Astrology News: વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દરેક ચીજ વસ્તુઓને રાખવા માટેનું એક સ્થાન નક્કી કરાયું છે. શાસ્ત્ર અનુસાર વસ્તુ રાખવાના ઉપાયની અવગણના કરવામાં આવે તો ઘણી સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. બીજી બાજુ ઘરમાં વસ્તુના સ્થાનને લઈ સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનું પણ પરિભ્રમણ જોવા મળતું હોય છે. ત્યારે જુતા-ચપ્પલને કઈ દિશામાં અને કયા સ્થાને રાખવા જોઈએ? તે માટે વાસ્તુ નિષ્ણાતો શું કહી રહ્યા છે આવો જાણીએ વિસ્તારથી!
રસોડામાં પણ પગરખા લઈ જવામાં આવે તો…
વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ચપ્પલ કે જૂતાને ક્યારે પણ તુલસીની આસપાસ રાખવા જોઈએ નહીં અને પગથી ઉતારવા પણ જોઈએ નહીં! જો આવું કરવામાં આવે તો ઘરમાં ગરીબી આંટો લઈ જાય છે અને ઘરમાં નકારાત્મક ઉર્જા પણ વધવા લાગે છે.બીજી બાજુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના બેડરૂમમાં ક્યારેય શૂઝ કે ચપ્પલ ઉતારવા જોઈએ નહીં.
બેડરૂમ સુધી ચપ્પલ લઈ જવામાં આવે તો પતિ પત્નીના સંબંધમાં કડવાસ ઊભી થતી હોવાનું જણાવ્યું છે. તે જ રીતે જો રસોડામાં પણ પગરખા લઈ જવામાં આવે તો અન્ન અને અગ્નિના દેવનું સીધું અપમાન ગણાય છે. આથી રસોડામાં પણ ક્યારેય ચપ્પલ રાખવા જોઈએ નહીં!
આ જગ્યાએ રાખો ચપ્પલ
આ ઉપરાંત વાસ્તુશાસ્ત્રમાં જણાવાયા અનુસાર ઘરના તમામ જુતા કે ચપ્પલને એક સ્થાને એકઠા કરવામાં જોઈએ. જેને શું-રૈકમાં રાખવા જોઈએ અને શું-રૈકને ઘરની દક્ષિણ કે પશ્ચિમ દિશામાં મૂકવા જોઈએ જે દિશા ચપ્પલ રાખવા માટે શુભ માનવામાં આવે છે.