તિરુપતિ બાલાજી મંદિર આંધ્રપ્રદેશનું પ્રખ્યાત મંદિર છે તિરુપતિ બાલાજી મંદિર પરિસરમાં રીલ્સ બનાવી તો કાર્યવાહી થશે તિરુપતિ બાલાજી મંદિર પરિસરમાં ડાન્સ કરી મંદિરની ગરિમાનો ભંગ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે સોશિયલ મીડિયામાં રીલ્સ પોસ્ટ કરવાનો ક્રેઝ એટલો બધો વધી ગયો છે કે લોકો સ્થળ અને સમયનું ભાન પણ ભૂલી જાય છે. લોકો ધાર્મિક સ્થળો એ પણ રીલ્સ બનાવતા અને ફિલ્મી ગીતો પર ડાન્સ કરતા નજરે પડે છે. આ સ્થિતિ દેશભરમાં જાેવા મળે છે. પરંતુ હવે તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ ટ્રસ્ટ દ્વારા આવા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી શરુ કરવામાં આવી છે. જે અંતર્ગત તિરુપતિ મંદિરના પરિસરમાં જાે કોઈ રીલ્સ બનાવશે કે ડાન્સ કરશે તેના વિરોધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની શરુઆત પણ થઈ ચુકી છે. તિરુપતિ બાલાજી મંદિર આંધ્રપ્રદેશનું પ્રખ્યાત મંદિર છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચતા હોય છે. તિરુપતિ બાલાજી મંદિર તરફથી મંગળવારે એ જાણકારી સામે આવી કે હવેથી તિરુપતિ બાલાજી મંદિરના પરિસરમાં રીલ્સ બનાવવા અને ફિલ્મી ગીતો પર ડાન્સ કરીને વિડીયો બનાવતા લોકો વિરોધ કાયદેસરની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. મંદિરમાં રીલ્સ બનાવી વીડિયો અપલોડ કરનાર વિરુદ્ધ કાર્યવાહી થઈ હોવાનું કહેવાય છે. જાણવા મળતી માહિતી અનુસાર મંદિર પરિસરમાં રીલ્સ શૂટ થઈ રહી હતી તે જાેયા પછી પણ મંદિરના કર્મચારીઓએ તેમને રોક્યા નહીં. તેને લઈને કર્મચારીઓને પણ ડ્યુટી પરથી હટાવી દેવામાં આવ્યા છે.
કન્ટેન્ટ ક્રિએશનના નામે લોકો મંદિર પરિસરમાં પણ રિલ્સ બનાવતા અને ફિલ્મી ગીતો ડાન્સ કરતા નજરે પડે છે. આવું એક નહીં અનેક જગ્યાએ જાેવા મળે છે. તિરુપતિ બાલાજી મંદિર પરિસરમાં પણ વિડીયો બનાવવા અને રિલ્સ બનાવવાની મનાઈ છે તેમ છતાં કેટલાક લોકો નિયમને ઇગ્નોર કરીને મંદિરની સામે જ ફિલ્મી ગીતો પર ડાન્સ કરતા વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે. જે વાતને હવે મંદિર પ્રસાશન એ ગંભીરતાથી લીધી છે અને વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર લોકો વિરોધ પોલીસ ફરિયાદ કરવાની શરૂઆત કરી છે.
આ તકે મંદિર ટ્રસ્ટ તરફથી શ્રદ્ધાળુઓને પણ અપીલ કરવામાં આવી છે કે તિરૂપતિ બાલાજી મંદિર પવિત્ર તીર્થ સ્થળ છે, અહીંની ગરિમા અને પવિત્રતા જળવાઈ રહે તેમાં લોકો પણ સહયોગ કરે. મંદિર પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું છે કે ધાર્મિક સ્થળના કેટલાક નિયમો હોય છે જેનું પાલન કરવું દરેક વ્યક્તિની જવાબદારી હોય છે. જાે લોકો પોતાની જવાબદારીનું પાલન નહીં કરે એટલે કે તિરુપતિ બાલાજી મંદિરના નિયમનો ભંગ કરશે તો તેના વિરોધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
તિરુપતિ બાલાજી મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત મંદિરમાંથી એક છે. અહીં મોટી સંખ્યામાં ભારતમાં જ નહીં દુનિયાભરમાંથી દર્શન કરવા ભક્તો આવે છે. મંદિરનું વાતાવરણ શાંત અને પવિત્ર હોય છે. કહેવામાં લોકો મંદિર પરિસરમાં ફિલ્મી ગીતો વગાડી ડાન્સ કરે અને મનોરંજન માટે રિલ્સ બનાવે તે મંદિરની મર્યાદાને અને ગરીમાને પ્રભાવિત કરી શકે છે. તે વાતને લઈને તિરૂપતિ બાલાજી મંદિર ટ્રસ્ટ હવે એક્શન મોડમાં આવી ગયું છે.




