આદિવાસી ક્રાંતિકારી ધરતીઆબા બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે દેડિયાપાડા ખાતે આદિવાસી સાંકૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સંદર્ભે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવાએ સમસ્ત આદિવાસી સમાજના લોકોને મોટી સંખ્યામાં પધારવા અપીલ કરી છે.
આ તકે એક વીડિયોના માધ્યમથી વર્ષાબેન વસાવાએ સૌને આમંત્રણ પાઠવતા જણાવ્યું હતું કે, આજરોજ ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિ નિમિત્તે દેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌ લોકોને પધારવા હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ.




