પ્રથમ બેટિંગમાં ન્યૂઝીલેન્ડનો શાનદાર સ્કોર ન્યૂઝીલેન્ડ સામે ભારતની શરમજનક હાર માત્ર ૮૯ રનમાં ઓલઆઉટ થઈ ટીમ ચોથી વનડેમાં મેટ હેનરીએ ભારતીય બેટિંગની કમર તોડી, ૬ વિકેટ ઝડપીને મચાવ્યો કહેર; રોહિત શર્મા, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર ખાતું પણ ખોલી શક્યા નહીંભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પાંચ મેચોની વનડે શ્રેણીની ચોથી મેચમાં ટીમ ઈન્ડિયાને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. બે ઓવલ મેદાન પર રમાયેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને ૨૪૪ રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતાં ૫૦ ઓવરમાં ૩૩૩ રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ માત્ર ૮૯ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ન્યૂઝીલેન્ડ તરફથી વિલ યંગે શાનદાર બેટિંગ કરી હતી. તેણે ૧૦૮ બોલમાં ૧૪ ચોગ્ગા અને ૪ છગ્ગાની મદદથી ૧૨૫ રન ફટકાર્યા હતા. આ ઉપરાંત ટિમ સીફર્ટે ૫૮ રન અને ફિન એલને ૪૧ રનનું યોગદાન આપ્યું હતું.
૩૩૪ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. મેટ હેનરીએ પ્રથમ ઓવરમાં જ ભારતીય ટોપ ઓર્ડરને તોડી નાખ્યો હતો. રોહિત શર્મા શૂન્ય રને કેચ આઉટ થયો હતો, જ્યારે વિરાટ કોહલી પણ શૂન્ય રને બોલ્ડ થયો હતો. ત્યારબાદ કેપ્ટન શ્રેયસ અય્યર પણ ખાતું ખોલ્યા વગર એલબીડબ્લ્યૂ આઉટ થયો હતો.આ રીતે ભારતે પ્રથમ ઓવરમાં જ ત્રણ મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ઋતુરાજ ગાયકવાડ પણ માત્ર ૫ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ભારતીય ટીમનો સ્કોર ૯ રનમાં ૪ વિકેટ થઈ ગયો હતો.ભારતીય ટીમ તરફથી ઈશાન કિશને ૨૭ રન, અક્ષર પટેલે ૨૧ રન અને નમન ધીરે ૨૧ રન બનાવી સંઘર્ષ કરવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે, અન્ય બેટર્સ ન્યૂઝીલેન્ડના બોલરો સામે ટકી શક્યા નહોતા.ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેનરીએ ૨૭ રન આપીને ૬ વિકેટ ઝડપી હતી. જ્યારે મેથ્યુ ફિશરે ૩ વિકેટ પોતાના નામે કરી હતી. શાનદાર બોલિંગ બદલ મેટ હેનરીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.આ ૨૪૪ રનની જીત સાથે ન્યૂઝીલેન્ડે શ્રેણીમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. બીજી તરફ ભારતીય ટીમ માટે આ હાર મોટો ઝટકો છે. ખાસ કરીને રોહિત શર્મા, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર જેવા અનુભવી બેટર્સનું ખાતું પણ ન ખૂલવું ચિંતાનો વિષય બન્યું છે.હવે ભારતીય ટીમની નજર આગામી મેચમાં મજબૂત વાપસી કરવા પર રહેશે. બેટિંગની નિષ્ફળતા અને ટોપ ઓર્ડરના ખરાબ પ્રદર્શનમાંથી ટીમ ઈન્ડિયા કેવી રીતે બહાર આવે છે તે જાેવું રસપ્રદ રહેશે.




