સની દેઓલની ફિલ્મની રિલીઝ ફરી ટળી સની દેઓલની ‘સૂર્યા’ હવે જાન્યુઆરીમાં થશે રિલીઝ ડોક્ટરો સામે હિંસાના દૃશ્યોને લઈને વિવાદ, સેન્સર બોર્ડનું પ્રમાણપત્ર મળ્યા બાદ ૧૫ જાન્યુઆરીએ રિલીઝની તૈયારી આરોગ્યક્ષેત્રમાં ચાલતાં ભ્રષ્ટાચારના વિષય પર બનેલી ફિલ્મ સૂર્યા: આરંભ સે અંત તક ૨૦ નવેમ્બરે રિલિઝ થવાની હતી તે હવે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના વાંધાને પગલે ફિલ્મની રિલિઝ મુલતવી રાખવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સની દેઓલની આ ફિલ્મ સેન્સર બોર્ડનું પ્રમાણપત્ર મળ્યા બાદ પંદરમી જાન્યુઆરીએ રિલિઝ કરવાની વિચારણા થઇ રહી છે.સનીના જન્મદિને ફિલ્મનો ડિજિટલ પ્રોમો રિલિઝ કરવામાં આવ્યો તેના પગલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ડોક્ટર સામે દર્શાવવામાં આવેલી હિંસાનો મુદ્દો ઉઠાવી કેન્દ્રીય આરોગ્ય પ્રધાનને પત્ર લખી ફરિયાદ કરી હતી. જેને પગલે હવે સેન્સરબોર્ડનું ફિલ્મને પ્રમાણપત્ર મળે એ પછી જાન્યુઆરીમાં ફિલ્મને રિલિઝ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. જાે કે, ૨૦૨૬માં સની દેઓલની ચાર ફિલ્મો બોર્ડર ટુ, બટવારા ૧૯૪૭, રામાયણ અને ઇક્કા રિલિઝ થઇ છે. એગાઉ સનીની એક જ વર્ષમાં ચાર ફિલ્મો ૨૦૦૭માં બીગ બ્રધર, ફૂલ એન ફાઇનલ, અપને અને કાફિલા રજૂ થઇ હતી.




