જેકી શ્રોફે વ્યક્ત કરી અધૂરી ઈચ્છા અવાજમાં દમ નથી છતાં ગાવું છે: અભિનેતા જેકી શ્રોફે અભિનેતાએ ‘રામ લખન’, ‘મિશન કાશ્મીર’, ‘પરિંદા’ જેવી ફિલ્મોથી લઈને સાઈબાબાની ભૂમિકા સુધી અનેક અલગ-અલગ પાત્રો ભજવ્યાં છે દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફ ફરી એકવાર પોતાની આગામી ફિલ્મ ‘કાલી ખેતી’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે એક અલગ જ અંદાજમાં જાેવા મળશે. એક વાતચીતમાં જેકી શ્રોફે ફિલ્મની કહાની, શૂટિંગ દરમિયાનના અનુભવો અને પોતાની અંગત ઈચ્છાઓ વિશે ખુલાસો કર્યાે હતો.જેકી શ્રોફે જણાવ્યું કે ‘કાલી ખેતી’ અગાઉની હોરર ફિલ્મોથી ઘણી અલગ છે. અગાઉ તેણે હોરર સાથે કોમેડીનો સ્પર્શ ધરાવતી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ આ ફિલ્મ સંપૂર્ણપણે હોરર જાેનરની છે. આ વખતે દર્શકોને હસાવવાને બદલે ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં કાળા રંગ અને ભયાનક વાતાવરણ દ્વારા ડરનો અલગ અનુભવ કરાવવામાં આવશે.શૂટિંગ દરમિયાન ભૂતનો ડર લાગ્યો કે કેમ તેવા સવાલના જવાબમાં તેણે મજાકિયા અંદાજમાં કહ્યું કે સેટ પર એટલા બધા લોકો હોય છે કે ભૂતને પણ જગ્યા શોધવી પડે. જાેકે, તેણે એક જૂનો કિસ્સો પણ યાદ કર્યાે હતો. એકવાર પહાડી વિસ્તારમાં ટ્રેનમાંથી ભૂલથી એક સ્ટેશન આગળ ઊતરી ગયો હતો. પાછા ફરવામાં મોડું થતાં અંધારું થઈ ગયું અને તેને લગભગ ત્રણ સ્ટેશન સુધી પગપાળા ચાલવું પડ્યું હતું. તે સમયે બાળપણમાં જાેયેલી એક ફિલ્મ યાદ આવી ગઈ હતી.ફિલ્મમાં અભિનેતા શરદ કેલકર સાથે કામ કરવાના અનુભવ વિશે જેકીએ કહ્યું કે તેમની સાથે કામ કરવાની ખૂબ મજા આવી. શરદ ખૂબ જ સરળ સ્વભાવના અને સહયોગી કલાકાર છે. સમગ્ર ટીમ સાથે મળીને કામ કરતી, જમતી અને એકબીજાને સમજતી હતી. આ કારણે શૂટિંગનું વાતાવરણ પણ ખૂબ સારું રહ્યું હતું.ખેતરોમાં શૂટિંગ કરવાના અનુભવ વિશે તેમણે કહ્યું કે તેમને ખેતી અને ખેતરો સાથે ખાસ લગાવ છે. ખેતી તેમને હંમેશાં શાંતિ અને સકારાત્મકતા આપે છે. ફિલ્મમાં ભલે ખેતરોને ડરામણા વાતાવરણમાં દર્શાવવામાં આવ્યા હોય, પરંતુ વાસ્તવિક જીવનમાં તેમના માટે ખેતી પ્રેમ અને સુકૂન સાથે જાેડાયેલી છે.પોતાની કારકિર્દી વિશે વાત કરતાં જેકી શ્રોફે કહ્યું કે તેને ક્યારેય એક જ પ્રકારની ભૂમિકામાં બંધાઈ રહેવું પસંદ નથી. તેણે ‘રામ લખન’, ‘મિશન કાશ્મીર’, ‘પરિંદા’ જેવી ફિલ્મોથી લઈને સાઈબાબાની ભૂમિકા સુધી અનેક અલગ-અલગ પાત્રો ભજવ્યાં છે. આ ઉપરાંત તેણે પોતાની દિલની ઈચ્છા વ્યક્ત કરતાં કહ્યું કે તેને ગાવાનો ખૂબ શોખ છે અને તે ગાયકી શીખવા માગે છે. પોતાની અવાજમાં એટલી તાકાત ન હોવા છતાં તક મળશે તો ગાવાનું જરૂર શીખશે.આગામી પ્રોજેક્ટ્સ વિશે તેણે જણાવ્યું કે તે ફિલ્મ ‘કિંગ’માં કામ કરી રહ્યો છે. આ ઉપરાંત દિગ્દર્શક વામશી સાથે પણ એક પ્રોજેક્ટ અંગે વાતચીત ચાલી રહી છે. જેકીના જણાવ્યા અનુસાર, તેને દર મહિને લગભગ બે શૂટિંગ મળી જ જાય છે. જ્યાં સુધી પગ ચાલે છે અને લોકો કામ આપે છે ત્યાં સુધી કામ કરતા રહેવું જાેઈએ.




