શ્વેતા કેસવાનીએ ઈન્ડસ્ટ્રીની કડવી હકીકત જણાવી ખોટી નિયતવાળા લોકો પર શ્વેતા કેસવાનીએ કર્યા ચોંકાવનારા ખુલાસા અભિનેત્રીએ જણાવ્યું કે કેટલાક કલાકારો હગ કરતી વખતે અયોગ્ય રીતે સ્પર્શ કરતા, તેથી સાઇડ હગ આપવાનું પસંદ કરે છે
બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની બ્લેક સાઈડ અંગે જ્યારે પણ વાત નીકળે છે ત્યારે કેટકેટલીય એક્ટ્રેસ દિલ ખોલીને એ હકીકત ઉઘાડે છે. ક્યારેક ડાયરેક્ટર-પ્રોડ્યુસરની ખોટી માગ તો ક્યારેક કામના બદલામાં નક્કી કરેલા પૈસા કરતા ઓછા પૈસા તો ક્યારેક વર્ક પ્રાયોરિટીને લઈને અનેકવાર મોટી ચર્ચા થયેલી છે. હવે એક્ટ્રેસ શ્વેતા કેસવાનીએ એવો ધડાકો કર્યાે છે જેની ચર્ચા ઈન્ડ્સ્ટ્રીમાં થઈ રહી છે. એની વાત પરથી એ પણ ચર્ચાય છે કે, આવી વાત પર વિશ્વાસ કેમ કરવો?ટીવી અને બોલિવૂડની એક્ટ્રેસ શ્વેતા કેસવાનીએ એવો ધરતી ધ્રુજી જાય એવો ખુલાસો કર્યાે છે જે ટોક ઓફ ધ ટાઉન બની રહ્યો છે. એનો એવો આરોપ છે કે, મોટા એક્ટર કમર પર હાથ રાખવાના બદલે નિતંબ પર હાથ રાખતા હતા. તાજેતરમાં આપેલા ઈન્ટરવ્યૂમાં તેણે એવી વાત કહી જે ખરેખર વિચારવા જેવી છે. એક્ટ્રેસે કહ્યું કે, જ્યારે કોઈ અલગ પ્રકારનો માણસ સામે મળે છે અને હગ કરે છે તો એની નિયત બરોબર લાગતી નથી. આવા માણસને હગ પણ કેવી રીતે કરવી. આવા માણસને હું માત્ર સાઈડ હગ જ કરૂ છું. ળન્ટ હગ આપતી જ નથી. મારા પણ એક બે ફ્રેન્ડ ઈન્ડસ્ટ્રીમાં છે જેને આ દુનિયાના લોકો સારી રીતે ઓળખે છે. પણ હું અત્યારે એ કહી શકું એમ નથી. એ તો કમર પર હાથ મૂકવાના બદલે નિતંબ પર હાથ મૂકી દેતા હતા. પછી હું કોઈ સંકોચ વગર જ કહેતી કે હાથ ઉપર રાખો. મારા માટે આ કંઈ નોર્મલ નથી. આ કંઈ ફોટો પડાવવા જેવું પણ નથી. જે રીતે તમે એને ડ્રિંક ઓફર કરો છો, તો તમે ડ્રિંક કરો છો? એવો સવાલ પહેલા આવે છે. પછી તરત એક્ટર નિતંબ પર હાથ મૂકી દે છે. પછી હું તરત જ કહી દઉં છું કે, હાથ ક્યાં હોવો જાેઈએ. મેં મારી કેર કરવાનું શીખી લીધું છે. તમે શું કરી શકો છો એવા લોકો તો તમને દરેક જગ્યાએ મળી રહેવાના છે. ‘તારા’ નામની સિરિયલથી એક્ટ્રેસે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. પછી ‘દેશ મેં નિકલા હોગા ચાંદ’, ‘બા બહુ ઔર બેબી’ અને ‘કહાની ઘર ઘર કી’ જેવી સિરિયલમાં કામ કર્યું છે. ‘ધ મેમસાહબ’, ‘લવ ઈન નેપાલ’, ‘તૌબા તૌબા’, ‘બિન બુલાયે બારાતી’ જેવી ફિલ્મો પણ કરી છે. આવું પહેલીવાર નથી થયું. આ પહેલા પણ ટીવી સિરિયલમાંથી ફિલ્મોમાં આવેલી એક્ટ્રેસે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ડાર્ક સાઈડ ખોલી છે.




