂરા કરવા માટે ૬ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. ડેમોક્રેટિક અને રિપબ્લિકન બંને પક્ષો આ મુદ્દા પર એકસમાન વિચાર ધરાવે છે અને આ રજૂ થતા ખતરાને ખતમ કરવા માટે જ પ્રમુખ ટ્રમ્પે આ કડક પગલું ભર્યું છે.’અમેરિકાના આ કડક પ્રતિબંધો છતાં ICC એ સ્પષ્ટ કર્યું છે કે તે પીછેહઠ કરશે નહીં અને તમામ શક્ય રીતે કામ ચાલુ રાખશે. અમેરિકન ર્નિણયની નિંદા કરતા ICC ના ડેપ્યુટી પ્રોસિક્યુટર નઝહત શમીમ ખાને જણાવ્યું હતું કે, આ આંતરરાષ્ટ્રીય કાયદાને નીચો દેખાડવાનો એક પ્રયાસ છે, પરંતુ તેનાથી કોર્ટની તપાસ અને કેસો ચલાવવાની પ્રક્રિયા અટકશે નહીં. ટ્રિબ્યુનલ પોતાની સ્વતંત્ર ભૂમિકા સાથે દરેક પરિસ્થિતિમાં તપાસ અને કેસો આગળ વધારવાનું કામ ચાલુ રાખશે.અમેરિકન પ્રમુખ ટ્રમ્પ છેલ્લા બે વર્ષથી વિશ્વના આઠ યુદ્ધો બંધ કરાવવાનો દાવો કરીને પોતાના માટે નોબેલ શાંતિ પુરસ્કારની માંગ કરી રહ્યા હતા. જાેકે, નોબેલ કમિટી પર આ દબાણની કોઈ અસર ન થઈ અને શુક્રવારે ભારતીય મૂળના ન્યાયાધીશ પિલ્લઈને નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો, જેના પરિણામે ટ્રમ્પ સરકારે આ તીખી પ્રતિક્રિયા આપી હોવાનું માનવામાં આવે છે. બીજી તરફ, આ જાહેરાત પહેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે નોબેલ પુરસ્કાર માટે ફરી એકવાર ટ્રમ્પના નામની સત્તાવાર ભલામણ કરી હતી, જેને પગલે પાકિસ્તાનમાં જ તેમની ભારે ફજેતી અને મજાક ઉડી હતી.નકશા જુઓ




