
Mohini Ekadashi 2024: સનાતન ધર્મમાં એકાદશી તિથિ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને ધનના પ્રમુખ દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. વૈશાખ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશી તિથિને મોહિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ કરનારને ધનની પ્રાપ્તિ થાય છે. તેમજ તેમના તમામ પાપોનો નાશ થાય છે.