- તાઈવાનના અભિનેતા ચેંગ ચાંગ ફેનનો ભારતીય મહિલા સાથે ડાન્સ વીડિયો વાયરલ, ડેટિંગની ચર્ચાએ જોર પકડ્યું
- ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના કાર્તિક મોહસિન ખાને તમન્ના સાથે કરી સગાઈ, તસવીરો શેર કરી ચાહકોને આપ્યા સરપ્રાઈઝ
- ₹5 લાખથી વધુના MD ડ્રગ્સ કેસમાં એક્ટર રોહુલ્લાહ મેહદીની ધરપકડ, શાહિદ કપૂરની ફિલ્મ સાથે જોડાણ
- પશ્ચિમ કચ્છમાં દારૂના અડ્ડા બંધ કરાવવા આપની ચીમકી, 10 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો આંદોલન
- ચૈતર વસાવાના જામીન નામંજૂર થતા પ્રવીણ રામનો ભાજપ પર પ્રહાર, આદિવાસી સમાજને ગાંધીચિંધ્યા માર્ગે લડતની અપીલ
- ગોપાલ ઇટાલીયાની ખેડૂતો સાથે ત્રણ મુદ્દે રજૂઆત, સૌની યોજનાનું પાણી અને વીજળીના પ્રશ્નો ઉકેલવા માંગ
- ચૈતર વસાવા મુદ્દે ઇસુદાન ગઢવીનો ભાજપ પર પ્રહાર, ઉપલી અદાલતમાં અપીલની જાહેરાત
- કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની કથા: કાશીનું મહાત્મ્ય, અવિમુક્ત તીર્થ અને મોક્ષનું રહસ્ય
Author: garvigujrat
આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી પાંખ ASAPના પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના રાજમાં જે રીતે NEET નું પેપર ફૂટ્યું હતું એના કારણે વિદ્યાર્થીઓએ ફરીથી રી-નીટનું પેપર આપવાની નોબત આવી છે. દુઃખની બાબત છે કે સરકાર પરીક્ષા લેવાની બાબતમાં પણ સક્ષમ નથી. આના પરથી સાબિત થાય છે કે આ સરકાર વિદ્યાર્થી વિરોધી સરકાર છે, શિક્ષણ વિરોધી સરકાર છે. જ્યારે આ નીટની પરીક્ષા ફરીથી લેવામાં આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીની પંજાબ સરકાર વિદ્યાર્થીઓને મફત પરિવહનની સુવિધા આપી રહી છે તો અમારી માંગ છે કે, ગુજરાત…
ખેડૂતોના આંદોલન મુદ્દે આજે આમ આદમી પાર્ટી દ્વારા પુરાવા સાથે મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ, પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલ અને ખેડૂત નેતા પંકજ રાણસરિયાએ રાજકોટ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ તકે આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે અમુક કારણોસર આજે અમારે ગુજરાત કોંગ્રેસ દ્વારા ફેલાવવામાં આવી રહેલી ગેરમાહિતી અંગે સત્ય જનતા સમક્ષ મૂકવું જરૂરી બન્યું છે. અમારી આમ આદમી પાર્ટીની લડત ભાજપ સામે છે. અમે ભાજપની નીતિઓ અને સરકાર સામે પ્રશ્નો ઉઠાવવા માંગીએ છીએ. કોંગ્રેસ સાથે અમારી કોઈ લડાઈ નથી.…
મોસ્કોના તમામ એરપોર્ટ બંધ રશિયા પર યુક્રેનનો ભીષણ હુમલો, ઓઈલ રિફાઈનરી ભડભડ સળગી યુક્રેનના ૧૮૦ ડ્રોન તોડી પાડ્યાનો રશિયાનો દાવો રશિયાએ તાજેતરમાં જ ભીષણ હુમલો કરતા યુક્રેનમાં ૧૧ લોકોના મોત અને ૫૩ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, ત્યારે હવે યુક્રેને વળતો જડબાતોડ જવાબ આપીને રશિયાની રાજધાની મોસ્કો પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. આ હુમલા બાદ સુરક્ષાને ધ્યાને રાખીને મોસ્કોના તમામ એરપોર્ટો પરથી ફ્લાઈટનું સંચાલન તાત્કાલીક અટકાવી દેવાયું છે. રશિયાની એવિએશન સંસ્થા રોસાવિયાત્સ્યે સત્તાવાર માહિતી આપી છે કે, મોસ્કોમાં એરપોર્ટોની સુરક્ષાને ધ્યાને રાખીને થોડા સમય માટે રન-વે પરની તમામ ફ્લાઈટોનું ઉડ્ડટન અટકાવી દેવાયું છે. રશિયન અધિકારીએ દાવો કર્યો છે…
મધ્યસ્થ તરીકે મેં મંજૂરી આપી: શહબાઝ શરીફ અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરાર બાદ શ્રેય લેવા કૂદી પડ્યું પાકિસ્તાન! ઈરાન તાત્કાલિક હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલી દેશે અને અમેરિકા પણ તેની દરિયાઈ નાકાબંધી હટાવશે : શરીફ અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર પર હસ્તાક્ષર થઈ ગયા છે. હવે આ શાંતિ કરાર બાદ પાકિસ્તાન પણ મધ્યસ્થતાનો શ્રેય લેવા માટે કૂદી પડ્યું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના પ્રેસિડેન્ટ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે સમજૂતી પર ડિજિટલ હસ્તાક્ષર થયા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે, મને આ જાહેરાત કરતાં ગર્વ થઈ…
રોહિત પવારે કર્યો મોટો દાવો શિવસેના UBT દરેક સાંસદને ૧૧૦ કરોડમાં ખરીદવામાં આવ્યા ભાજપનો ઉદ્દેશ્ય પરિસીમન બિલ લાવવાનો છે અને તેના કારણે તમામ સાંસદોને ખરીદવામાં આવી રહ્યા છે શિવસેના (UBT)માં બળવો કરનારા સાંસદોને લઈ રોહિત પવારે મોટો ખુલાસો કર્યો છે. એનસીપીના રોહિત પવારે ગુરુવારે દાવો કર્યો કે યૂબીટીના દરેક સાંસદને ૧૧૦ કરોડમાં ખરીદવામાં આવ્યા છે, જેમાંથી ૮૫ કરોડ રોકડા અને ફંડથી ૨૫ કરોડ આપવાના છે. તેમણે કહ્યું કે, ભાજપનો ઉદ્દેશ્ય પરિસીમન બિલ લાવવાનો છે અને તેના કારણે તમામ સાંસદોને ખરીદવામાં આવી રહ્યા છે. આ ઓપરેશન ટાઈગર નહીં પણ આ ઓપરેશન બજાર છે. રોહિત પવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ભાજપ બે…
મમતા બેનરજીને હાઇકોર્ટનો ઝટકો પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા નહીં બદલાય હાઇકોર્ટે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતાના પદને લઈને ચાલતા વિવાદ પર મહત્ત્વનો ચુકાદો આપ્યો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી માટે રાજકીય મુશ્કેલીઓ સતત વધી રહી છે. ચૂંટણી પરિણામો બાદ શરૂ થયેલો આંતરિક બળવો હવે કાનૂની વિવાદમાં ફેરવાયો છે. ૧૮ જૂનના રોજ કોલકાતા હાઇકોર્ટે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતાના પદને લઈને ચાલી રહેલા વિવાદ પર મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે વિધાનસભા સ્પીકરના ર્નિણય પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે, જેનો અર્થ એ છે કે બળવાખોર ધારાસભ્ય વિપક્ષના નેતા પદે યથાવત્ રહેશે. રિપોર્ટ્સ અનુસાર, તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વરિષ્ઠ નેતા…
મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાલાસિનોરમાં પોણા છ ઇંચ વરસાદ ખાબક્યો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં મધ્ય અને ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં સાવર્ત્રિક વરસાદ નોંધાયો છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં સૌથી વધુ પોણા ૬ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતાં જળબંબોળની સ્થિતિ સજાર્ી છે. આ ઉપરાંત અરવલ્લી, ખેડા, પંચમહાલ અને વડોદરા જિલ્લાના અનેક તાલુકાઓમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જેના કારણે ગરમીથી રાહત મળવાની સાથે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.સરકારી આંકડા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં મહીસાગરના બાલાસિનોરમાં સૌથી વધુ ૧૪૭ મીમી (૫.૭૯ ઇંચ) વરસાદ નોંધાયો છે.…
મોદી-ટ્રમ્પની મુલાકાત પહેલા અમેરિકાનો અટકચાળો ભારતના નક્શા સાથે અમેરિકાની છેડછાડ,પીઓકેને પાક.નું ગણાવ્યું યુએસ ‘ઇન્ડો પેસિફિક’ કમાન્ડ નામમાંથી અમેરિકાએ ‘ઇન્ડો’ શબ્દની બાદબાકી કરી નાખી હોર્મુઝ ખાડીએ ત્રણ ભારતીયોની હત્યા કરનારા અમેરિકાએ વધુ એક ભારત વિરોધી પગલુ ભર્યું છે. અમેરિકાએ ભારતના નક્શા સાથે છેડછાડ કરી છે. યુએસ-ઇન્ડો પેસિફિકે એક ખોટા નક્શાનો ઉપયોગ કર્યાે છે, આ નક્શામાં પુરા જમ્મુ કાશ્મીરને ભારતનો હિસ્સો નથી ગણાવ્યો, ચાલાકી કરીને અમેરિકાએ પીઓકેને પાકિસ્તાની વિસ્તાર ગણાવ્યો છે. જેનો ભારે વિરોધ થઇ રહ્યો છે. અમેરિકાએ પોતાના યુ.એસ. ઇન્ડો પેસિફિક કમાન્ડ’ નું નામ ફરીથી બદલી તેમાંથી ઇન્ડો શબ્દ દૂર કરી માત્ર યુ.એસ. પેસિફિક કમાન્ડ’ રાખ્યું છે. આ રીતે ૮ વર્ષ…
MoU પર રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પ અને પેઝેશ્કિયાને કરી સહી યુદ્ધનો અંત! અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરાર કરવામાં આવ્યો રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે ફ્રાન્સના પેલેસ ઓફ વર્સેલ્સમાં મેક્રોન સાથે ડિનર દરમિયાન અમેરિકા-ઈરાન એગ્રીમેન્ટની હાર્ડ કોપી પર પણ સત્તાવાર રીતે હસ્તાક્ષર કરી દીધા આખરે અમેરિકા અને ઈરાન યુદ્ધનો અંત આવી આવી ગયો છે. અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાય મહિનાઓથી ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા માટે MoU પર ઔપચારિક રીતે હસ્તાક્ષર કરી દીધા છે. અમેરિકન અને ઈરાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંને દેશોના રાષ્ટ્ર પ્રમુખોએ બુધવારે આ એમઓયુ પર સાઇન કર્યા. આ કરાર તાત્કાલિક અસરથી…
“મારા માટે ‘તુલો’ માત્ર એક વ્યવસાયિક પ્રોજેક્ટ નથી પંકજ ત્રિપાઠીએ હેન્ડલૂમ કારીગરોને સશક્ત બનાવવા ‘તુલો’ વેન્ચર શરૂ કર્યું મધ્ય પ્રદેશના ચંદેરીમાં શૂટિંગ દરમિયાન લગભગ દરેક ઘરમાં મહિલાઓને હાથસાળ પર સાડીઓ અને કાપડ વણતાં જાેયાં હતાં : પંકજ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા એક્ટર પંકજ ત્રિપાઠીએ ભારતીય હેન્ડલૂમ પરંપરા અને કારીગરોને પ્રોત્સાહન આપવા માટે નવી પહેલ શરૂ કરી છે. તેમણે‘તુલો’ નામનાં હેન્ડલૂમ વેન્ચરની જાહેરાત કરી છે, જેનો હેતુ દેશની સમૃદ્ધ વણાટ પરંપરાને જાળવી રાખવાનો અને કારીગરોને વધુ તકો ઉપલબ્ધ કરાવવાનો છે.‘તુલો’ નામ બંગાળી ભાષાના હેન્ડલૂમ કોટન માટે વપરાતા શબ્દ પરથી લેવામાં આવ્યું છે. આ વેન્ચર પંકજ ત્રિપાઠીએ તેમના લાંબા સમયના સ્ટાઇલિસ્ટ વિનીત ચૌહાણ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



