(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
આજના અખબારમાં એક ચોંકાવનારા સમાચાર વાંચ્યા કે હોસ્ટેલ માં રહી અભ્યાસ કરતી યુવતીઓ માં ૯ માંથી છ યુવતીઓ ડ્રગ્સના રવાડે ચઢીને પરિવારને ચિંતામાં મુકી રહી છે. અને આ સમાચારો ગુજરાત રાજ્યના છે નહીં કે અન્ય શહેરના. કેટલું શરમજનક કહેવાય કે એક બાજુ ગુજરાત સરકાર લાંબા વર્ષોના વાયદા કરી ગુજરાત ને ફલાણી સાલમાં નશામુક્ત કરી દઈશું ના બણગાં ફૂંકી રહી છે. ત્યારે વાસ્તવિકતા કંઈક જુદુ જ કહી રહી છે. એ સાથે આપણે લગભગ રોજ અખબારો માં વાંચીએ છીએ કે જે તે શહેરમાં, લાખો કે કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું. શહેરો માં આટલું બધું ડ્રગ્સ આવે શા માટે? એનો બહોળો વપરાશ થતો હોય તો જ આવે ને! અને બંધાણ ને (આદત) કારણે ચોક્કસ સમયે ડ્રગ્સ ન મળે ત્યારે આ ટીનેજર્સ અપરાધ ખોરી તરફ વળી જાય છે.
હવે આ મુદ્દો ધ્યાન માં લેવા જેવો છે. એક તરફ વિદ્યાર્થીઓમાં ખરી ખોટી હતાશા (ડિપ્રેશન) ના પગલે વધી રહેલી આત્મહત્યા અને બીજી તરફ વ્યસન તેમજ અપરાધ ખોરી. આમ સમાજ માં એક જુદા પ્રકારના કેન્સરના વાઈરસ ફેલાઈ રહ્યા છે ત્યારે વડીલો, સમાજ સેવકો કહેવાતા લોકપ્રતિનિધિઓ કે સમાજ ના મોવડીઓ આ અનિષ્ટને નિર્મૂળ કરવા કશું કરતાં નથી. અથવા કહો કે કરી શકતા નથી. એવા સમયે થોડાક યુવાનોનો સમજી વિચારીને પુખ્તવયે સંસારનો ત્યાગ કરવાનો નિર્ણય આવદાયક ન ગણાય? ડ્રગ્સના રવાડે ચઢી આત્મહત્યા કરે એના કરતાં દીક્ષા લે તો સોનામાં સુગંધ ભળે?
આ બાબતે જો સ્વસ્થતાથી વિચારવામાં આવે તો આ બે વિકલ્પો છે. પહેલો વિકલ્પ હતાશાથી જીવનદોરી ટૂંકાવી દેવાનો અને બરબાદ થવાનો બીજો વિકલ્પ છે. સમાજકલ્યાણ અને આત્મ-કલ્યાણ થી ભવિષ્ય ઉજ્જવળ કરવું.




