‘મંગલ રંગ’ના ટ્રોલિંગ પર રહેમાનની પ્રતિક્રિયા કવ્વાલી શૈલીના વિવાદ વચ્ચે એ. આર. રહેમાને તોડ્યું મૌન ‘રામાયણ’ના સંગીત પર થઈ રહેલી ટીકાઓ વચ્ચે રહેમાને કહ્યું, હવે ટ્રોલિંગ પર ધ્યાન આપવાની ઊર્જા નથી ઓસ્કાર વિજેતા સંગીતકાર એ. આર. રહેમાને ર્નિદેશક નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ: રાઇઝ ઓફ અ લેજન્ડ’ના મ્યુઝિકને મળી રહેલા મિશ્ર અને નકારાત્મક પ્રતિભાવો વચ્ચે પોતાનું મૌન તોડ્યું છે. રહેમાને જણાવ્યું હતું કે ફિલ્મ માટે સંગીત બનાવવાની પ્રક્રિયા એટલી વ્યાપક અને લાંબી હતી કે ટ્રોલિંગ અથવા પ્રેક્ષકોના ફીડબેક ટ્રેક કરવાની મારી પાસે હવે ઊર્જા જ બચી નથી. હું ટીકાઓ પર ધ્યાન આપવાને બદલે પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વધુ પસંદ કરું છું. શરૂઆતમાં જેમણે ‘રાવણ તાંડવ’ ગીતની ટીકા કરી હતી, તેમાંથી ઘણા લોકોના અભિપ્રાય પાછળથી બદલાયા છે. મારા પુત્ર દ્વારા મને ઓનલાઈન બદલાતા પ્રતિભાવોની જાણકારી મળતી રહે છે અને મેં નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે અને આશા છે કે લોકો આ સંગીતની ઉજવણી કરશે.’ફિલ્મનું તાજેતરમાં રિલીઝ થયેલું ‘મંગલ રંગ’ ગીત હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. અરિજિત સિંહ અને શ્રેયા ઘોષાલના અવાજમાં ગવાયેલા તથા કુમાર વિશ્વાસ દ્વારા લિખિત આ ગીતમાં ભગવાન રામ અને માતા સીતાના વિવાહનો દિવ્ય પ્રસંગ રજૂ કરવામાં આવ્યો છે. જાેકે, આ ગીતમાં રહેલા કવ્વાલીના પ્રભાવ અને તેના મ્યુઝિકલ એરેન્જમેન્ટને લઈને શ્રોતાઓ વચ્ચે મતમતાંતર સર્જાયા છે કે તે મહાકાવ્યના વાતાવરણને યોગ્ય રીતે અનુસરે છે કે નહીં.પોતાની જૂની સિદ્ધિઓ અંગે વાત કરતા રહેમાને જણાવ્યું હતું કે, ‘લોકો મને ઘણીવાર કહે છે કે મારે મારી કારકિર્દીના પ્રથમ ૧૦ વર્ષ જેવું જ કામ કરવું જાેઈએ, પરંતુ હું ‘રોકસ્ટાર’ કે ‘સ્લમડોગ મિલિયોનર’ જેવી જૂની સિદ્ધિઓ પર સ્થિર રહી શકું નહીં. વહેતી નદીની જેમ આગળ વધવું જરૂરી છે. આ ગીતો પાંચ ભાષાઓમાં તૈયાર કરાયા છે અને આટલી મહાન વાર્તાનો હિસ્સો બનવું એ મારા માટે ગર્વ અને મોટી જવાબદારીની વાત છે.’આગામી ‘રામાયણ’ ફિલ્મમાં એ. આર. રહેમાન અને હોલિવૂડના પ્રખ્યાત કંપોઝર હાન્સ ઝિમર પ્રથમ વખત એકસાથે કામ કરતા જાેવા મળશે. આ અંગે વાત કરતા રહેમાને જણાવ્યું હતું કે, ‘ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનર’ માટે ઓસ્કાર જીત્યા બાદ આશરે ૧૪-૧૫ વર્ષ પહેલા ઝિમરે મને સાથે કામ કરવા આમંત્રણ આપ્યું હતું, પરંતુ તે સમયે હું આરામના મૂડમાં હોવાથી વાત આગળ વધી નહોતી. હાન્સ ઝિમર સાથેના આ સહયોગથી આંતરરાષ્ટ્રીય સ્તરે ફિલ્મને મોટો ફાયદો થશે. જ્યારે યુરોપ કે ન્યુઝીલેન્ડ જેવા દેશોના લોકો ઝિમરનું નામ જાેશે, ત્યારે તેઓ આ ફિલ્મ જાેવા આકર્ષાશે. નિર્માતાનો આ ર્નિણય ખૂબ જ બુદ્ધિપૂર્વકનો અને શ્રેષ્ઠ છે.’નમિત મલ્હોત્રા દ્વારા નિર્મિત અને નિતેશ તિવારી દ્વારા ર્નિદેશિત આ ફિલ્મમાં રણબીર કપૂર (ભગવાન રામ), સાઈ પલ્લવી (માતા સીતા), યશ (રાવણ), રવિ દુબે (લક્ષ્મણ) અને સની દેઓલ (ભગવાન હનુમાન) મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનો પ્રથમ ભાગ ૫ નવેમ્બર, ૨૦૨૬ના રોજ વિશ્વભરમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે, જ્યારે બીજાે ભાગ ૨૦૨૭ની દિવાળી પર રિલીઝ કરવાનું આયોજન છે.




