Author: garvigujrat

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. રાજસ્થાન,ઉત્તરાખંડ અને દિલ્હીમાં ત્રણ વિદ્યાર્થીઓએ NEET પુનઃ પરીક્ષા પહેલા આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે. NEET-UG પરીક્ષામાં પ્રશ્નપત્ર લીક અને અન્ય ગેરરીતિઓના આરોપો બાદ NTA તપાસ અને ટીકાનો સામનો કરી રહ્યું છે. ૩ મે ના રોજ યોજાનારી NEET ૨૦૨૬ ની પરીક્ષા, પેપર લીકના દાવાઓને પગલે રદ કરવામાં આવી હતી. આ પરીક્ષા હવે ૨૧ જૂનના રોજ ફરીથી શેડયૂલ કરવામાં આવી છે. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ રાજસ્થાનના મૃતકની ઓળખ ૨૨ વર્ષીય ઉમેશ માલી તરીકે થઈ છે. જે ઝુન ઝુન જિલ્લાના કારી ગામનો રહેવાસી છે. સીકર પોલીસના જણાવ્યા અનુસાર મે 2026 ની પરીક્ષા (જે હવે રદ કરવામાં આવી છે) ઉમેશ…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત: સુરત શહેરના વેડ રોડ વિસ્તારમાં આવેલ ૬૦ વર્ષો જૂની 'નાસિરનગર' ઝૂંપડપટ્ટીને કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના, કાયદેસરની નોટિસ વગર એકાએક પોલીસનો દૂર ઉપયોગ કરી તોડી પાડી ૧૨૫ પરિવારોને બેઘર કરી દેવાની ઘટનાએ સુરત શહેરની પ્રતિષ્ઠાને દેશ-વિદેશમાં ગંભીર આઘાત પહોંચાડ્યો છે. આ અમાનવીય અને ગેરબંધારણીય કૃત્ય બદલ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સુજલ પ્રજાપતિ કાર્યપાલક ઇજનેર, જયાંગ જીવન રામજીવાલા કાર્યપાલક ઇજનેર, અર્પણ પરમાર ડે.ઈજનેર ને તાત્કાલિક ફરજ મુકત કરવા સુરત મ.ન.પા ના કર્મચારી મહામંડળએ માંગણી કરી છે. આ અધિકારીઓએ અગાઉ સુરત મ.ન.પામાં કાર્યરત યુનિયનોની ઓફિસોને ગત નવેમ્બર ૨૦૨૫માં અડધી રાત્રે તાળાં તોડી યુનિયનોની ઓફિસોના સામાન બહાર ફેંકી દઈ ગંભીર ફરજ…

Read More

ભારતીય કેપ્ટનની ધરપકડથી ભડક્યું રશિયા રશિયાએ ઇંગ્લિશ ચેનલમાં બ્રિટિશ ધ્વજવાળા યોટ પર કર્યું ફાયરિંગ ટક્કર ટાળવા માટે આ પગલું ભરવામાં આવ્યું : રશિયા ઇંગ્લિશ ચેનલમાં રશિયા અને બ્રિટન વચ્ચે તણાવ વધુ વધતો જાેવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલા બ્રિટને રશિયાના કથિત શેડો ફ્લીટ સાથે જાેડાયેલા એક તેલ ટેન્કર પર કાર્યવાહી કરીને તેના ભારતીય કેપ્ટન અજય પંતની ધરપકડ કરી હતી. હવે આના જવાબમાં રશિયાએ પોતાનું યુદ્ધ જહાજ ઇંગ્લિશ ચેનલમાં ઉતારી દીધું છે. રશિયન નૌસેનાના ફ્રિગેટ એડમિરલ ગ્રિગોરોવિચએ બ્રિટિશ ધ્વજ ધરાવતા એક યોટની સામે ચેતવણી તરીકે ફાયરિંગ કર્યું હતું. જાે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. રશિયાના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા…

Read More

સુનાવણી દરમિયાન કહ્યું – તમે પરજીવી છો… કોકરોચ બાદ CJI ની વધુ એક ટિપ્પણી વિવાદોમાં આરોપીને જામીન આપવાનો ઈનકાર કરતા કહ્યું કે, આ પ્રકારના લોકો પરજીવી જેવા હોય છે અને તેથી જ તેમનું જેલમાં રહેવું વધુ યોગ્ય દેશનાચીફ જસ્ટિસ સૂર્યકાંતની કોકરોચ વાળી ટિપ્પણીને લઈને દેશભરમાં થયેલા વિવાદ બાદ હવે ફરી એકવાર તેમણે આવી જ એક ટિપ્પણી કરી છે. CJI સૂર્યકાંતે એક કેસની સુનાવણી દરમિયાન આરોપીને જામીન આપવાનો ઈનકાર કરતા કહ્યું કે, આ પ્રકારના લોકો પરજીવી જેવા હોય છે અને તેથી જ તેમનું જેલમાં રહેવું વધુ યોગ્ય છે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટમાં સાયબર ફ્રોડના એક કેસ પર સુનાવણી ચાલી રહી હતી. આ…

Read More

ટ્રાફિક નિયમ તોડનારાઓ થઈ જજાે સાવધાન હવે ઈ-ચલણ બાકી વાહનને બ્લોક શ્રેણીમાં મૂકાશે નવા સુધારા મુજબ હવે ઈ-ચલણની રકમ સમયસર નહીં ભરનાર વાહન માલિકોને સીધી અસર ભોગવવી પડશે દેશભરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો સામે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરવામાં આવેલા નવા સુધારા મુજબ હવે ઈ-ચલણની રકમ સમયસર નહીં ભરનાર વાહન માલિકોને સીધી અસર ભોગવવી પડશે. સરકારનો આ ર્નિણય દેશભરમાં મોટી સંખ્યામાં પેન્ડિંગ રહેલા ટ્રાફિક ચલણને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. નવા નિયમો અનુસાર, ઈ-ચલણ મળ્યા બાદ વાહનચાલક અથવા વાહન માલિકને ૪૫ દિવસ સુધી વાંધો અથવા ફરિયાદ નોંધાવવાની તક આપવામાં આવશે. જાે આ સમયગાળા…

Read More

દિગ્ગજ નેતાનો દાવો મહારાષ્ટ્ર-બંગાળ છોડો, સપાના અનેક નેતા ભાજપમાં જાેડાવા તૈયાર તપાસ એજન્સીઓનો સકંજાે કસાતા જ નેતાઓ બેચેન: રાજભર દેશના અલગ-અલગ રાજ્યોમાં ચાલી રહેલી પક્ષપલટાની મોસમ વચ્ચે હવે ઉત્તર પ્રદેશના રાજકીય ગલિયારા પણ ધમધમી ઉઠ્યા છે. યોગી સરકારના કેબિનેટ મંત્રી અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાષપા)ના અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભરે દાવો કર્યો છે કે આગામી સમયમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીને બહુ મોટો ઝટકો લાગવાનો છે. રાજભરે જણાવ્યું કે, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રની ચર્ચા છોડી દો, યુપીમાં તો આખી શિવસેનાની જેમ સપાના કેટલાય દિગ્ગજ નેતાઓ ભાજપમાં જાેડાવા માટે લાઈન લગાવીને બેઠા છે. આ નિવેદન બાદ ૨૦૨૭ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં…

Read More

પત્રકાર પરિષદમાં અખિલેશ યાદવે સ્પષ્ટ કહ્યું ભાજપ સામે ટક્કર લેવી હોય, તો પક્ષમાં બહાદુર લોકોની ટીમ હોવી જરૂરી છે પત્રકાર પરિષદ દરમિયાન પોતાની પાર્ટીમાં પણ ભંગાણ પડવાની અટકળો પર અખિલેશ આકરો પ્રહાર કર્યો હતો મહારાષ્ટ્રમાં શિવસેના UBT ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ અને પક્ષમાં ભંગાણના દાવાઓ વચ્ચે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એક મહત્વની સલાહ આપી છે. લખનઉ સ્થિત સપા મુખ્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં અખિલેશ યાદવે સ્પષ્ટ કહ્યું કે, જાે ભાજપ સામે ટક્કર લેવી હોય, તો પક્ષમાં બહાદુર લોકોની ટીમ હોવી ખૂબ જ જરૂરી છે. પત્રકાર પરિષદ દરમિયાન પોતાની પાર્ટીમાં પણ ભંગાણ પડવાની અટકળો પર…

Read More

પ્રથમ હાફમાં સેનેગલએ ટક્કર આપી ફ્રાન્સે સેનેગલને ૩-૧થી હરાવ્યું, એમબાપ્પેએ પહેલી જ મેચમાં કર્યાે કમાલ ઇન્જરી ટાઇમમાં, સેનેગલના ઇબ્રાહિમ મ્બાયેએ ૯૦મી મિનિટે ગોલ કરીને ટીમની ખાધ ૨-૧ કરી દીધી ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. આ ટૂર્નામેન્ટમાં ફ્રાન્સનાસુપરસ્ટાર કાયલિયન એમબાપ્પે સહિતના દિગ્ગજ ખેલાડીઓની શાનદાર લાઇનઅપ જાેવા મળી રહી છે. ફ્રાન્સે સેનેગલ સામે જીત મેળવીને પોતાના અભિયાનની ધમાકેદાર શરૂઆત કરી છે. મજબૂત ફ્રેન્ચ ટીમે બીજા હાફમાં અદભુત પ્રભુત્વ જમાવતા સેનેગલને ૩-૧થી માત આપી હતી. આ મેચના અસલી હીરો કાયલિયન એમબાપ્પે રહ્યા હતા, જેમણે બે શાનદાર ગોલ કરીને ફ્રાન્સની જીત સુનિશ્ચિત કરી હતી.રોમાંચક મેચમાં ફ્રાન્સે શરૂઆતથી જ આક્રમક રમત…

Read More

ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા થવાની આશા ક્રૂડ ઓઇલના ભાવ ધડામ: ૪ દિવસમાં ૧૬% નો કડાકો શાંતિ સમજૂતીથી મોટી રાહતની આશા હોવા છતાં, ઓઇલ ટ્રાન્સપોર્ટેશન સામાન્ય થવામાં હજુ થોડો સમય લાગી શકે છે વૈશ્વિક ઓઇલ માર્કેટમાંથી ભારતીય અર્થતંત્ર માટે રાહત આપનારા મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકા અને ઇરાન વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ને ફરીથી ખોલવા માટે થનારા સંભવિત ઐતિહાસિક કરારની અસરોને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો ત્રણ મહિનાના સૌથી નીચલા સ્તરે સરકી ગઈ છે. પાછલા સતત ચાર ટ્રેડિંગ સેશનમાં જ ક્રૂડ ઓઇલના ભાવમાં આશરે ૧૬% જેટલો મોટો ઘટાડો નોંધાયો છે, જેને આ વર્ષનો સૌથી લાંબો અને મોટો ઘટાડો માનવામાં આવી…

Read More

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા એક દાયકામાં ભારતના વેપાર અને નિકાસ ક્ષેત્રે અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળ્યું છે. નીતિગત સુધારાઓ, ડિજિટલ ગવર્નન્સ, વેપાર સુગમતા અને વૈશ્વિક અર્થવ્યવસ્થા સાથે વધતા એકીકરણના પરિણામે ભારતે વૈશ્વિક વેપારમાં પોતાની મજબૂત ઓળખ સ્થાપિત કરી છે. આ પરિવર્તનશીલ યાત્રામાં વિશેષ કરીને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)ના વિકાસ, રોકાણ આકર્ષણ અને નિકાસ વૃદ્ધિ દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ગુજરાતના SEZ ક્ષેત્રની છેલ્લા 12 વર્ષની સિદ્ધિઓ, પ્રગતિ અને ભાવિ દ્રષ્ટિકોણને ઉજાગર કરવા માટે આયોજિત આઉટરીચ કાર્યક્રમનું ઉદ્ઘાટન ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના અધિક સચિવ શ્રી અજય ભાદુ, કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (KASEZ)ના ઝોનલ ડેવલપમેન્ટ કમિશનર શ્રી જ્ઞાનેશ્વર બી. પાટીલ તથા ગુજરાત સરકારના ઉદ્યોગ કમિશનર શ્રી…

Read More