વરુણ ધવન હવે હોરર ફિલ્મમાં કરશે ધમાલ યશરાજ ફિલ્મ્સની પહેલી હોરર ફિલ્મમાં વરુણ ધવનની એન્ટ્રી અભય પન્નુ કરશે ફિલ્મનું દિગ્દર્શન, ૩૧ માર્ચ ૨૦૨૮ના રોજ વિશ્વભરના થીયેટરોમાં રીલીઝ કરવામાં આવશે
બોલિવૂડનું જાણીતું પ્રોડક્શન હાઉસ યશરાજ ફિલ્મ્સ હવે હોરર ફિલ્મોનાં જાેનરમાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે. બેનરની પહેલી હોરર ફિલ્મમાં અભિનેતા વરુણ ધવન મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. નિર્માતાઓએ આ ફિલ્મની વિશ્વભરમાં થનારી થિયેટર રિલીઝ માટે ૩૧ માર્ચ ૨૦૨૮ની તારીખ જાહેર કરી છે. જાેકે, ફિલ્મનું નામ અને વાર્તા અંગેની વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી. યશરાજ ફિલ્મ્સ અત્યાર સુધી રોમાન્સ, એક્શન, ડ્રામા, કોમેડી અને થ્રિલર જેવી વિવિધ શૈલીઓની ફિલ્મો રજૂ કરી ચૂક્યું છે. હવે પ્રથમ વખત હોરર જાેનરમાં ફિલ્મ બનાવીને પ્રોડક્શન હાઉસ પોતાની ફિલ્મી સફરમાં નવો પ્રયોગ કરવા જઈ રહ્યું છે. આ ફિલ્મને મોટા પડદા માટે વિશેષ રીતે તૈયાર કરવામાં આવશે, જેમાં યશરાજ ફિલ્મ્સની ભવ્ય નિર્માણશૈલી અને સિનેમેટિક અભિગમ જાેવા મળશે.‘રોકેટ બોયઝ’ વેબ સિરીઝથી ઓળખ મેળવનાર ફિલ્મ ડિરેક્ટર અભય પન્નુ આ ફિલ્મનું લેખન અને દિગ્દર્શન બંને કરશે. ખાસ વાત એ છે કે આ પ્રોજેક્ટ સાથે તેઓ થિયેટર ફિલ્મના દિગ્દર્શક તરીકે ડેબ્યુ કરશે. ફિલ્મનું નિર્માણ યશરાજ ફિલ્મ્સના સીઈઓ અક્ષય વિધાની કરશે, જ્યારે આદિત્ય ચોપરા તેને માર્ગદર્શન આપવા ખાતર પ્રોજેક્ટ સાથે જાેડાયેલા રહેશે.વરુણ ધવન માટે પણ આ ફિલ્મ ખાસ છે. યશરાજ ફિલ્મ્સ સાથે તેની આ બીજી ફિલ્મ હશે. અત્યાર સુધી કોમેડી, રોમાન્સ અને એક્શન જેવી શૈલીઓમાં જાેવા મળેલો વરુણ હવે હોરર જાેનરમાં પોતાની અભિનયક્ષમતા દર્શાવશે. ફિલ્મની અન્ય કાસ્ટ અને નામ અંગેની જાહેરાતની રાહ જાેવાઈ રહી છે.




