ફાયર વિભાગને ૧,૬૦૩ ઇમરજન્સી કોલ દિવાળી તહેવારોના ૧૦ દિવસમાં અમદાવાદમાં આગના ૩૬૪ બનાવ ફટાકડાના કારણે આગની ૨૫૫ ઘટનાઓ, કુલ આગના બનાવોમાં ૭૦ ટકા ફટાકડાને જવાબદાર ગણાયા દિવાળી પર્વ દરમિયાન અમદાવાદ શહેરમાં આગના બનાવોમાં નોંધપાત્ર વધારો જાેવા મળ્યો હતો. વાઘબારસથી લાભ પાંચમ સુધીના ૧૦ દિવસમાં અમદાવાદ ફાયર વિભાગને વિવિધ પ્રકારની ઇમરજન્સીના કુલ ૧,૬૦૩ કોલ મળ્યા હતા. જેમાં આગ લાગવાના ૩૬૪ બનાવો નોંધાયા હતા. ખાસ કરીને ફટાકડાના કારણે આગ લાગવાની ૨૫૫ ઘટનાઓ બની હતી, જે કુલ આગના બનાવોના આશરે ૭૦ ટકા જેટલી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, તા. ૫થી ૧૪ નવેમ્બર દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી ફાયર વિભાગને ઇમરજન્સી કોલ મળ્યા હતા.
ફટાકડાના તણખા અને અન્ય કારણોસર લાગેલી આગને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડની ટીમોએ સતત કામગીરી કરી હતી.
આગના બનાવો ઉપરાંત આ સમયગાળા દરમિયાન ૪૧ રેસ્ક્યૂ કોલ નોંધાયા હતા. જ્યારે તબીબી ઇમરજન્સી માટે ફાયર વિભાગની એમ્બ્યુલન્સ સેવાને ૩૯૫ કોલ મળ્યા હતા. આ ઉપરાંત ૬૭૯ ડેડબોડી કોલ નોંધાયા હતા, જેમાં મૃતદેહોને બહાર કાઢવા સહિતની કામગીરી ફાયર વિભાગના જવાનોએ કરી હતી.
તહેવાર દરમિયાન શહેરમાં સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે ફાયર વિભાગ દ્વારા ૧૧૪ સ્થળોએ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉપરાંત VIP મૂવમેન્ટ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ૧૦ છજીન્ VIP ફાયર સેફ્ટી મીટિંગ પણ યોજાઈ હતી.
આમ, દિવાળીના તહેવાર દરમિયાન અમદાવાદ ફાયર બ્રિગેડના જવાનોને સતત દોડધામ કરવી પડી હતી. ખાસ કરીને ફટાકડાના કારણે આગના ૨૫૫ બનાવો નોંધાવા એ નાગરિકો માટે ફાયર સેફ્ટી અંગે સાવચેતી રાખવાની જરૂરિયાત દર્શાવે છે.




