ધોનીની નિવૃત્તિના અહેવાલથી ચાહકોમાં નિરાશા લખનઉ-રાજસ્થાન વચ્ચે ત્રણ ખેલાડીઓની અદલાબદલીની ચર્ચા બંને ટીમો વચ્ચે ત્રણ ખેલાડીઓની અદલાબદલીની પણ ચર્ચા છે. જાેકે, અન્ય બે ખેલાડીઓ અંગેની વિગતો સ્પષ્ટ થવાની બાકી છે
IPL ૨૦૨૭ શરૂ થાય તે પહેલાં જ ભારતીય ક્રિકેટ જગતમાં મોટા ફેરફારોને લઈને ચર્ચાઓ તેજ બની છે. આગામી સિઝન માટે તમામ ફ્રેન્ચાઇઝીઓએ પોતાના રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરવાની છે. ૧૭ નવેમ્બર આ માટેની અંતિમ સમયમર્યાદા હોવાથી ક્રિકેટપ્રેમીઓની નજર તમામ ટીમોના ર્નિણય પર ટકેલી છે. આ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તિ અને ખેલાડીઓના ટ્રેડના અહેવાલોએ ભારે ચર્ચા જગાવી છે.
ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની IPL મા થેી નિવૃત્તિ જાહેર કરી હોવાના અહેવાલ સામે આવ્યા છે. હવે તેઓ ટીમ સાથે મેન્ટરની ભૂમિકામાં જાેવા મળશે તેવી ચર્ચા છે. ધોનીએ પોતાની કેપ્ટનશિપમાં ચેન્નાઈને અનેક વખત ચેમ્પિયન બનાવી છે. તેમના IPL કરિયરના અંતના સમાચારથી ચાહકોમાં નિરાશા જાેવા મળી રહી છે. જાેકે, આ અંગે સત્તાવાર પુષ્ટિની વિગતો તપાસવી જરૂરી છે.
IPL ૨૦૨૭ પહેલાં લખનઉ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ખેલાડીઓના ટ્રેડને લઈને પણ ચર્ચા ચાલી રહી છે. અહેવાલો અનુસાર, લખનઉએ અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીને રાજસ્થાનની ટીમમાં ટ્રેડ કર્યો છે. આ ડીલમાં શમીની સેલેરીમાં બે કરોડ રૂપિયાનો ઘટાડો થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બંને ટીમો વચ્ચે ત્રણ ખેલાડીઓની અદલાબદલીની પણ ચર્ચા છે. જાેકે, અન્ય બે ખેલાડીઓ અંગેની વિગતો સ્પષ્ટ થવાની બાકી છે.
બીજી તરફ, ગુજરાતની ટીમને લઈને પણ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે જાેડાયેલા એક ઝડપી બોલરની ગુજરાતની ટીમમાં એન્ટ્રી થવાની ચર્ચા છે. જાે આ ટ્રેડને સત્તાવાર મંજૂરી મળશે તો ગુજરાતની બોલિંગ લાઇનઅપ વધુ મજબૂત બની શકે છે.
મુંબઈ ઇન્ડિયન્સ આગામી સિઝન પહેલાં ટ્રેન્ટ બોલ્ટ અને દીપક ચહર જેવા ખેલાડીઓને રિલીઝ કરી શકે છે તેવા અહેવાલો પણ સામે આવ્યા છે. હવે તમામ ફ્રેન્ચાઇઝીઓની સત્તાવાર રિટેન્શન યાદી જાહેર થયા બાદ જI PL ૨૦૨૭ની ટીમોનું સાચું ચિત્ર સ્પષ્ટ થશે.




