તસવીરો વાયરલ થતાં ચર્ચા જાગી અમેરિકા-મેક્સિકો સરહદ પર જાેવા મળ્યો રહસ્યમય જીવ મેક્સિકોના જંગલ વિસ્તારમાં કેમેરા ટ્રેપમાં કેદ થયેલા જીવને લઈને સંશોધકોનો દાવો; એલિયન નહીં, અન્ય કોઈ અજાણી પ્રજાતિ હોવાની શક્યતા વ્યક્ત કરી
અમેરિકા-મેક્સિકો સરહદ પર ઓટોમેટિક કેમેરામાં કેદ થયેલી રહસ્યમય જીવની તસવીરો વાઇરલ થઈ રહી છે. મેક્સિકોના ચિહુઆહુઆ રાજ્યમાં આવેલા ‘વેલી ઓફ જુઆરેઝ’ વિસ્તારમાં એક રહસ્યમય જીવને દીવાલ પર ચઢતો જાેવા મળ્યો હતો. આ તસવીરો વૈજ્ઞાનિક સમુદાયમાં એક નવી ચર્ચા જગાવી છે. જ્યારે UFO નિષ્ણાત જેમે મૌસાનનો દાવો છે કે આ કોઈ સામાન્ય પ્રાણી નથી પરંતુ એક અજાણ્યો શિકારી જીવ જેવો છે જે પૃથ્વી પર અગાઉ ક્યારેય જાેવા નથી મળ્યો. UFO સંશોધક જેમે મૌસન અને તેમની ટીમે ૧૭ ઓક્ટોબરે આ તસવીરો જાહેર કરી હતી. તેમણે દાવો કર્યાે છે કે તસવીરોમાં દેખાતો આ જીવ પૃથ્વી પર જાેવા મળતા કોઈપણ જાણીતા પ્રાણીથી તદ્દન અલગ હોઈ શકે છે. તેમની ટીમના મતે આ કોઈ અજાણ્યો શિકારી જીવ હોઈ શકે છે.જેમે મૌસને સૂચવ્યું કે આ કદાચ કોઈ એલિયન ન હોય પરંતુ અન્ય કોઈ સ્થળેથી આવેલો જીવ હોઈ શકે છે. તેમણે કહ્યું કે આ જીવ કયાથી આવ્યો અને કેવી રીતે આવ્યો તે એક મોટું રહસ્ય છે.તેમજ તસવીરમાં દેખાતો જીવ મોટો છે અને તેનો રંગ આછા પીળા સફેદ જેવો છે. તેની કુલ લંબાઈ લગભગ ૬ ફૂટ હોવાનું જણાવવામાં આવ્યું છે. તેના પગ ખૂબ જ મજબૂત અને સુસ્પષ્ટ દેખાય છે. જ્યારે તેની પૂંછડી લગભગ ૩ ફૂટ લાંબી હોવાનું કહેવાય છે.સંશોધકોનો દાવો છે કે આ જીવની શારીરિક રચના તે વિસ્તારમાં જાેવા મળતા રેકૂન, જંગલી ઉંદરો કે સસલાંમાંથી કોઈની સાથે મેળ નથી ખાતી. કેમેરા ટ્રેપ્સમાં જીવને જમીન પર ઝડપથી દોડતું અને ઈંટોની એક મોટી દીવાલ પર ચઢતું જાેઈ શકાય છે. જાેકે, માવસનના જણાવ્યા અનુસાર તેને ક્યારેય તેના પાછળના પગ પર સીધા ઊભા રહીને ચાલતું જાેવામાં આવ્યું નથી.




