- 7 વર્ષ બાદ ભારત-ચીન નજીક આવ્યા, PM મોદી-શી જિનપિંગ વચ્ચે 7 મુદ્દાઓ પર મોટી સહમતિ
- ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 3-0થી હરાવ્યું, બાબર આઝમે કહ્યું- ટીમમાં ભૂલો સુધારવા ચર્ચા જરૂરી
- મોદીના બાળપણના મિત્રની જમીન પર કબજાનો આરોપ, CBI તપાસની માગ સાથે PM મોદીને મળ્યા
- BRICS સમિટમાં મોદીનો સંદેશ: કોઈની વિરુદ્ધ નહીં, વૈશ્વિક શાસનમાં સુધારા અને સરહદે શાંતિ જરૂરી
- 18મું BRICS સંમેલન પૂર્ણ: PM મોદીએ કહ્યું- હવે દુનિયાને વિચાર નહીં, ઠોસ પરિણામોની આશા
- કેજરીવાલની મોટી જાહેરાત: ગોવામાં ‘ગોવા ફર્સ્ટ’ ગઠબંધન ભાજપ-કોંગ્રેસનો મજબૂત વિકલ્પ
- હેમંત ખવાએ સરકારને ઘેરી: સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય આપવાની માંગ
- Railway Board Chairman Satish Kumar visited DFCCIL and emphasized safety and technology.
Author: garvigujrat
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત સુરતના જાણીતા લોકપ્રિય જ્યોતિષાચાર્ય રાજુ મહારાજને દેશના પાટનગર નવી દિલ્હી ખાતે બેસ્ટ જ્યોતિષાચાર્યનો એવોર્ડ આપવામાં આવેલ છે. સુરત અને ગુજરાત અને મહારાષ્ટ્ર અને જુદા જુદા શહેરોમાં અનેક શિષ્યો ધરાવતા રાજુ મહારાજ જ્યોતિષશાસ્ત્રમાં નિપૂણ છે. તેઓની સલાહ અને માર્ગદર્શનથી અનેક પરિવારો સુખભેર જિંદગી જીવી રહ્યા છે. શાંત અને સરળ સ્વભાવ વાળા રાજુ મહારાજને મળતા લોકોમાં આનંદ અને ઉત્સાહ વધી જાય છે. તેઓના માર્ગદર્શન અને જ્યોતિષશાસ્ત્રના પ્રતાપે લોકોના દુઃખ દર્દ મટી જાય છે. તેઓને બેસ્ટ જ્યોતિષાચાર્ય તરીકેનો એવોર્ડ મળતા ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસના પ્રમુખ જાણીતા સામાજિક કાર્યકર ભાઈલાલ બી. વૈષ્ણવ, ઉપપ્રમુખ છગનલાલ મેવાડા, મહામંત્રી સઈદુદ્દીન શેખ, મહામંત્રી…
(છગનલાલ મેવાડા ધ્વારા) પોલીસ બંદોબસ્ત માટેની અરજી પોલીસ કમિશનર સુધી મંજૂરી માટે જાય છે ત્યારે નાસીર નગર ડિમોલિશનની બંદોબસ્તની ફાઈલ પોલીસ કમિશનર સુધી પહોંચી કે નહીં? સામાન્ય રીતે ડિમોલિશનના જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાંથી પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવે છે. તો નાસીર નગર માટે SOG નો સ્પેશિયલ બંદોબસ્ત કેમ? ખરેખર મહાનગરપાલિકા કમિશનર અજાણ હતા તો પછી ખોટા નિવેદનો કેમ આપ્યા? સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ મ્યુનિસિપલ કમિશનરની કે ઝોન ચીફની મંજૂરી વગર દોડી જાય એ એટલા મૂર્ખ તો નથી જ.
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરતના નાસીનગરમાં થયેલા ભુતિયા ડિમોલિશનનો મામલો હવે જ્યારે ટોક ઓફ ધ ટાઉન બનીને ચર્ચાસ્પદ બની રહ્યો છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા ગુજરાત હાઇકોર્ટની આંખોમાં ધૂળ નાંખવાની મેલી મુરાદનો પર્દાફાશ થઈ રહ્યો છે. અને સૌથી મહત્વનો એક સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે, જે ડિમોલિશન કરાયું હતું એ કોના આદેશોથી કરાયું હતું? એનો આજ દિન સુધી કોઈ યોગ્ય અને સચોટ જવાબ SMC અધિકારીઓ કે પોલીસ ખાતાના કોઈ ઉચ્ચ અધિકારીઓ આપી શક્યા નથી. ત્યારે સૌ પ્રથમ સવાલ થાય કે લશ્કર ને ક્યાં લડવા મોકલવુ? એ સેનાપતિએ નક્કી કરવાનું હોય…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત વિશ્વની ચોથી જાગીર ગણાતું પત્રકારત્વ જગત આજે જાણે કે ભયજનક સ્થિતિમાં આવી ગયું હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. પત્રકારત્વ જગત સાથે જોડાયેલી વ્યક્તિ એટલે પત્રકાર. જેનું કામ છે પ્રજાની સમસ્યાઓને વાચા આપવી, પ્રજાને થતા અન્યાય સામે નિર્ભય અને નીડરતાપૂર્વક અખબારી માધ્યમથી સરકારનું ધ્યાન દોરવું. જે દુષણો છે તેમાં દારૂ અને જુગાર તેમજ અનૈતિક ધંધા, ડ્રગ્સ, ગાંજો, ચરસ, એમ.ડી ડ્રગ્સ વિગેરે ધંધાઓ એ માનવ જગતમાં બરબાદી નોતરી છે. આવા કૃત્યોને બહાર પાડવા એ સાચા પ્રમાણિત અને નિષ્ઠાવાન પત્રકારની ફરજ છે. સમાજમાં ચાલતા અનૈતિક ધંધાઓને ઉજાગર કરી પોલીસને જાગૃત કરવી વિગેરે કામ પત્રકારોનું છે. પત્રકાર એટલે…
આમ આદમી પાર્ટી દ્વારા વીજપોલ સહિત ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને આગામી 5 જુલાઈ, 2026ના રોજ ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે સામૂહિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પાર્ટીના પ્રદેશ નેતૃત્વ, ખેડૂતો આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ખેડૂતોના હકો માટે અવાજ ઉઠાવશે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે જણાવ્યું હતું કે, ભાજપના રાજમાં ગુજરાતના ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય છે, હાલ ખેડૂતોના ખેતરોમાં ગેરકાયદેસર રીતે જે વીજપોલ નાખવામાં આવી રહ્યા છે, તેની સામે ખેડૂતો ઝઝૂમી રહ્યા છે. જેતપરમાં ઘણા દિવસથી ખેડૂતો ઉપવાસ પર છે અને સમગ્ર ગુજરાતના ખેડૂતો લોકશાહી ઢબે લડત લડી રહ્યા છે.…
હવે વાલીઓએ આપવો પડશે સાથ ! CBSE નો નવો નિયમ, ૨૦૨૬-૨૭ માટે નવું પેરેન્ટિંગ કેલેન્ડર લોન્ચ નવા કેલેન્ડરમાં એવી ઘણી બધી એક્ટિવિટી સામેલ કરવામાં આવી છે, જેમાં વાલીઓએ પોતે ઉત્સાહપૂર્વક ભાગ લેવો પડશે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવા શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭ માટે ‘પેરેન્ટિંગ કેલેન્ડર’ લોન્ચ કરવામાં આવ્યું છે. આ નવી પહેલનો મુખ્ય હેતુ બાળકોને માત્ર ભણતર પૂરતા સીમિત રાખવાનો નથી, પરંતુ તેમનો માનસિક, સામાજિક અને ભાવનાત્મક વિકાસ પણ મજબૂત કરવાનો છે. બોર્ડનું માનવું છે કે જ્યારે શાળા અને પરિવાર બંને સાથે મળીને બાળકો માટે કામ કરશે, ત્યારે તેમનો આત્મવિશ્વાસ વધશે અને શીખવાની ક્ષમતા પણ વધુ સારી બનશે.સીબીએસઈના જણાવ્યા મુજબ,…
બાંગ્લાદેશી યુવકે ગુગલની ૯ કરોડના પેકેજની નોકરી ઠુકરાવી એઆઈના કારણે છટણીના સમાચારો વચ્ચે એક અજબ કિસ્સો બાંગ્લાદેશના યૂસુફ ઈમરાને સોફ્ટવેર એન્જિનિયર ન હોવા છતાં ગૂગલના અનુભવથી એઆઈ સ્ટાર્ટઅપ શરૂ કર્યું બાંગ્લાદેશમાંથી અમેરિકા સ્થાઈ થયેલા યૂસુફ ઈમરાને વર્ષાે સુધી સેલ્સની નોકરી કરી હતી. એ પછી ૨૦૨૦માં તે ગૂગલમાં જાેડાયો હતો. ગૂગલમાં તે કંપનીઓને ગૂગલના એઆઈ ટૂલ્સ વેચવાનું અને એ કંપનીઓને ટેકનિકલ મદદ કરવાનું કામ કરતો હતો. એ જ અરસામાં તેને એઆઈમાં રસ પડયો હતો. હવે તે ઊંચા પગારની નોકરી મૂકીને પોતે જ એઆઈ સ્ટાર્ટઅપનો માલિક બની ગયો છે.યૂસુફ ઈમરાન બાંગ્લાદેશના રેફ્યૂજી પરિવારમાંથી આવે છે. તે પાંચ વર્ષનો હતો ત્યારે તેનો પરિવાર…
સેટ પર ગયેલાં કન્ટેન્ટ ક્રિયેટર્સે વટાણા વેરી દીધા ફ્રી પબ્લિસિટી માટે રામાયણના નબળાં વીએફએક્સ શોટ રીલિઝ કરાયાં લોકો ટીકા કરે અને તેથી પબ્લિસિટી મળે તેવો હેતુ, જાેકે, બાદમાં કોમેન્ટ ડિલીટ કરવામાં આવ્યો હતો નિતેશ તિવારીની ‘રામાયણ’ના સેટની મુલાકાત લેનાર એક કન્ટેન્ટ ક્રિયેટરે દાવો કર્યાે હતો કે ફિલ્મના પ્રથમ ટીઝરમાં રામનું નબફ્રું વર્ઝન ઓનલાઇન ચર્ચા છેડવા માટે ઇરાદાપૂર્વક મુકવામાં આવ્યું છે.કન્ટેન્ટ ક્રિયેટરે દાવો કર્યાે હતો કે તેણે આ અઠવાડિયે ફિલ્મના સેટ પર યોજાયેલાં ક્રિયેટર્સ ડેમાં ભાગ લઇ વીએફએક્સ આર્ટીસ્ટ સાથે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે ટીઝરમાં દર્શાવવામાં આવેલાં સીનના સારા વર્ઝન મોજૂદ છે. આમ છતાં તેમણે ઇરાદાપૂર્વક પુરાં ન…
ફિલ્મની પ્રી-પ્રોડક્શન પ્રક્રિયા હાલ ઓસ્ટ્રેલિયામાં ચાલી રહી છે રણવીર સિંહની ‘પ્રલય’નું શૂટિંગ ઓસ્ટ્રેલિયામાં થશે ‘પ્રલય’ની વાર્તા વિનાશગ્રસ્ત મુંબઈમાં ફેલાયેલા ઝોમ્બી સંકટની વચ્ચે જીવ બચાવવા માટે સંઘર્ષ કરતા એક પરિણીત દંપતીની આસપાસ ફરે છે રણવીર સિંહની ફિલ્મ ‘પ્રલય’ અંગે તાજેતરના અહેવાલો મુજબ ફિલ્મનું શૂટિંગ હવે ઓગસ્ટને બદલે સપ્ટેમ્બર ૨૦૨૬થી શરૂ થશે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ઓસ્ટ્રેલિયામાં થવાનું છે, જ્યાં હાલમાં પ્રી-પ્રોડક્શનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.જય મહેતાના ર્નિદેશનમાં બની રહેલી ‘પ્રલય’ રણવીર સિંહના કારકિર્દીની સૌથી મહત્ત્વાકાંક્ષી ફિલ્મોમાંની એક માનવામાં આવી રહી છે. ફિલ્મમાં દર્શકોને પોસ્ટ-એપોકેલિપ્ટિક ઝોમ્બી થ્રિલરની અનોખી દુનિયા જાેવા મળશે, જે વિનાશગ્રસ્ત મુંબઈનાં બેકગ્રાઉન્ડ પર આધારિત હશે.અહેવાલો અનુસાર, રણવીર સિંહે આ…
રાજકુમાર રાવની બાયોપિક સફરની શરૂઆત ‘શાહિદ’ ફિલ્મથી થઈ હતી અભિનેતા રાજકુમાર રાવ બન્યો બોલિવૂડનો બાયોપિક સ્પેશિયાલિસ્ટ આગામી ફિલ્મો ‘દાદા’ અને ‘પ્રહાર’ સાથે તે બોલિવૂડનો એવો પહેલો એક્ટર બનવા જઈ રહ્યો છે, જેણે પડદા પર સાત વાસ્તવિક વ્યક્તિત્વોને જીવંત કર્યા છે બોલિવૂડમાં પોતાની વર્સેટાઇલ એક્ટિંગ માટે જાણીતા રાજકુમાર રાવે હવે વધુ એક અનોખી સિદ્ધિ પોતાના નામે કરી છે. આગામી ફિલ્મો ‘દાદા’ અને ‘પ્રહાર’ સાથે તે બોલિવૂડનો એવો પહેલો એક્ટર બનવા જઈ રહ્યો છે, જેણે પડદા પર સાત વાસ્તવિક વ્યક્તિત્વોને જીવંત કર્યા છે. ‘દાદા’માં તે ભારતીય ક્રિકેટના દિગ્ગજ સૌરવ ગાંગુલીની ભૂમિકા ભજવશે, જ્યારે ‘પ્રહાર’માં જાણીતા સરકારી વકીલ ઉજ્જ્વલ નિકમનું પાત્ર નિભાવી રહ્યો…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


