રકુલ પ્રીત હવે પડકારજનક ભૂમિકાઓની શોધમાં ‘રામાયણ’ બાદ વિવિધ પાત્રો ભજવી અભિનયમાં નવી ઓળખ બનાવવા માગે છે રકુલ શૂર્પણખાની ભૂમિકા બાદ એકસરખાં પાત્રોથી બહાર આવી નવી દુનિયા અન ે પડકારજનક સ્ક્રિપ્ટ શોધવા ઉત્સુક રકુલ પ્રીત સિંહ રકુલ પ્રીત સિંહ હવે પડકારજનક ભૂમિકાઓ ભજવવા અને અભિનયમાં નવી શક્યતાઓ શોધવા માગે છે. નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’માં શૂર્પણખાની ભૂમિકા ભજવી રહેલી રકુલે કહ્યું કે, હાલમાં તે એવી સ્ક્રિપ્ટની શોધમાં છે, જે તેને એક અભિનેત્રી તરીકે પડકાર આપે.પોતાની કારકિર્દી વિશે વાત કરતાં રકુલે મહેનત અને સતત પ્રયાસોને સફળતાનો આધાર ગણાવ્યાં. તેણે કહ્યું, “શરૂઆતથી જ મારો નિશ્ચય રહ્યો છે કે મારે સૌથી વધુ મહેનત કરવી છે. આજે પણ હું માનું છું કે મહેનતનો કોઈ શોર્ટકટ નથી.”રકુલે પોતાની કારકિર્દીને ઘડવામાં તેલુગુ ફિલ્મ ઉદ્યોગના યોગદાનને પણ યાદ કર્યું. તેના મતે, તેલુગુ સિનેમાએ તેને અભિનયની સમજ આપી, કામ પ્રત્યેની કદર શીખવી અને ઓળખ અપાવી. આ ઉદ્યોગે તેને ઇચ્છેલી સફળતા અને સ્ટારડમ પણ આપ્યાં.હવે તે એકસરખા પ્રકારનાં પાત્રોમાં બંધાઈ રહેવાને બદલે અલગ દુનિયા અને વિવિધ પાત્રોનો અનુભવ કરવા માગે છે. રકુલના શબ્દોમાં, “હાલમાં હું અલગ-અલગ ભૂમિકાઓ અજમાવવા અને નવી દુનિયા સર્જવાના તબક્કામાં છું. હું એવી સ્ક્રિપ્ટ શોધી રહી છું, જે મને પડકાર આપે. ”‘રામાયણ’માં શૂર્પણખાની ભૂમિકા પણ તેના માટે એક અલગ પ્રકારનો અનુભવ છે. હવે આગળ પણ આવા જ નવા અને પડકારજનક પાત્રો પસંદ કરવાનું તેનું લક્ષ્ય છે.




