પટનાના કાર્યક્રમમાં ભારે હોબાળો ‘મોદીના બાપ પણ જેલમાં જશે’, કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનું વિવાદિત નિવેદન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના ભાષણ દરમિયાન હંગામો મચ્યો, જ્યા એક યુવકે વિરોધ કરતા અને મોદીનું નામ લેતા મારામારી શરૂ થઈ ગઈ હતી
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું ભાષણ ખોરવાઈ ગયું. તેઓ પટનાના બાપુ સભાગર ખાતે કોંગ્રેસ દ્વારા આયોજિત શ્રી કૃષ્ણ સિંહ જયંતિ સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. તેમના ભાષણ દરમિયાન, એક યુવકે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ટિપ્પણી કરતા અટકાવ્યા. યુવકે કહ્યું કે પીએમ મોદી ક્યાંય જશે નહીં, જેના જવાબમાં ખડગેએ કહ્યું કે, મોદીનો બાપ પણ જશે…. આના કારણે કાર્યક્રમમાં અરાજકતા ફેલાઈ ગઈ. એવો આરોપ છે કે કોંગ્રેસના કાર્યકરોએ યુવકને પકડી લીધો અને તેના પર હુમલો કર્યો.
હંગામાથી થોડા સમય માટે સભામાં ખલેલ પડી, અને સમગ્ર ઘટના ખડગેની સામે જ બહાર આવી. જાે કે, યુવકની ઓળખ અને હુમલાના સંપૂર્ણ સંદર્ભની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. તે કાર્યક્રમમાં કોની સાથે પહોંચ્યો હતો અને તેણે ખડગેના ભાષણનો વિરોધ કેમ કર્યો તે હજુ સુધી સ્પષ્ટ નથી.
મંચ પરથી મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર જાેરદાર પ્રહારો કર્યા. તેમણે દાવો કર્યો કે દેશમાં જ્યાં પણ ભાજપ સત્તામાં છે, ત્યાં છેતરપિંડી દ્વારા જ તેની રચના કરવામાં આવી છે. તેમણે આગામી ચૂંટણીઓ બેલેટ પેપર દ્વારા કરાવવાની પણ માંગ કરી. તેમણે કહ્યું કે, ચૂંટણીઓ ઈફસ્ને બદલે બેલેટ પેપર દ્વારા કરાવવી જાેઈએ. EVM નાબૂદ કરો અને બેલેટ પેપર રજૂ કરો.
પોતાના ભાષણમાં, મલ્લિકાર્જુન ખડગેએ અનેક મુદ્દાઓ પર ભાજપ અને કેન્દ્ર સરકાર પર જાેરદાર પ્રહારો કર્યા. તેમણે દાવો કર્યો કે દેશમાં ભાજપ સરકારનું પતન નિશ્ચિત છે. RSS પર નિશાન સાધતા ખડગેએ કહ્યું કે જ્યાં સુધી દેશમાંથી ઇજીજી વિચારધારાનો નાશ ન થાય ત્યાં સુધી હિંસા બંધ નહીં થાય. તેમણે RSS પર નફરતનું રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો.
કોંગ્રેસ પ્રમુખ ખડગેએ ભાજપ પર મતદાર યાદીઓમાંથી નામો દૂર કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે જ્યારે તેઓ પોતાનું કામ કરી શકતા નથી, ત્યારે તેઓ ધારાસભ્યોને ખરીદે છે. ખડગેએ ચૂંટણી પ્રક્રિયા અંગે સરકાર અને ચૂંટણી પંચ વચ્ચે મિલીભગતનો પણ આરોપ લગાવ્યો. વધુમાં, તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર આકરા પ્રહારો કર્યા, તેમને “દેશદ્રોહી” ગણાવ્યા.
તેમણે બાપુ સભાગૃહમાં કહ્યું કે બંગાળ, બિહાર, મહારાષ્ટ્ર અને હરિયાણાની સરકાર ચોરીની સરકાર છે. આ વોટ ચોરી કરનારી સરકાર છે.
તેમણે આગળ કહ્યું કે મોંઘવારી ચરમસીમા પર છે. ડુંગળી મોંઘી થઈ રહી છે. ગરીબ માણસ દાળ-રોટલી ખાય છે. દાળ ન હોય તો ડુંગળી-રોટલી ખાય છે. આજે ડુંગળી મોંઘી થઈ ગઈ છે, આ મોદી લોકોનું ગળું કાપી રહ્યા છે. સંસદ ચાલે છે, તો મોદી અને શાહ ડરીને પાર્લામેન્ટની અંદર નથી આવતા. રાહુલ ગાંધી બહાર ગયા છે, પોતાના કામથી ગયા છે. જ્યારે પાછા આવશે ત્યારે આ લોકોની બરાબર સરભરા થશે. આ લોકો ફક્ત રાહુલ-રાહુલ કર્યા કરે છે. આ લોકોના સપનામાં પણ રાહુલ ગાંધી આવે છે.
ભાજપે વળતો પ્રહાર કરતા કહ્યું કે જ્યારે જે ભાષાને અસામાજિક તત્વો સાથે જાેડવામાં આવતી હતી, આજે કોંગ્રેસ અધ્યક્ષ તે જ ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. તેમના યુવરાજ આ જ ગુસ્સામાં ક્યારેક રસ્તા પર મહિલા પોલીસકર્મીઓ સાથે ખરાબ વર્તન કરે છે, તો ક્યારેક પોતાના જ નેતાઓ સાથે ધક્કામુક્કી કરે છે. તેમની આખી કાર્યશૈલી માફિયા પ્રવૃત્તિ જેવી થઈ ગઈ છે. આ કોઈ રાજકીય પક્ષ નથી, પરંતુ એક માફિયા ગેંગ વધુ પ્રતીત થાય છે.




