પેન્શનને લગતા પ્રશ્નો ના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલ ની કચેરી, ખાનપુર અમદાવાદ- 380001 ખાતે તા. 20.11.2026 ને શુક્રવાર ના રોજ 12.00 કલાકે પેન્શન અદાલતનું આયોજન કરવા માં આવેલ છે.
આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દાઓ સિવાયના પોસ્ટલ પેન્શનને લગતા મુદ્દાઓ સબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે. વધુમાં જે મુદ્દા રિજયોનલ પેન્શન અદાલતમાં સાંભળવામાં આવેલ પરંતુ જેનું નિવારણ થયેલ નથી, તેવા મુદ્દા જ આ પેન્શન અદાલતમાં સાંભળવામાં આવશે અને તેનું નિવારણ કરવામાં આવશે.
પેન્શન સંબંધિત અદાલતમાં રજુ કરવાની ફરિયાદો આસિસ્ટંટ ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીઝ,એકાઉન્ટ અને પેન્શન વિભાગ,મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ ની કચેરી, ગુજરાત સર્કલ, ખાનપુર અમદાવાદ- 380001ને મોડા માં મોડી તારીખ- 16.11.2026 ને સોમવાર સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહશે. નિર્ધારિત સમય મર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિ.
ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓ ની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિ.




