- સંત શ્રી મોરીયા ગોસાવીનું પાવન જીવનચરિત્ર: ‘ગણપતિ બાપ્પા મોરિયા’ જયઘોષનો દિવ્ય ઇતિહાસ
- Bella promo code steps and methods
- Bella No Deposit Bonus: Account Verification Guide for UK Players
- Bella legit: How to verify your account and stay safe in the UK
- Bella promo code steps and methods for UK players
- Bella online registration steps: How UK players join Bella Casino
- મક્કા ડ્રોન હુમલાના દાવા પર સાઉદી અરેબિયા કડક, પાકિસ્તાનની પ્રતિક્રિયા
- હાવડામાં ગણેશજી અને PM મોદીની ‘ચાય પે ચર્ચા’ થીમ સામે વિવાદ
Author: garvigujrat
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. હાલમાં ચૈત્ર પવિત્ર માસમાં નવી ગાડીઓની કરાતી ખરીદી જેમાં મોટાભાગે ટુવ્હીલર જેવા વાહનોની મધ્યમ વર્ગ ધ્વારા ખરીદી કરાતી હોય છે. ત્યારે સુરત RTO ધ્વારા મલ્ટીપર્પઝ (દરેક કંપનીના ટુવ્હીલરો) વાહનોને શો રૂમોમાં નહીં રાખવા અંગેના દાદાગીરી અને મનમાનીવાળા નિર્ણયથી શહેર અને જિલ્લાના સબ ડીલરોમાં ફેલાયેલા આક્રોશ અને અસંતોષની લાગણી પરવર્તી રહી છે. કારણકે ચૈત્ર માસ જેવા પવિત્ર નવરાત્રીમાં જ્યારે ગ્રાહકોની ડિમાન્ડ નીકળી છે અને ફોર વ્હીલરો સાથે ટુ વ્હીલરોની પણ ખરીદી શરૂ થઈ છે ત્યારે RTO ના દાદાગીરી અને મનમાનીવાળા નિર્ણયના કારણે ગ્રાહકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણકે શો રૂમોમા રાખવામા આવતા વાહનો ખરેખર…
ગ્રાહકોની જરૂરિયાત પૂરી કરવા જ્યાંથી મળે ત્યાંથી ખરીદવાનો પ્રયાસ રશિયા સહિત દરેક વિકલ્પથી LPG મેળવવા ભારત તૈયાર: સરકાર ઇરાન સામે અમેરિકા અને ઇઝરાયેલના યુદ્ધને કારણે મધ્યપૂર્વમાં તંગદિલીમાં વધારો થયો છે ત્યારે ભારતે આ હિલચાલ કરી છે મધ્યપૂર્વમાં સંઘર્ષની વચ્ચે ભારત ઊર્જા પુરવઠા માટે વિકલ્પો વધારવા LPG જ્યાંથી મળે ત્યાંથી ખરીદવાનો પ્રયાસ કરી રહ્યું છે. જાે રશિયામાંથી ગેસ ઉપલબ્ધ બનશે તો ત્યાંથી પણ ખરીદી કરાશે, એમ ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ રણધીર જયસ્વાલે ગુરુવારે જણાવ્યું હતું. તેમણે પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે ગ્રાહકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકાર રશિયા પાસેથી LPG ખરીદવા પણ તૈયાર છે. અમે દરેક જગ્યાએથી, જ્યાં પણ ઉપલબ્ધ હોય…
ઇઝરાયેલમાં લાખો લોકો આશ્રયસ્થાનોમાં જવા મજબૂર અમેરિકાએ $ ૨૦૦ અબજની માગ કરતાં યુદ્ધ લાંબુ ખેંચાવાનાં એંધાણ ઈઝરાયેલ, કતાર, યુએઇ, કુવૈત અને અબુધાબી જેવા દેશોમાં ઓઈલ મથકો પર ઈરાનના હુમલાથી ભારે નુકસાન ઇરાને ઇઝરાયેલ અને અખાતની ફરતે આવેલી ઓઇલ અને કુદરતી ગેસ ફેસિલિટીઝ પર હુમલા વધુ આકરા બનાવ્યા છે. જેનાથી વૈશ્વિક અર્થતંત્રને વધુ આઘાતજનક આંચકા મળી રહ્યા છે. બીજી બાજુ ઇઝરાયેલના ઇરાનના સાઉથ પાર્સ સહિતના ઓઇલ ભંડાર પર હુમલા પછી ઇરાને વળતો હુમલો કર્યાે છે. તેણે કતાર સહિત અમેરિકા તરફી દેશોની ઓઇલ ફેસિલિટીઝને નિશાન બનાવતાં ક્રૂડના ભાવમાં ભડકો થયો છે. બીજી બાજુ, અમેરિકાએ ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષ માટે ૨૦૦ અબજ…
૮ મેથી નવી પોલિસી લાગુ ઈન્સ્ટામાંથી એનક્રિપ્શન હટતાં ૩૦૦ કરોડ યુઝર્સની પ્રાઈવસી જાેખમમાં અત્યાર સુધી ઈન્સ્ટાગ્રામ મેસેજમાં જે વાતચીત થતી હતી એ મોકલનાર અને મેળવનાર બે જ યુઝર્સ વાંચી શકતા હતા. મેટા કંપનીએ ઈન્સ્ટાગ્રામના નવા અપડેટમાંથી એન્ડ ટુ એન્ડ એનક્રિપ્શન હટાવી દેવાની જાહેરાત કરી છે. તેના કારણે દુનિયાના કરોડો યુઝર્સ પર પ્રાઈવસનો ખતરો મંડરાયો છે. અત્યાર સુધી ઈન્સ્ટાગ્રામ મેસેજમાં જે વાતચીત થતી હતી એ મોકલનાર અને મેળવનાર બે જ યુઝર્સ વાંચી શકતા હતા. હવે આ ચિત્ર સદંતર બદલાઈ જશે. યુઝર્સના ડેટા મેળવીને પોતાની એઆઈ ટેકનોલોજી વધારે બહેતર બનાવવા માટે પગલું ભરાયું હોવાની શક્યતા છે.એઆઈ સિસ્ટમનો મુખ્ય આધાર ડેટા છે. એઆઈ…
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અંગે લેવાયો મોટો ર્નિણય ઓઇલ સંકટ વચ્ચે ૬ દેશો ઈરાન વિરુદ્ધ એકજૂટ થયાં ઈરાન દ્વારા કતર અને સાઉદી અરેબિયાના ઉર્જા પ્લાન્ટ્સ પર કરવામાં આવેલા હુમલાથી આખું વિશ્વ હચમચી ગયું. વિશ્વના ઉર્જા બજાર પર ઈરાને કરેલા હુમલા બાદ હવે પશ્ચિમી દેશો અને જાપાને આક્રમક વલણ અપનાવ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા સેંકડો જહાજાેને સુરક્ષિત બહાર કાઢવા અને વૈશ્વિક સપ્લાય ચેઈનને પુન:સ્થાપિત કરવા માટે ૬ દેશોએ સૈન્ય અને કૂટનીતિક મોરચો ખોલ્યો છે.મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ‘તેલ યુદ્ધ’ વચ્ચે વિશ્વની અર્થવ્યવસ્થાને બચાવવા માટે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. બ્રિટન, ળાન્સ, જર્મની, ઈટાલી, નેધરલેન્ડ અને જાપાને સંયુક્ત રીતે ઈરાની હુમલાઓની આકરી…
૨૦ વરસ સુધી શૃતે એનિમેશનનો ડાયરેકટર રહ્યો હતો ડોરેમોન કાર્ટૂનના દિગ્દર્શક સુતોમૂનું ૮૪ વરસની વયે નિધન ૨૦૧૨માં જાપાનના કલ્ચરલ અફેયર્સ એજન્સીએ તેમને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. બાળકોની લોકપ્રિય એનિમેશન સીરીઝ ડોરેમોન કાર્ટૂનના દિગ્દર્શક શિબાયામા સુતોમૂનું ફેંફસાના કેન્સરના કારણે ૮૪ વરસની વયે નિધન થઇ ગયું છે. ૨૦ વરસ સુધી તે આ સીરીઝ સુધી જાેડાયેલા હતા. તેમના નિધનના સમાચાર અજિયા-ડો એનિમેશ વર્કને ૧૭ માર્ચના ઘોષણા કરી હતી કે, તેમનું નિધન ૬ માર્ચના રોજ થઇ ગયું હતું.તેઓ જાપાનમાં ફાધર ઓફ નેશનલ એનિમેશન તરીકે જાણીતા હતા. તેમણે ૧૯૭૯માં ડોરેમોન સીરીઝનુ ંદિગ્દર્શનની શરૂઆત કરી હતી. આ ઉપરાંત તેમણે આ જ ળેન્ચાઇઝ પરઆધીરિત…
વિવેક દહિયા અને દિવ્યાંકા ત્રિપાઠીએ હંમેશા સાબિત કર્યું છે દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાએ ૧૦ વર્ષ પછી પ્રેગનન્સી અનાઉન્સ કરી ટેલિવિઝનના સૌથી લોકપ્રિય દંપતી, દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાને ત્યાં આ વર્ષે જૂનમાં તેમના પ્રથમ સંતાનનું અવતરણ થવાનું છે. લગ્નનાં એક દાયકા પછી, ટીવી સ્ટાર દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા આ વર્ષે જૂનમાં તેમના પ્રથમ સંતાનનાં આવવાની રાહ જાેઈ રહ્યાં છે.ટેલિવિઝનના સૌથી લોકપ્રિય દંપતી, દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાને ત્યાં આ વર્ષે જૂનમાં તેમના પ્રથમ સંતાનનું અવતરણ થવાનું છે. આ સમાચારને જાહેર કરતાં, બંનેએ તેમનાં મેટરનિટી શૂટની સુંદર તસવીરો શેર કરી છે.વિવેક દહિયા અને દિવ્યાંકા ત્રિપાઠીએ હંમેશા સાબિત કર્યું છે…
બીજી ફિલ્મ યે પ્રેમ મોલ લિયાનું નામ પણ બદલાઈ શકે છે સલમાનની ‘માતૃભૂમિ’ બાદ હવે આયુષ્માનની ફિલ્મનું નામ બદલાયું શર્વરીની સૂરજ બરજાત્યા સાથેની ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’નું નામ બદલીને ‘યે પ્રેમ મોહ માયા હૈ’ થઈ શકે છે થોડા દિવસ પહેલાં જ જ્યારે સલમાન ખાનની બહુ ફિલ્મ બેટલ ઓફ ગલવાનનું નામ બદલીને માતૃભૂમિ રાખવામાં આવ્યું ત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ચાહકોને આશ્ચર્ય થયું હતું. હવે ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, સૂરજ બરજાત્યાના ર્નિદેશન હેઠળ બની રહેલી બીજી ફિલ્મ યે પ્રેમ મોલ લિયાનું નામ પણ બદલાઈ શકે છે.આ અંગે એક સુત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, “ફિલ્મનું નામ બદલીને યે પ્રેમ મોહ માયા…
ડર અને કોમેડીનું અનોખું મિશ્રણ જાેવા મળશે. વામિકાએ ‘ભૂત બંગલા’માં બૉડી ડબલ વગર હાઈ-રિસ્ક ટ્રેન સ્ટન્ટ કર્યાે પ્રિયદર્શન દ્વારા ર્નિદેશિત અને અક્ષય કુમાર, શોભા કપૂર અને એકતા આર કપૂર દ્વારા નિર્મિત ભૂત બંગલા ૧૦ એપ્રિલ ૨૦૨૬ના રોજ થિએટર્સમાં રિલીઝ થવાની છે. જ્યારથી ભૂત બંગલાનું ટીઝર ઑનલાઇન લોંચ થયું ત્યારથી ફિલ્મ પ્રત્યે દર્શકોમાં ઉત્સાહ સતત વધતો રહ્યો છે, આ ફિલ્મ ૧૪ વર્ષ બાદ અક્ષય કુમાર અને ર્નિદેશક પ્રિયદર્શનની ફરી જાેડી ફરી એક સાથે આવી છે. જેમાં ડર અને કોમેડીનું અનોખું મિશ્રણ જાેવા મળશે.હાલમાં ચાલી રહેલા શૂટિંગ દરમિયાન, ફિલ્મનાં એક ગીતનાં શૂટમાંથી બૅકગ્રાઉન્ડ સીનમાંથી એક ક્ષણ ખાસ ધ્યાન ખેંચી રહી છે. પ્રોડક્શન…
ચૈત્ર મહિનામાં ચોમાસાનો માહોલ જાેવા મળ્યો અમદાવાદમાં ભારે પવન ફૂંકાતા રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડી અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬ વૃક્ષો ધરાશાયી થયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સહિત વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. ચૈત્ર મહિનામાં ચોમાસાનો માહોલ જાેવા મળ્યો છે. ભારે વરસાદ થવાને કારણે ખેડૂતોના તૈયાર થઈ રહેલા પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર , ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. અમદાવાદ શહેરમાં ભારે પવન ફૂંકાયો છે અને…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


