રાહુલ ગાંધીએ ટાટા જૂથને લઈને નિવેદન આપ્યું ટાટા ગ્રૂપને બરબાદ કરાઈ રહ્યું છે અને ઉદ્યોગપતિઓમાં બોલવાની હિંમત નથી તેમણે X પર પોસ્ટ કરી કહ્યું કે, ટાટા સંસમાં નેતૃત્વ અંગે ચાલી રહેલો આંતરિક વિવાદ મોદી-શાહનું રમકડું નથી
કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે ટાટા જૂથને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ટાટા જૂથને સુનિયોજિત રીતે બરબાદ કરવામાં આવી રહ્યું છે અને દેશનો કોઈ પણ ઉદ્યોગપતિ આ મુદ્દે ખુલીને બોલવાની હિંમત દાખવી રહ્યો નથી. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, ભારતીય વ્યાપાર કે ઉદ્યોગો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું કોઈ અંગત રમકડું નથી. ભલે ઉદ્યોગપતિઓમાં બોલવાની હિંમત ન હોય, પરંતુ કોંગ્રેસમાં છે અને આ કથિત અપરાધો માટે ન્યાય સુનિશ્ચિત કરવામાં આવશે. ટાટા જૂથની મુખ્ય કંપની ટાટા સંસમાં અત્યારે લીડરશીપ અંગે મોટો આંતરિક વિવાદ ચાલી રહ્યો છે. ૧૭ સપ્ટેમ્બરના રોજ બોર્ડ બેઠકમાં એન. ચંદ્રશેખરનને ફરીથી ચેરમેન બનાવવાનો પ્રસ્તાવ પાસ કરાયો હતો. જાેકે, ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટાએ આ ર્નિણય સામે વાંધો ઉઠાવ્યો છે અને તેને પડકાર્યો છે. બંને ટોચના પદો વચ્ચેનો આ મતભેદ હવે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સુધી પહોંચી ગયો છે, જેના કારણે દેશના કોર્પોરેટ જગતમાં ભારે ચર્ચા જાગી છે. રાહુલ ગાંધીએ દેશના ઉદ્યોગપતિઓ સામે સવાલ ઉઠાવ્યો છે કે તેઓ ક્યાં સુધી આમને આમ શાંત બેસી રહેશે? શું તેઓ ત્યારે જ અવાજ ઉઠાવશે જ્યારે બધું જ તેમના હાથમાંથી નીકળી જશે? રાહુલ ગાંધીના આ ગંભીર આરોપો અને ટાટા સન્સના નેતૃત્વ સંબંધિત વિવાદ પર હજુ સુધી કેન્દ્ર સરકાર કે ટાટા ગ્રુપ તરફથી કોઈ સત્તાવાર નિવેદન કે જવાબ આવ્યો નથી. આ સમગ્ર ઘટનાને કારણે દેશના રાજકારણ અને વેપાર ક્ષેત્રમાં મોટી ચર્ચા શરુ કરી દીધી છે.




