Author: garvigujrat

કચ્છ-ભૂજ અને આસપાસના વિસ્તારોમાં હવામાનમાં ઉથલપાથલ કચ્છના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છમાં રાત્રે ભારે પવન સાથે ઝરમર વરસાદ નોંધાયો, જેના કારણે ભૂજ, નખત્રાણા, અબડાસા અને લખપત સહિતના વિસ્તારોમાં માવઠાની અસર જાેવા મળી છે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ગુજરાતમાં આજે અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ભચાઉ, રાપર, સામખીયારી અને બાલાસર જેવા વિસ્તારોમાં વાતાવરણમાં મોટી બદલાવ આવી, પવનની ઝડપ વધતાં અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો અને લોકોએ મુશ્કેલી અનુભવવી પડી. કેટલીક જગ્યાએ વૃક્ષો પડ્યા અને ધૂળની ડમરીઓ પણ જાેવા મળી હતી. આ મીની વાવાઝોડું માત્ર એક જ વિસ્તારમાં મર્યાદિત ન રહી, પૂર્વ અને…

Read More

જાગૃત નાગરિકો અને સ્થાનિક લોકો જાતે જ મેદાને ઉતર્યા અમદાવાદના હેલ્મેટ સર્કલ પાસે મહાકાય વૃક્ષ ધરાશાયું રસ્તો બંધ હોવાને કારણે એમ્બ્યુલન્સ અને અન્ય વાહનોની લાંબી કતારો લાગી હતી અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા હેલ્મેટ સર્કલ પાસે બ્રિજના છેડે અચાનક એક વિશાળકાય વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ભરચક ટ્રાફિક ધરાવતા આ મુખ્ય રસ્તા પર વૃક્ષ પડતા જ વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો હતો, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે વૃક્ષ ધરાશાયી થયા બાદ લાંબા સમય સુધી તંત્રના કોઈ અધિકારી કે કર્મચારી ઘટના સ્થળે પહોંચી શક્યા ન હતા. રસ્તો બંધ હોવાને…

Read More

હજુ તો અમે વેર વાળ્યું જ નથી : ઈરાન ઓઈલ-ગેસ પ્લાન્ટ્સ પર હુમલા બાદ પણ ઈરાનની ખતરનાક ચેતવણી હવે પછીના નિશાના પર માત્ર દુશ્મન જ નહીં પરંતુ તેમને સાથ આપનારા સાથી દેશોના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર હશે ઈરાને સ્પષ્ટ કહ્યું છે કે, ઈઝરાયલ દ્વારા તેમના ગેસ ફિલ્ડ પર કરવામાં આવેલા હુમલાનો બદલો હજુ પૂરો થયો નથી. જાે દુશ્મન દેશો ફરીથી ભૂલ કરશે તો ઈરાન તેનાથી પણ વધુ જાેરદાર જવાબી કાર્યવાહી કરશે. ઈરાને ચેતવણી આપી છે કે, હવે પછીના નિશાના પર માત્ર દુશ્મન જ નહીં પરંતુ તેમને સાથ આપનારા સાથી દેશોના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ હશે અને આ હુમલાઓ ત્યાં સુધી નહીં અટકે જ્યાં…

Read More

સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ ઉમટ્યા ‘નર્મદે હર’ના જયઘોષ સાથે નર્મદા પરિક્રમાનો ભવ્ય પ્રારંભ પ્રથમ દિવસે ૧૦ હજાર કરતાં વધુ પરિક્રમાર્થીઓ ઉમટ્યાં પુણ્ય સલિલા મા નર્મદાના પાવન તટ પર ચૈત્ર માસમાં થતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાની આજે(૧૯ માર્ચ, ૨૦૨૬) વિધિવત શરૂઆત કરવામાં આવી છે. આ પ્રસંગે સાધુ-સંતો, ભાવિકો-પરિક્રમાર્થીઓએ પ્રાત:કાળે મા રેવાના દર્શન અને પુષ્પાર્પણ કરી નર્મદે હરના જય ઘોષ સાથે પરિક્રમાનો પ્રારંભ કર્યો છે. નર્મદામાં ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનું વિશેષ મહત્ત્વ છે, ત્યારે વૃદ્ધો, બાળકો, મહિલાઓ સહિત શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને અલૌકિક આધ્યાત્મિક યાત્રાનો અનુભવ કર્યો છે. ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે જ ૧૦ હજાર કરતાં વધુ પરિક્રમાર્થીઓ ઉમટી પડ્યાં છે. કીડી-મકોડી ઘાટ ખાતે…

Read More

ઈરાન યુદ્ધ મુદ્દે પણ કોંગ્રેસમાં બે ફાંટા થરૂરે કહ્યું- ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના જ છે કેન્દ્ર સરકારના મૌન પર સોનિયા ગાંધીના પ્રહાર ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના હુમલા તથા સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદ ભારતનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ ગંભીર વૈશ્વિક પરિસ્થિતિમાં ભારત સરકારના મૌન પર કોંગ્રેસના જ બે દિગ્ગજ નેતાઓના મંતવ્યોમાં વિરોધાભાસ જાેવા મળ્યો છે. સોનિયા ગાંધીએ સરકારની ટીકા કરતાફ્ આ વલણને નૈતિક પતન ગણાવ્યું, જ્યારે સાંસદ શશી થરૂરે તેને એક જવાબદાર અને સુનિયોજિત કૂટનીતિ ગણાવી સરકારનો બચાવ કર્યો છે. સોનિયા ગાંધીએ એક લેખ દ્વારા સરકાર પર પ્રહાર કરતાફ્ જણાવ્યું હતું કે, ઈરાનની સંપ્રભુતાનું…

Read More

ક્યાંક પતરાં ઉડ્યાં તો ક્યાંક છત-દીવાલો ધરાશાયી પાકિસ્તાનમાં વાવાઝોડાએ તબાહી મચાવી; ૨૧ના મોત ભયાનક વાવાઝોડા અને વરસાદે ભારે વિનાશ વેર્યો છે પાકિસ્તાનમાં બુધવારે આવેલા ભયાનક વાવાઝોડા અને વરસાદે ભારે વિનાશ વેર્યો છે. પોલીસ અને રાહત અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં ઓછામાં ઓછા ૨૧ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. હવામાન વિભાગે જણાવ્યું કે, બુધવારે કેટલાક વિસ્તારોમાં ૯૭ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૌથી વધારે જીવલેણ ઘટના કરાચીના બાલ્ડિયા ટાઉન વિસ્તારમાં બની, જ્યાં એક દિવાલ ધરાશાયી થવાથી ૧૩ લોકોના મોત થયા છે. આ લોકો વરસાદથી બચવા માટે દિવાલ પાસે ઊભા હતા, પરંતુ…

Read More

ઈરાનના ડેપ્યુટી ચીફનું નિવેદન અમારા પર યુદ્ધ થોપવામાં આવ્યું છે, મિત્રો માટે હોર્મુઝ ખુલ્લું છે સીઝફાયર નહીં, હવે સીધું યુદ્ધ જ ખતમ થશે: જાવેદ હુસૈની ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર હુમલો કર્યા બાદ મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો છે. ઈરાન-ઈઝરાયેલ અને અમેરિકાનું યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. બુધવારે આ યુદ્ધને ૧૯ દિવસ પૂરા થયા છે. ઈરાનમાં જ્યાં ઈઝરાયેલ અને અમેરિકાની મિસાઈલ અને હથિયારો મોત વરસાવી રહ્યા છે. ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈના મોત થવા છતાં ઈરાન ઝૂકવાના મૂડમાં નથી, ભલે તેના અનેક મોટા નેતાઓ યુદ્ધમાં હોમાઈ ગયા હોય. ઈરાન સતત અમેરિકા અને ઈઝરાયેલના સહયોગીઓ પર મિસાઈલોથી હુમલાઓ કરી રહ્યું…

Read More

તણાવ ઘટાડવાની તાત્કાલિક જરૂરિયાત મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે મોદીની ત્રણ દેશોના વડા સાથે મંત્રણા મોદીએ ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાત કરી પશ્ચિમ એશિયામાં સતત વધી રહેલા તણાવની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ફોન પર વાતચીત કરી છે. આ વાતચીત અંગે પીએમ મોદીએ સોશિયલ મીડિયા હેન્ડલ પર માહિતી આપી છે. પીએમ મોદીએ આ પહેલા મલેશિયાના વડાપ્રધાન, કુવૈતના ક્રાઉન પ્રિન્સ સાથે પણ વાત કરી હતી. આ દરમિયાન પણ તેમણે પશ્ચિમ એશિયાના સંકટ પર ચર્ચા કરી હતી. પીએમ મોદીએ લખ્યું કે, મેં મારા મિત્ર, પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે પશ્ચિમ એશિયાની સ્થિતિ અને તણાવ ઘટાડવાની તાત્કાલિક જરૂરિયાત સાથે સંવાદ…

Read More

રેલવેના લાખો રનિંગ સ્ટાફ માટે ખુશીના સમાચાર રેલવેના રનિંગ સ્ટાફના કિલોમીટર એલાઉન્સમાં ૨૫%નો વધારો થયો રેલવે મંત્રાલયે આ વધારા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી આ વર્ષ ભારતીય રેલવેના લાખો રનિંગ સ્ટાફ માટે ખુશીની ભેટ લઈને આવ્યું છે. મોંઘવારી ભથ્થું (DA) ૫૦% સુધી પહોંચ્યા પછી રેલવે મંત્રાલયે હવે ‘કિલોમીટર એલાઉન્સ‘ (KMA)માં ૨૫%નો નોંધપાત્ર વધારો કરવા માટે લીલી ઝંડી આપી છે. જે રનિંગ સ્ટાફ માટે એક મહત્વપૂર્ણ ભથ્થું છે. ઓલ ઈન્ડિયા રેલવેમેન ફેડરેશન (AIRF)ના જનરલ સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રા અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ વચ્ચેની બેઠક બાદ આ ઐતિહાસિક ર્નિણય લેવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, રેલવે મંત્રાલયે આ વધારા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી…

Read More

અમદાવાદની રાજનીતિમાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યો છે, જ્યાં કોંગ્રેસને મોટો ઝટકો આપતાં દાણીલીમડાના સીટિંગ કોર્પોરેટર જમનાબેન વેગડા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેઓએ AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના હસ્તે ખેસ ધારણ કરીને પાર્ટીમાં સત્તાવાર પ્રવેશ કર્યો. ખાસ વાત એ છે કે જમનાબેન વેગડા માત્ર એકલા જ નહીં પરંતુ 50 જેટલા અલગ અલગ સમાજના આગેવાનો અને આશરે 400 કાર્યકર્તાઓ સાથે AAPમાં જોડાયા છે, જેને કારણે સ્થાનિક રાજકારણમાં AAPને મજબૂતાઈ મળી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આ જોડાણને AAP માટે મોટી રાજકીય સફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે. આ તકે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની સાથે સાથે મધ્યઝોન કાર્યકારી પ્રમુખ…

Read More