- 7 વર્ષ બાદ ભારત-ચીન નજીક આવ્યા, PM મોદી-શી જિનપિંગ વચ્ચે 7 મુદ્દાઓ પર મોટી સહમતિ
- ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 3-0થી હરાવ્યું, બાબર આઝમે કહ્યું- ટીમમાં ભૂલો સુધારવા ચર્ચા જરૂરી
- મોદીના બાળપણના મિત્રની જમીન પર કબજાનો આરોપ, CBI તપાસની માગ સાથે PM મોદીને મળ્યા
- BRICS સમિટમાં મોદીનો સંદેશ: કોઈની વિરુદ્ધ નહીં, વૈશ્વિક શાસનમાં સુધારા અને સરહદે શાંતિ જરૂરી
- 18મું BRICS સંમેલન પૂર્ણ: PM મોદીએ કહ્યું- હવે દુનિયાને વિચાર નહીં, ઠોસ પરિણામોની આશા
- કેજરીવાલની મોટી જાહેરાત: ગોવામાં ‘ગોવા ફર્સ્ટ’ ગઠબંધન ભાજપ-કોંગ્રેસનો મજબૂત વિકલ્પ
- હેમંત ખવાએ સરકારને ઘેરી: સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય આપવાની માંગ
- Railway Board Chairman Satish Kumar visited DFCCIL and emphasized safety and technology.
Author: garvigujrat
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. અમેરિકા-ઇઝરાયેલે ઈરાન સાથે કરેલા યુદ્ધને કારણે છેલ્લા ઘણા સમયથી આપણા દેશની અર્થવ્યવસ્થા સુસ્ત થઈ ગઈ છે. અને એમાં વધુ મંદ પડી ગઈ છે ત્યારે તાકીદે આનો ઈલાજ કરવામાં નહીં આવે તો હાલ જે રીતે મોંઘવારીએ તો ફાટીને ધુમાડે ગઈ જ છે પરંતુ બીજી પણ અનેક સમસ્યાઓ સર્જાશે. બીજું પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને લગતી અનિશ્ચિતતા વચ્ચે ભારતીય અર્થતંત્ર ફરીથી ગતિ પકડે તેવી હાલ કોઈ તાત્કાલિક શક્યતા દેખાતી નથી. મુખ્ય ઉદ્યોગોના વિકાસ દરમાં ઘટાડો અને આવશ્યક ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થવા સાથે દેશમાં ઉત્પાદન પ્રવૃત્તિની ગતિ પણ ધીમી પડી છે. વધુમાં નવા બિઝનેસ ઓર્ડર અને આંતરરાષ્ટ્રીય વેચાણમાં…
(છનલાલ મેવાડા ધ્વારા) સુરત. આજના હડહડતા કળીયુગમાં જ્યાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે ભારતના જ એક રાજ્યમાં આજે પણ "રામરાજ્ય" જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ઉત્તર પૂર્વ ભારતના અતિ સુંદર રાજ્ય નાગાલેન્ડમાં લોકો એટલી હદ સુધી પ્રામાણિક છે કે ત્યાંની સ્થાનિક દુકાનોમાં કોઈ ચોકીદાર કે દુકાનદારની જરૂર પડતી નથી. ગ્રાહકો પોતે દુકાનમાં આવે છે અને પોતાની જરૂરિયાતનો સામાન ખરીદે છે અને પ્રામાણિકતાથી એના પૈસા કેશ બોક્સમાં અથવા ઓનલાઇન સ્કેનર દ્વારા ચૂકવીને ચાલ્યા જાય છે. નાગાલેન્ડમાં નાના ગામડાઓ અને કેટલાક શહેરોમાં આ વ્યવસ્થા ખૂબ જ સામાન્ય છે. અહીં દિવસભર દુકાનો ખુલ્લી રહે છે અને એના…
આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ આવતીકાલે આયોજિત સામૂહિક ઉપવાસના કાર્યક્રમ મુદ્દે પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતોના ખેતરોમાં નાંખવામાં આવતા થાંભલાના મુદ્દે સહિત અનેક સમસ્યાઓ મુદ્દે ગુજરાતના ખેડૂતો ઘણા લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોને આંશિક રાહત થાય એ રીતની ગઈકાલે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી. પરંતુ ખેડૂતોની જે માંગણીઓ છે અને જમીનના ભાવ ઘટી જવાના પ્રશ્નો છે અને વીજપોલ આવવાથી જે અન્ય પ્રશ્નો ઉભા થશે એના માટે ખેડૂતોની લડત હજુ ચાલુ છે. વધુમાં ધારાસભ્ય હેમંત ખોવાએ જણાવ્યું હતું કે, ખેડૂતોની આ લડતને અનુલક્ષીને 5 જુલાઈ 2026 અને રવિવારના રોજ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે…
આમ આદમી પાર્ટીના નેતા અને ખેડૂત આગેવાન રમેશ મેરે વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, આજે ખેડૂતોની લડત રંગ લાવી, ખેડૂત એકતા ઝિંદાબાદ! આજે સરકારે કંઈક ને કંઈક વિચારવું પડ્યું, સરકાર વિચારવા માટે મજબૂર બની ગઈ. એટલા માટે મજબૂર બની, દર વર્ષે થાંભલાના ખાડા ખોદાતા હતા, પણ ખેડૂતોમાં એકતા ન હતી, ખેડૂત આંદોલન નહોતું. એટલે સરકાર, કંપનીઓ અને સરકારમાં બેઠેલા લોકો કંપનીઓ સાથે વાટાઘાટો કરી ખેડૂતોને લૂંટવાનું કામ કરતા હતા. પરંતુ આજે જ્યારે ખેડૂતો એક થયા, ખેડૂત નીડર અને લીડર બન્યા, ત્યારે આજે ખેડૂતોના નામે સરકારને જાહેરાત કરવી પડી છે. તેમણે આગળ જણાવ્યું કે, મારે મન તો આ જાહેરાત માત્ર એક…
સભ્યતા માટે મળ્યું આમંત્રણ ઓસ્કાર મતદાન પેનલમાં ફરાહ ખાનનો સમાવેશ ત્રણ દાયકાથી વધુ સમયથી ફરાહ ખાન હિન્દી ફિલ્મ ઉદ્યોગની અગ્રણી કોરિયોગ્રાફર તરીકે કાર્યરત છે બોલિવૂડની જાણીતી ફિલ્મ નિર્માતા અને કોરિયોગ્રાફર ફરાહ ખાને પોતાની કારકિર્દીમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. એકેડેમી ઑફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિસ દ્વારા તેને પ્રતિષ્ઠિત સભ્યપદ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સાથે હવે ફરાહ ખાનને વિશ્વપ્રસિદ્ધ ઓસ્કાર એવોર્ડ્સમાં મતદાન કરવાનો અધિકાર મળશે.આ માહિતી કોરિયોગ્રાફર્સ ગિલ્ડે પોતાનાં ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કરી હતી. ફરાહ ખાન ઉપરાંત આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કોરિયોગ્રાફર્સ ક્રિસ્ટોફર સ્કોટ, માર્ગ્યુરાઇટ ડેરિક્સ અને જમાલ સિમ્સને પણ કોરિયોગ્રાફી વિભાગના નવા સભ્યો તરીકે આવકારવામાં…
ચિત્રાંગદા સિંહ હવે ‘માતૃભૂમિ’ સહિત અનેક મોટા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત, સલમાન ખાન સાથે કરશે સ્ક્રીન શેર
ચિત્રાંગદા હવે માતૃભૂમિ સહિત અનેક મોટા પ્રોજેક્ટ્સમાં જાેવા મળશે ચિત્રાંગદા પસંદગીની ફિલ્મો સાથે નવા વ્યસ્ત તબક્કામાં માતૃભૂમિ અને સલમાન ખાન સાથેનો અન્ય પ્રોજેક્ટ તેના માટે આગામી સમયના સૌથી મહત્વના પડાવ બની બોલિવૂડ એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહ વર્ષાેથી પોતાની અલગ ઓળખ બનાવતી ફિલ્મો માટે જાણીતી રહી છે. વધુ ફિલ્મો કરવાની દોડમાં સામેલ થવાને બદલે તે હંમેશા એવી ફિલ્મો પસંદ કરે છે, જેમાં મજબુત વાર્તા અને અર્થપૂર્ણ પાત્ર હોય. હવે તે પોતાના આગામી મહત્વાકાંક્ષી ફિલ્મ ‘માતૃભૂમિ’ને લઈને ચર્ચામાં છે, જેમાં તે સલમાન ખાન સાથે સ્ક્રીન શેર કરતી જાેવા મળશે.ચિત્રાંગદાએ અત્યાર સુધી હઝારોં ખ્વાહિશેં ઐસી, યે સાલી જિંદગી, બોબ બિસ્વાસ અને રાત અકેલી હૈ:…
રામ મંદિર દાન ચોરી મામલે એલાન અયોધ્યા જઈને કેસ કરીશ, દિગ્વિજય સિંહનું એલાન મહિલા કોંગ્રેસના પ્રદર્શન દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે રામ મંદિરના દાનમાં ચોરીનો આરોપ લગાવ્યો મહિલા કોંગ્રેસના ધરણા પ્રદર્શનમાં સામેલ થયેલા પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે રામ મંદિર આંદોલન અને દાન મુદ્દે ભાજપ અને આરએસએસ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, “હનુમાન ગઢી અને ગોરખનાથ મઠે રામ મંદિરની લડાઈ લડી હતી. ન તો ત્યારે ત્યાં RSS હતું અને ન તો ત્યારે ત્યાં BJP પાર્ટી હતી. ભગવાન રામ પ્રત્યે તેમનો પ્રેમ ત્યારે જાગ્યો જ્યારે તેમના માત્ર ૨ સાંસદો બચ્યા હતા.” તેમણે આગળ કહ્યું કે, “આ લોકો ધર્મને વેચીને પોતાની કમાણી કરે…
ધ્રુવ રાઠીના ફૈંડ્ઢઈર્ં અંગે દિલ્હી હાઇકોર્ટનું કડક વલણ લાગણી દુભાવતા કન્ટેન્ટ નહીં ચલાવી લેવાય…‘ વિવાદાસ્પદ વીડિયો મામલે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રની ગ્રીવન્સ એપેલેટ કમિટી ને ૧૫ દિવસમાં ર્નિણય લેવા આદેશ આપ્યો યુટ્યુબર ધ્રુવ રાઠીના એક વિવાદાસ્પદ વીડિયોને લઈને દિલ્હી હાઇકોર્ટે મોટો આદેશ જાહેર કર્યો છે. અદાલતે કેન્દ્ર સરકારની ગ્રીવન્સ એપેલેટ કમિટી(GAC – ફરિયાદ અપીલીય સમિતિ)ને નિર્દેશ આપ્યો છે કે તેઓ આ વીડિયોને પ્લેટફોર્મ પરથી હટાવવાની માંગ કરતી અપીલ પર આગામી ૧૫ દિવસની અંદર પોતાનો આખરી ર્નિણય સંભળાવે. જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની બેન્ચે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે કોર્ટના આ આદેશની કોઈપણ પ્રકારની અવગણનાને ગંભીરતાથી લેવામાં આવશે. આ સમગ્ર વિવાદ ધ્રુવ રાઠી…
ગુજરાતમાં આતંકી નેટવર્કની કોશિશ નિષ્ફળ ATS ના હાથે જૈશ-એ-મોહમ્મદના આઠ આતંકવાદીઓ ઝડપાઈ ગયા ગુજરાત અને મધ્યપ્રદેશના અલગ-અલગ જિલ્લાઓમાંથી આ આતંકીઓ ઝડપાયા : આરોપીઓ પોતાનું સક્રિય નેટવર્ક ઊભું કરવાનું કામ કરી રહ્યા હતા ગુજરાત ATS ને એક સૌથી મોટી સફળતા મેળવી છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા ૮ ખતરનાક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા કરવામાં આવેલી આ સંયુક્ત કાર્યવાહીમાં ગુજરાત અને મધ્યપ્રદેશના અલગ-અલગ જિલ્લાઓમાંથી આ આતંકીઓને દબોચી લેવામાં આવ્યા છે. ગુજરાતમાં જૈશ-એ મોહમ્મદનું નેટવર્ક સક્રિય કરવા માટે આતંકવાદીઓ કામગીરી કરી રહ્યા હતાં. ગુજરાત એટીએસ દ્વારા પૂછપરછ દરમિયાન જૈશ-એ મોહમ્મદનું નેટવર્ક સક્રિય કરવા માટે…
સેમસનની ફ્લોપ ઈનિંગ્સ બાદ વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી પર દિનેશ કાર્તિકે આપ્યું મોટું નિવેદન ‘વૈભવ ખૂબ જ પ્રતિભાશાળી ખેલાડી છે અને ભવિષ્યમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સારું રમશે : દિનેશ કાર્તિક ઈંગ્લેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં સંજૂ સેમસન ફરી સસ્તામાં આઉટ થતાં તેની નબળી ફોર્મ પર સવાલો ઊભા થયા છે. તે સતત ત્રણ ઈનિંગ્સમાં નિષ્ફળ રહ્યો હોવાથી, હવે ૧૫ વર્ષના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને પ્લેઈંગ-૧૧માં સામેલ કરવાની માંગ તેજ બની છે. જાેકે, પૂર્વ ક્રિકેટર દિનેશ કાર્તિકનું માનવું છે કે, ટીમ ઈન્ડિયાએ ઉતાવળ ન કરવી જાેઈએ.દિનેશ કાર્તિકે ‘ક્રિકબઝ’ પર જણાવ્યું કે, ‘સંજૂ સેમસન સતત ત્રણ મેચમાં નિષ્ફળ ગયો હોવાથી વૈભવ સૂર્યવંશીને રમાડવાની માંગ યોગ્ય…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


