દીપિકાની આગાહી આખરે સાચી સાબિત થઈ.રામાયણની ધમાકેદાર કમાણી જાેઈ જૂની સીતાએ ખુશી વ્યક્ત કરી.આઠ દિવસમાં વિશ્વભરમાં ૧૦૦૦ કરોડની કમાણી કરતાં દીપિકા ચિખલિયાએ ફિલ્મની સ્ટારકાસ્ટ અને VFXનાં વખાણ કર્યા.નિતેશ તિવારીની સૌથી લોકપ્રિય ફિલ્મ ‘રામાયણ’ આખરે ૫ નવેમ્બર, ૨૦૨૬ના રોજ સિનેમાઘરમાં આવી ગઈ. ફિલ્મને દર્શકો તરફથી ખૂબ જ સકારાત્મક રિવ્યૂ મળી રહ્યા છે, જેના કારણે ફિલ્મે માત્ર આઠ દિવસમાં દુનિયાભરમાં બોક્સ ઓફિસ પર ૧૦૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો. હવે, અભિનેત્રી દીપિકા ચિખલિયા, જેમણે રામાનંદ સાગરની ‘રામાયણ’માં ‘સીતા’નું પ્રખ્યાત પાત્ર ભજવ્યું હતું, તેમણે ફિલ્મના બોક્સ ઓફિસ પ્રદર્શન પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે તેમણે પહેલેથી જ અંદાજ લગાવી લીધો હતો કે આ ફિલ્મ હિટ થશે.પાપારાઝી સાથે વાત કરતા દીપિકા ચિખલિયાને કોઈએ કહ્યું કે ‘રામાયણ’ બોક્સ ઓફિસ પર સફળ થઈ રહી છે. આ વાતનો જવાબ આપતા દીપિકાએ કહ્યું, “જાેયું, મેં કહ્યું હતું ને કે ફિલ્મ સારી બની છે, હિટ થશે જ. આમાં એટલા મોટા સ્ટાર્સ છે. જુઓ કેવી રીતે આણે ૪થી ૫ દિવસમાં ૯૦૦થી ૧૦૦૦ કરોડ વચ્ચે કમાણી કરી. ખૂબ સરસ.”પોતાની વાત આગળ વધારતા દીપિકા’એ કહ્યું, “હાં, ફિલ્મ સારી છે અને ફિલ્મમાં કેટલા મોટા સ્ટાર્સ છે. વીએફએક્સ પણ ખૂબ સારૂ છે.” દીપિકાએ ફિલ્મની પ્રશંસા ભલે કરી હોય, પરંતુ થોડા દિવસો પહેલા તેમણે ફિલ્મમાં ‘સીતા’ના એક્શન સીક્વન્સને લઈને વાત કરી હતી. ત્યારે તેમણે કહ્યું હતું, “વાલ્મીકી રામાયણ અને તુલસીદાસ રામાયણની જે યાદ મારા મનમાં છે, મને નથી યાદ કે એવા કોઈ દૃશ્યો તેમાં છે. પરંતુ આપણા દેશમાં ૩૦૦થી વધુ રામાયણ છે. દરેક રામાયણની કથા બીજી રામાયણની કથાથી થોડી અલગ છે. તો બની શકે કે મેકર્સે કોઈ બીજી રામાયણમાંથી કંઈક લીધું હોય, જે મને ન ખબર હોય.”દીપિકા ચિખલિયાએ રામાનંદ સાગરની ‘રામાયણ’માં ‘સીતા’નું પાત્ર ભજવ્યું હતું. તેમના આ પાત્રને એટલું પસંદ કરવામાં આવ્યું હતું કે સિરિયલની બહાર પણ લોકો તેમને માતા સીતાના રૂપમાં જ જાેતા હતા. અરુણ ગોવિલ અને દીપિકાને જ્યારે પણ જાહેરમાં જાેતા તો લોકો પગે લાગતા હતા.રામાનંદ સાગરની ‘રામાયણ’ વર્ષ ૧૯૮૭થી લઈને ૧૯૮૮ વચ્ચે પ્રસારિત થઈ હતી. સિરિયલમાં કુલ ૭૮ એપિસોડ્સ હતા. આ સિરિયલમાં અરુણ ગોવિલ ભગવાન રામ બન્યા હતા. જ્યારે, નિતેશ તિવારીની ‘રામાયણ’માં અરુણ ગોવિલે દશરથનું પાત્ર ભજવ્યું છે. તેમના આ પાત્રને પણ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.નિતેશ તિવારીની ‘રામાયણ’ની ભારતીય બોક્સ ઓફિસ પર કમાણીની વાત કરીએ તો ફિલ્મે ૮ દિવસમાં ૫૬૪.૬૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આજે એટલે કે ૧૩ નવેમ્બરે ફિલ્મનો બોક્સ ઓફિસ પર ૯મો દિવસ છે. ફિલ્મની કમાણી બોક્સ ઓફિસ પર સારી થઈ રહી છે, પરંતુ ફિલ્મની કમાણીમાં દરરોજ ઘટાડો થઈ રહ્યો છે.




