
તા. ૧૯/૩/૨૬ ગુરુવાર ચૈત્ર માસની નવરાત્રી પ્રારંભ થાય છે
તા.૨૬/૩/૨૬ ગુરુવાર
રામ નવમી છે
તારીખ.. વાર… નવરાત્રિ
——–/————/—-
૧૯/૩.. ગુરુવાર…૧
૨૦/૩…શુક્રવાર…૨
૨૧/૩…શનિવાર..૩
૨૨/૩…રવિવાર…૪
૨૩/૩…સોમવાર..૫
૨૪/૩..મંગળવાર..૬
૨૫/૩…બુધવાર…૭
૨૬/૩..ગુરુવાર..૮ ૧૧:૫૦ સુધી
૨૭/૩…શુક્રવાર..૯
—————————
ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસ ( તિથિ ) નવું સંવત્સર શરૂ થાય છે જે શાલીવાહન શક સંવત તરીકે ઓળખાય છે, જ્યારે વિક્રમ સંવત કારતક સુદ એકમથી શરૂ થાય છે, નવરાત્રી હિન્દૂ ધર્મમાં ખૂબ પ્રાચીન અને ધાર્મિક પર્વ છે યુગોથી ચાલી આવતી શ્રદ્ધા આજે પણ યથાવત છે, નવરાત્રી વ્રતનો ઉલ્લેખ શ્રીમદ દેવી ભાગવત માં પણ જોવા મળે છે, માર્ગદર્શન મુજબ વ્રત આરંભ એકમના દિવસે ઘટ સ્થાપન કરી નવ દિવસ સુધી પૂજા કરાય છે, વ્રત રખાય છે, બ્રહ્મચર્ય અને ઉપવાસ કે એકહાર કરીને એક ચિત્તે ભક્તિ કરવામાં આવે છે ભક્તો પોતાની આરાધ્યદેવી ની વિશેષ પૂજા ભક્તિ કરી પ્રસાદ અર્પણ કરે છે અને તેમની કૃપા મેળવે છે. કેટલાક ભક્તો પોતાના નગરની ( શહેર ) નગરદેવીની પણ ભક્તિ કરી શ્રદ્ધા અર્પણ કરતા હોય છે




