અનુપમ ખેરે નેટવર્થના દાવાઓ ફગાવ્યા ૨૫૦૦ કરોડની સંપત્તિની વાતો ખોટી, મારી પાસે દસ ટકા પણ નથી : અનુપમ ખેર મુંબઈમાં ભાડાના મકાનમાં રહેતા અનુપમે દસ વર્ષ પહેલાં પોતાનું ઘર આલિયા ભટ્ટને વેચ્યું હતું, સિમલામાં માતા માટે આઠ બેડરૂમનું ઘર ખરીદ્યું છે ગૂગલ પર અનુપમ ખેરની નેટવર્થ ૫૦૦ કરોડ રૂપિયા અંદાજવામાં આવે છે તે બાબતે અનુપમ ખેરે જણાવ્યું હતું કે મારી પાસે તેના દસ ટકા પણ સંપત્તિ નથી. સંપત્તિ વિશેના આ ખોટા દાવાઓને કારણે તે દોસ્તોમાં મજાકનું કારણ બની ગયો છે. દોસ્તો આ બધું જાેઇ તેમાંથી થોડાં પૈસા અમને પણ આપ કહી મજાક ઉડાવે છે તેમ અનુપમે ઉમેર્યું હતું.મુંબઇમાં પોતે ભાડે શા માટે રહે છે તે બાબતે અનુપમે જણાવ્યું હતું કે દસ વર્ષ અગાઉ મેં ભાડે રહેવાનો ર્નિણય લીધો હતો. પત્ની કિરણ ખેર સાંસદ થઇ ચંદીગઢમાં શિફ્ટ થઇ તે પછી મુંબઇની મારી સંપત્તિ મેં આલિયા ભટ્ટને વેચી દીધી હતી. એ પછી મારે મુંબઇમાં સંપત્તિ ખરીદવાનું કોઇ કારણ નહોતું. હું અને મારો ભાઇ બંને ભાડે રહીને ખુશ છીએ.અનુપમ ખેરે જણાવ્યું હતું કે સિમલામાં મારું પોતાનું આઠ બેડરૂમનું ઘર છે જે આજીવન લગભગ ૬૦ વર્ષ સુધી ભાડે રહેનારી મારી માતા માટે લીધું હતું.જાે કે, ૪૪ વર્ષની ફિલ્મ કારકિર્દી દરમ્યાન ૫૦૦થી વધુ ફિલ્મોમાં કામ કરનાર અનુપમ ખેર હાલ ભાડે રહેતાં હોવા છતાં પોતાની જિંદગી વૈભવી ઠાઠમાઠથી જીવે છે.




