૬૧ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત દિવાળી પહેલાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી અમદાવાદ શહેરના વિવિધ ઝોનમાં દરોડા પાડી ગેરકાયદે વસવાટ કરતા વિદેશી નાગરિકોને ઝડપી પાડ્યા
દિવાળીના તહેવારો નજીક આવતાં અમદાવાદ શહેરની સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવાના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ અને દરોડા દરમિયાન ગેરકાયદેસર રીતે વસવાટ કરતા ૬૧ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી છે. આ કાર્યવાહીથી પોલીસ તંત્રમાં પણ દોડધામ મચી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરના અલગ-અલગ ઝોનમાં બાતમી અને ગુપ્ત માહિતીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકોની ઓળખ અને દસ્તાવેજાેની ચકાસણી કરવામાં આવી હતી. તપાસના અંતે કુલ ૬૧ બાંગ્લાદેશી નાગરિકોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
અટકાયત કરાયેલા નાગરિકો ભારતમાં કયા સંજાેગોમાં આવ્યા હતા અને તેમની પાસે જરૂરી પાસપોર્ટ, વિઝા સહિતના દસ્તાવેજાે છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે.
તેમની નાગરિકતા અને રહેઠાણ અંગેની વિગતોની પણ ખરાઈ કરવામાં આવી રહી છે. તપાસના આધારે સંબંધિત કાયદાકીય જાેગવાઈઓ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરાશે.
દિવાળી અને અન્ય તહેવારો દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી રહી છે.
અમદાવાદમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકોની ઓળખ કરવા માટે ચેકિંગ અને તપાસ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે.
ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહી શહેરમાં વિદેશી નાગરિકોના ગેરકાયદેસર વસવાટ સામે હાથ ધરાયેલા અભિયાનનો એક ભાગ હોવાનું જાણવા મળ્યું છે.




