Author: garvigujrat

શિવમહાપુરાણ અનુસાર ભગવાન શ્રી ગણેશની દિવ્ય ઉત્પત્તિ અને લીલાકથા શિવમહાપુરાણની રૂદ્રસંહિતા અંતર્ગત આવેલ કુમારખંડમાં વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીના પ્રાગટ્યની અત્યંત પાવન અને દિવ્ય કથા વર્ણવવામાં આવી છે.પુરાણોમાં વર્ણવ્યા અનુસાર કલ્પભેદથી ગણેશજીના જન્મની વિવિધ કથાઓ પ્રાપ્ત થાય છે.એક કલ્પમાં શનિદેવની વક્ર દ્રષ્ટિ પડવાથી ગણેશજીનું મસ્તક છેદાઈ ગયું હતું અને તેમના પર હાથીનું મસ્તક જોડવામાં આવ્યું હતું પરંતુ વર્તમાન શ્વેતવરાહ કલ્પમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની અદભૂત લીલા દ્વારા ગણેશજીનો જન્મ કેવી રીતે થયો, તેમનો શિરચ્છેદ અને પુનર્જીવન કેવી રીતે થયું તેનું અત્યંત રોચક અને અધ્યાત્મથી સભર વર્ણન શિવમહાપુરાણમાં મળે છે. સ્વતંત્ર ગણની આવશ્યકતા અને ગણેશજીનું નિર્માણ.. ભગવાન શંકર સૃષ્ટિના આદિ કારણ,સગુણ…

Read More

(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા) સુરત. કેરલમના કન્નુરમાં કન્ઝયુમર ફોરમે એક મેરેજ બ્યૂરોને એક ગ્રાહકની રજીસ્ટ્રેશન ફી પાછી આપીને તેને વળતર આપતો આદેશ આપ્યો છે. વાત એમ હતી કે નર્સિંગ હોમના એક પ્રોફેસરે 2016માં એક મેરેજ બ્યૂરોમાં પોતાનું રજીસ્ટેશન કરાવ્યુ હતું. અને એ માટે તેમણે ૩૦૦૦ રૂપિયાની ફી ભરી હતી. મેરેજ બ્યૂરોવાળાએ પ્રોફેસરને ભરોસો અપાવ્યો હતો કે તેમને બાહુ જલ્દીથી યોગ્ય છોકરી બતાવવામાં આવશે. પણ એવું થયું નહીં. પ્રોફેસરે અવારનવાર બ્યૂરોનો સંપર્ક કર્યો.પરંતુ તેમને એકેય છોકરી બતાવવામાં આવી નહીં. નવ-નવ વર્ષ વીતી ગયા પણ મેરેજ બ્યૂરો તરફથી કોઈ રિઝલ્ટ આવ્યું નહીં અને એક જ જવાબ મળ્યો કે તેમને અનુકૂળ…

Read More

(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત. આપણા દેશના લોકોની એક ખાસિયત છે કે જ્યાં ‘નો પાર્કિંગ’નું બોર્ડ મારેલું હોય ત્યાં જ લાઇન બંધ ફોર વ્હીલરો પાર્કિંગ કરી બિન્દાસ ચાલવા માંડશે. એવું જ જાહેર માં પેશાબ નહી કરવો, જાહેર માં થૂંકવું નહીં છતાં આપણે એ લખેલી સૂચનાઓને ઘોળીને પી જઈએ છીએ અને લખેલી સૂચનાઓથી તદ્દન વિરુદ્ધ આચરણ કરીને આપણી સંકૃતિના ધજિયા ઉડાડવાનું ઉદાહરણ પૂરું પાડીએ છીએ.  અને એવું જ હવે જાહેર સ્થળોએ ખુલ્લામાં સ્મોકિંગ ના નીકળતા ધુમાડા જોઈને લાગે છે કે જેમ સરકારે તમાકુ ની પડીકીઓ ઉપર ચેતવણી લખવાની ઉત્પાદકો ને ખાસ સૂચના આપી છે કે તમાકુ ખાવાથી કેન્સર…

Read More

શ્રી ગણેશ વિસર્જનનું પૌરાણિક,આધ્યાત્મિક અને દાર્શનિક રહસ્ય ભારતીય સંસ્કૃતિમાં ગણેશોત્સવનું સ્થાન અત્યંત વિશિષ્ટ અને ભક્તિમય છે.ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થીથી શરૂ થતો આ દસ દિવસનો પવિત્ર મહોત્સવ અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જન સાથે સંપન્ન થાય છે.અત્યંત શ્રદ્ધા,ધામધૂમ અને ઉત્સાહપૂર્વક સ્થાપિત કરવામાં આવેલા વિઘ્નહર્તા ગણેશજીને જ્યારે જળમાં વિસર્જિત કરવામાં આવે છે ત્યારે ભક્તોના હૃદયમાં એકતરફ વિરહની વેદના હોય છે તો બીજી તરફ "ગણપતિ બાપ્પા મોર્યા,આગામી વર્ષે જલ્દી આવો" નો જયઘોષ હોય છે પરંતુ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે બાપ્પાનું વિસર્જન માત્ર જળમાં જ શા માટે કરવામાં આવે છે? વિસર્જન પાછળ શાસ્ત્રોક્ત કથા કઈ છે અને એનું આધ્યાત્મિક દર્શન…

Read More

હર્ષ સંઘવીનો મોટો ઈશારો આ વર્ષે પણ આખી રાત જામશે નવરાત્રીની રમઝટ? એક કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ વર્ષે પણ નવરાત્રી આખી રાત ચાલશે તેવો સ્પષ્ટ ઈશારો કર્યો ગાંધીનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનતાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા ૨૫ વર્ષથી ગુજરાતના વિકાસ અને પ્રજાની સુખાકારી માટે સતત કામગીરી થઈ રહી છે. તાજેતરમાં જ વડાપ્રધાનની ગુજરાત મુલાકાત દરમિયાન વડોદરાથી રાજ્યને ૩૪ હજાર કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોની ભેટ મળી છે. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ વર્ષે પણ નવરાત્રી આખી રાત ચાલશે તેવો સ્પષ્ટ ઈશારો કર્યો છે. લોકાર્પણ સમારોહ દરમિયાન હર્ષ…

Read More

BRICS માં ભારતની વીટો પાવરની તાકાત વર્ષો પહેલાં કરેલી અરજી છતાં પાકિસ્તાન બહારનું બહાર આર્થિક પડકારોને કારણે પાકિસ્તાન આ બ્લોકમાં જાેડાવા માંગે છે ભારતના વીટો પાવરને કારણે પાકિસ્તાનનો પ્રવેશ અટકેલો છે પાકિસ્તાન એવા ૨૯ દેશોમાંથી એક છે જેમણે બ્રિક્સ (BRICS) ની સદસ્યતા માટે અરજી કરી છે. બ્રિક્સએ બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનું બનેલું ઉભરતી અર્થવ્યવસ્થાઓનું ગઠબંધન છે. પાકિસ્તાને આ બ્લોકમાં જાેડાવા માટે ૨૦૨૩ માં અરજી કરી હતી, અને તેનો આ પ્રયાસ મુખ્યત્વે તેના ગંભીર આર્થિક પડકારોથી પ્રેરાયેલો છે. પાકિસ્તાન આર્થિક સર્વે મુજબ દેશનો જીડીપી વૃદ્ધિ દર ૩.૭૦ ટકા રહ્યો હતો. વર્લ્ડ બેંક અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પરની ર્નિભરતા…

Read More

જાેઈ લો પાવરફુલ બોન્ડિંગ બ્રિક્સમાં જેની સૌ આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા, એ તસવીર આવી ગઈ બ્રિક્સ સંમેલનના મંચ પર કેટલાય પાવરફુલ વર્લ્ડ લીડર હાજર બ્રિક્સ સંમેલનના મંચ પર કેટલાય પાવરફુલ વર્લ્ડ લીડર હાજર છે. આજે ચીનના રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ પણ સંમેલનમાં પહોંચી ચુક્યા છે. ત્યાર બાદ જે તસવીર સામે આવી છે, જેની લાંબા સમયથી રાહ જાેવાઈ રહી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિક્સ સંમેલનના પહેલા દિવસે એ પાવર ફ્રેમ શેર કરી છે, જેમાં ઇૈંઝ્ર એટલે કે, રશિયા, ભારત અને ચીનની તાકાત દેખાઈ રહી છે. આ તસવીરમાં ત્રણેય લીડર્સ એકબીજાના હાથ પકડેલા જાેવા મળે છે. આ એ જ તસવીર છે, જેને…

Read More

માલ્યા પૈસા ભરીને છૂટી જાય એવું ન બને: ઈડી વિજય માલ્યાએ ૧૪૧૩૧ કરોડ ચૂકવ્યા છતાં મની લોન્ડરિંગનો કેસ ચાલુ જ રહેશે બોમ્બે હાઈકોર્ટમાં ઈડીની રજૂઆત: રિકવરી થાય એટલે મની લોન્ડરિંગનો કેસ નીકળી જાય તેવું ન બને ઉદ્યોગપતિ વિજય માલ્યાએ ભલે બેન્કોને બાકી નીકળતા ૧૪,૧૩૧ કરોડ રુપિયા ચૂકવી દીધા હોય તો પણ તેમના પર મની લોન્ડરિંગનો કેસ તો યથાવત જ રહેશે એમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા બોમ્બે હાઈકોર્ટને સ્પષ્ટ જણાવી દેવાયું છે.માલ્યાએ દેવું ચૂકવી દીધું છે કે કેમ તેમ હાઈકોર્ટે ઈડી તથા સ્ટેટ બેન્કનાં વડપણ હેઠળનાં બેન્કોનાં કોન્સોર્ટિયમને પૂછ્યું હતું. તેના જવાબમાં આઠમી સપ્ટેમ્બરના રોજ દાખલ કરાયેલા સોગંદનામામાં ઈડીએ જણાવ્યું હતું કે…

Read More

અમેરિકન એઆઈ કંપની એન્થ્રોપિકના સુરક્ષા રિપોર્ટમાં દાવો એઆઈ ક્લોડનો ઉપયોગ જૈવિક શસ્ત્રો બનાવવા, જાસૂસી માટે થયો હોવાનો ઘટસ્ફોટ એક વૈજ્ઞાનિકે ચિકનગુનિયા વાયરસને ખતરકનાક બનાવવા ક્લોડની મદદ માગી : બધા શંકાસ્પદ એકાઉન્ટ બંધ કરાયા ચેટબોટને સરળ સવાલો પૂછવાથી લઈને શરૂ થયેલો એઆઈનો ઉપયોગ જૈવિક શસ્ત્રો, મિસાઈલ, બોમ્બ બનાવવા, જાસૂસી, માસ સર્વેલન્સ માટે થવા લાગ્યો છે. આ ઘટસ્ફોટ અમેરિકાની એઆઈ કંપની એન્થ્રોપિકે તેના સુરક્ષા રિપોર્ટમાં કર્યાે છે. એન્થ્રોપિકે સુરક્ષા રિપોર્ટમાં દાવો કર્યાે છે કે રશિયા, ચીન, ઈરાન જેવા દેશોમાંથી સાયબર ગૂનેગારો અને શંકાસ્પદ સંગઠનો જાસૂસી, બાયો વેપન્સ માટે તેના એઆઈ ક્લોડનો દુરુપયોગ થઈ રહ્યો છે. જાેકે, આ બાબત ધ્યાનમાં આવતા તુરંત કંપનીએ…

Read More

પ્રોડક્શન હાઉસે હક્કો મેળવ્યા હવે ગુરૂદત્તના જીવનચરિત્ર પરથી વેબ સીરિઝ બનશે બિમલ મિત્રની નોવેલ પરથી ગુરુદત્તે ફિલ્મ બનાવી હતી હવે તેમણે લખેલાં પુસ્તક પરથી બાયોપિક બનશે મધુબાલા અને મીના કુમારી બાદ હવે એ જમાનાના વિખ્યાત ફિલ્મસર્જક ગુરૂદત્તના જીવન પરથી વેબ સીરિઝ બનાવવા માટે ચક્રો ગતિમાન થયા છે. મનિષ ગોસ્વામીના પ્રોડકશન હાઉસ સિદ્ધાંત સિનેવિઝન દ્વારા નવલકથાકાર બિમલ મિત્ર લિખિત ગુરૂદત્તના જીવનચરિત્ર ‘બિછડે સભી બારી બારી’ને રૂપેરી પડદે સાકાર કરવાના હકો મેળવવામાં આવ્યા છે.ગુરૂદત્તે બિમલમિત્રની નવલકથા ‘સાહિબ,બીબી ઔર ગુલામ‘ પરથી ફિલ્મ બનાવી એ પછી તેમની વચ્ચે સંબધો ગાઢ બન્યા હતા. બિમલ મિત્રએ ગુરૂદત્તના મુંબઇના ઘરે તથા લોનાવાલાના ફાર્મ હાઉસમાં તેમની સાથે સારો…

Read More