સ્થાનિક પ્રશાસને મંદિરને જ પોતાના કબજામાં લઇ લીધું પાક.માં ૨૦૦ વર્ષ જૂના રામલીલા મંદિરને તોડવાના પ્રયાસ બાદ સીલ કરાયું મંદિર તોડીને કોમર્શિયલ પ્લાઝા તૈયાર કરવાનું આયોજન હતું, જાેકે હાલ વિરોધને કારણે આ ર્નિણય પડતો મુકવો પડયો હતો
પાકિસ્તાનમાં ૨૦૦ વર્ષ જુના રામ લીલા મંદિરને તોડી પાડવાનો પ્રયાસ થયો હતો, જેનો હિન્દુ સંગઠનો દ્વારા ભારે વિરોધ થતા સુરક્ષા વધારવાના બદલે સ્થાનિક પ્રશાસને મંદિરને જ પોતાના કબજામાં લઇ લીધું હતું અને સીલ મારી દીધુ હતું. મંદિર તોડીને કોમર્શિયલ પ્લાઝા તૈયાર કરવાનું આયોજન હતું, જાેકે હાલ વિરોધને કારણે આ ર્નિણય પડતો મુકવો પડયો હતો.તાજેતરમાં જ પાકિસ્તાનની શાહબાજ શરીફ સરકારે જે ખૈબર પ્રાંતમાં ઇમરાન ખાનની પાર્ટીની સરકારને સસ્પેન્ડ કરીને સત્તા પોતાના કબજામાં લઇ લીધી હતી તે પ્રાંતમાં જ આ ઘટના સામે આવી છે. ખૈબરના ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં આવેલા રામ લીલા મંદિરને તોડવાનો પ્રયાસ થયો હતો. જાેકે વિવાદ વચ્ચે આખરે ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ દ્વારા તેને સીલ કરી દેવામાં આવ્યું હતું, આ મંદિર પર બાદમાં સ્થાનિક પ્રશાસને કબજાે કરી લીધો હતો. જે મંદિરને તોડવાનો પ્રયાસ થયો હતો તેને આ જિલ્લાના ૪૦૦ જેટલા હેરિટેજ સ્થળોમાં સામેલ કરવામાં આવ્યું છે. જ ટ્રસ્ટ દ્વારા આ મંદિર પર કબજાે કરવામાં આવ્યો તે એવી સંપત્તિઓનું સંચાલન કે વહીવટ કરે છે કે જે ભારતના ભાગલા બાદ હિન્દુઓએ છોડી દીધી હોય અને ભારત આવીને વસી ગયા હોય.આ જિલ્લામાં અનેક હિન્દુ ધાર્મિક સ્થળો આવેલા છે. તાજેતરમાં જ પાકિસ્તાન માનવ અધિકાર પંચે કહ્યું હતું કે પાકિસ્તાનમાં લઘુમતીઓના અધિકારોનો વારંવાર ભંગ થઇ રહ્યો છે.




