વિશ્વભરની જાણીતી વેબસાઇટ્સ હેકર્સના નિશાન પર બીબીસી, સીએનએન સહિત ૧૭૮ વેબસાઇટ પર માલવેરથી મોટો સાઇબર હુમલો ઓપ્ટિમાઇઝલી વેબ પ્લેટફોર્મ દ્વારા હેકર્સે ક્રિપ્ટો વોલેટ, બેન્કિંગ અને પેમેન્ટની વિગતો ચોર્યાની આશંકા વ્યક્ત થઈ.
ટોચની મીડિયા કંપનીઓ તેમજ ચર્ચાસ્પદ બ્રાન્ડ્સને ટાર્ગેટ કરીને મોટો સાઇબર હુમલો કરવામાં આવ્યો છે. આ સાઇબર હુમલાની લપેટમાં ઝૂમ, બીબીસી, સીએનએન, આઇકીયા, એચએસબીસી વગેરે પણ આવી ગયા હતા. હેકરે કોઇ પણ કંપનીની સિસ્ટમને હેક નહોતી કરી પરંતુ એક થર્ડ પાર્ટી પ્લેટફોર્મ ઓપ્ટિમાઇઝલી વેબનો ઉપયોગ કર્યાે હતો. આશરે ૧૭૮ જેટલી વેબસાઇટ પર ખતરનાક માલવેર મળી આવ્યો હતો, સાથે જ ક્રિપ્ટો વોલેટ અને બેન્કની વિગતોની પણ ચોરી થઇ છે.આ સમગ્ર મામલો ૧૬મી નવેમ્બરના સામે આવ્યો હતો, આ સાઇબર હુમલામાં હેકર્સે વેબસાઇટ પર એક ખતરનાક કોડને ઇન્જેક્ટ કર્યાે હતો. આ કોડ યૂઝર્સના ક્રિપ્ટોકરંસી વોલેટનું એડ્રેસ બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે. સાથે જ પેમેન્ટની જાણકારી પણ ચોરી શકે અને બ્રાઉઝરની કુકીઝ તેમજ સ્ક્રીનશોટને પણ સામેલ કરી શકે છે. વિશ્વભરમાં આશરે ૧૭૮ જેટલી વેબસાઇટ્સ પર આ સાઇબર હુમલો કરવામાં આવ્યો હતો.રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આઇફોન અને આઇપેડ યૂઝર્સને નિશાન બનાવવા માટે કોરન અને ડાર્કસ્વોર્ડ જેવા આઇઓએસ એક્સપ્લોઇટ કિટ પણ સામેલ હતા. આ સાઇબર હુમલામાં ક્રિપ્ટોકરંસીની ચોરી થયાનું સામે આવ્યું છે. ટ્રાન્ઝેક્શનની પણ કેટલીક જાણકારી સામે આવી રહી છે. સાઇબર એટેકમાં ઓપ્ટિમાઇઝલી વેબ પ્લેટફોર્મનો ઉપયોગ થયો છે.ઓપ્ટિમાઇઝલી વેબ પ્લેટફોર્મ કંપનીઓની પોતાની વેબસાઇટ પર અલગ અલગ ડિઝાઇન અને ફીચર્સનું ટેસ્ટિંગની સુવિધા આપે છે. જેના માટે વેબસાઇટ પર જાવાસ્ક્રિપ્ટનો એક સ્નિપેટ લોડ કરવામાં આવે છે. આ સાઇબર હુમલાનું સૌથી ખતરનાક ફીચર ક્રિપ્ટોકરંસી વોલેટનું એડ્રેસ બદલવાનું હતું. આ ઘટના બાદ નિષ્ણાતોએ એવી સલાહ આપી છે કે જાે લોકો સત્તાવાર વેબસાઇટનો ઉપયોગ કરીને પણ રૂપિયા ટ્રાન્સફર કરતા હોય તો પણ રિસીવરનું નામ, આઇડી વગેરેની ચકાસણી ખાસ કરવી જાેઇએ.




