
- સુરેન્દ્રનગર: રાસકા ગામ સોલાર પ્લાન્ટમાં કરોડોના ભ્રષ્ટાચાર, જમીન-કેનાલ ગોટાળા
- વલસાડ પોલીસનો નવો એક્શન પ્લાન: નવા વર્ષ પર ૩૬ ચેકપોઈન્ટ અને પાર્ટી પ્લોટ પર કડક તપાસ
- નવા વર્ષ પહેલા મંદિરોમાં ભારે ભીડ: વ્યસ્ત યાત્રાધામોમાં દર્શન પર નિયંત્રણ
- ચાંદીમાં 3% વઘડો, સોનામાં ચાર દિવસની તેજી બંધ, નફા-બુકિંગના કારણે
- ભારતની મોટી સિદ્ધિ: 40% સસ્તું પ્રથમ સ્વદેશી MRI મશીન તૈયાર, વિદેશી ટેકનોલોજી પર આધાર ઘટશે
- ન્યુ યરની ઉજવણી માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓનું હોટ ફેવરિટ, ડિસેમ્બરમાં લાખોની ભીડ
- વિદ્યાર્થી આપઘાતના વધતા કિસ્સા પર સરકાર કડક: કોલેજ-યુનિવર્સિટીમાં ફરજિયાત મેન્ટલ હેલ્થ પોલિસી લાગુ કરવાની ગાઈડલાઈન જાહેર
- સ્કૂલ ફી પર FRCની કડકાઈ: ગુજરાતની ૫,૭૮૦ ખાનગી શાળાઓની ફી ઓનલાઈન જાહેર, મનમાની બંધ
Author: Garvi Gujarat
મહાયુતિની એક સહયોગી પાર્ટીના ૨૨ ધારાસભ્ય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ‘નજીકના‘ થઈ ગયા છે.શિવસેના (UBT) ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ સોમવારે દાવો કર્યો કે, મહાયુતિની એક સહયોગી પાર્ટીના ૨૨ ધારાસભ્ય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ‘નજીકના‘ થઈ ગયા છે અને પાર્ટી બદલવા માટે તૈયાર છે. તેમનો પરોક્ષ રીતે ઈશારો નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેના તરફ હતો. જાેકે, મુખ્યમંત્રીએ આ દાવાનો ઈનકાર કરી દીધો છે. શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાનું નામ લીધા વિના, વિધાન ભવન સંકુલમાં પત્રકારો સાથે વાત કરતા આદિત્ય ઠાકરેએ દાવો કર્યો કે, “એક શાસક પક્ષ અને બે જૂથો છે. એક જૂથના બાવીસ ધારાસભ્યો મુખ્યમંત્રીની નજીક આવી ગયા છે. તેમની પાસે સારા પૈસા…
હજારો કરોડની બચત કરી.સ્ટાર્ટ કરવામાં પણ કોઈ મુશ્કેલી નથી આવી અને જ્યાં સુધી જૂની ગાડીઓની વાત છે તો તેના પરફોર્મન્સ પર પણ કોઈ અસર નથી પડી.સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને સંસદના ઉપલા ગૃહ, રાજ્યસભામાં ઇથેનોલને લઈને કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો. સરકારે સોમવારે (૮ ડિસેમ્બર) ઇથેનોલ અંગેની ચિંતાઓને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, ઈ૨૦ ઇંધણ પર ચાલતા વાહનોમાં કોઈ સમસ્યા આવી નથી. સ્ટાર્ટ કરવામાં પણ કોઈ મુશ્કેલી નથી આવી અને જ્યાં સુધી જૂની ગાડીઓની વાત છે તો તેના પરફોર્મન્સ પર પણ કોઈ અસર નથી પડી. કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ઇથેનૉલને લઈને સરકારને પ્રશ્ન કર્યો હતો…
વડાપ્રધાને નવલકથાકાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયને બંકિમ દા કહીને તેમનું અપમાન કર્યું છે.પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે માફીની માગ કરી છે. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે, વડાપ્રધાને નવલકથાકાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયને ‘બંકિમ દા‘ કહીને તેમનું અપમાન કર્યું છે. કૂચ બિહાર જિલ્લામાં એક રેલીને સંબોધિત કરતા મમતા બેનર્જીએ કહ્યું કે, ‘જ્યારે દેશને આઝાદી મળી ત્યારે વડાપ્રધાનનો જન્મ પણ નહોતો થયો. તેમ છતાં તેમણે બંગાળના સૌથી મોટા સાંસ્કૃતિક પ્રતીકોમાંથી એકને આટલા સાધારણ રીતે સંબોધિત કર્યા. પીએમ મોદીએ તેમને ન્યૂનતમ સન્માન પણ ન આપ્યું જેના તેઓ હકદાર છે. તમારે આ માટે રાષ્ટ્રની માફી માગવી જાેઈએ.‘ આ ઉપરાંત સીએમ મમતા બેનર્જીએ કેન્દ્ર…
ઇન્સ્પેક્શન કામગીરી શરૂ.સુભાષ બ્રિજ ૨૫ ડિસેમ્બર સુધી રહેશે સંપૂર્ણપણે બંધ.જાહેર જનતાને આ સમયગાળા દરમિયાન અન્ય વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પર આવેલા સુભાષ બ્રિજને ૨૫ ડિસેમ્બર ૨૦૨૫ સુધી જાહેર જનતાની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો ર્નિણય AMC ના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. તારીખ ૪ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ બ્રિજના સુપર સ્ટ્રક્ચરમાં નુકસાન માલૂમ પડ્યા બાદ સલામતીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. હાલમાં ગુજરાત સરકારના ઇશ્મ્ ડિઝાઇન સર્કલ અને AMCની R&B પેનલ થયેલ સ્ટ્રક્ચરલ ડિઝાઇન કન્સલ્ટન્ટ્સ સાથે મળીને બ્રિજની ડિટેઇલ ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જાહેર જનતાને આ સમયગાળા…
છેલ્લા 5 વર્ષમાં રૂ. 8,499 લાખના ખર્ચે 1,52,466 ઝૂંપડાઓનું મફત વીજળીકરણ, 2025-26 માટે રૂ. 1,617 લાખની જોગવાઈ વાર્ષિક આવક મર્યાદા છેલ્લા એક દાયકામાં રૂ. 27 હજારથી વધારી રૂ. 1.50 લાખ કરવામાં આવી ગુજરાતમાં ઝૂંપડીઓમાં રહેતાં ગરીબોના ઘરોને પ્રકાશમય કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ‘ઝૂંપડા વીજળીકરણ યોજના’ અમલમાં છે. આ યોજના અંતર્ગત ઝૂંપડાઓમાં રહેનારાઓને નિઃશુલ્ક વીજ જોડાણ આપવામાં આવે છે. છેલ્લા 5 વર્ષમાં આ યોજના હેઠળ રૂ. 8,499 લાખના ખર્ચે 1,52,466 ઝૂંપડાઓનું મફત વીજળીકરણ કરી ગરીબના જીવન સ્તરમાં સુધારો લાવવામાં આવ્યો છે. એટલું જ નહીં; સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે જાણીતા શ્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ 2025-26માં ઝૂંપડા વીજળીકરણ યોજના માટે રૂ. 1,617 લાખના…
લોન માંડવાળ કરી છે તેમ છતાં લોન લેનાર તેની જવાબદારીમાંથી છટકી શકતો નથી: સરકાર.જાહેર સાહસોની બેંકોએ છેલ્લાં ૫.૫ મહિનાના સમયગાળા દરમ્યાન રૂ.૬.૧૫ લાખ કરોડની લોન માંડી વાળી છે એવી સંસદને સોમવારે માહિતી આપવામાં આવી હતી. રિઝઝર્વ બેંક ઓફ ઇન્ડ્યા દ્વારા જારી કરાયેલી આંકડાકીય માહિતી અનુસાર જાહેર સાહસોની જુદી જુદી બેંકોએ છેલ્લાં પાંચ વર્ષમાં અને ચાલુ નાણાંકીય વર્ષ દરમ્યાન ૩૦ સપ્ટેમ્બર-૨૦૨૫ સુધીમાં રૂ.૬,૧૫,૬૪૭ કરોડની લોન માંડવાળ કરી હતી એમ નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભાને આપેલાં એક લેખિત જવાબમાં કહ્યું હતું.નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩થી આજદિન સુધીમાં સરકારે બેંકોને કોઇ ભંડોળ પૂરું પાડ્યું નથી એમ કહેતા ચૌધરીએ ઉમેર્યું હતું કે જાહેર સાહસની તમામ બેંકોએ…
હૈદરાબાદના રસ્તાઓને રતન ટાટા, ગૂગલ અને માઈક્રોસોફ્ટનાં નામ અપાશ.તેલંગાણા સરકારે સૌપ્રથમ પ્રમુખ ઉદ્યોગપતિ અને પદ્મભૂષણથી સન્માનિત રતન ટાટાને સન્માન આપવાની પહેલ કરી છે.તેલંગાણાના હૈદારબાદને ગ્લોબલ સિટી તરીકે વિકસિત કરવા માટે રાજ્યની સરકારે એક અનોખી પહેલ શરુ કરી છે. તેલંગાણાના મુખ્યમંત્રી એ.રેવંત રેડ્ડીએ જાહેરાત કરી છે કે શહેરના કેટલાક મોટા અને મુખ્ય રસ્તાઓના નામ આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રખ્યાત હસ્તીઓ અને વિશ્વની મોટી કંપનીઓના નામ પર રાખવામાં આવશે. આ અંતર્ગત શહેરના મુખ્ય રસ્તાઓના નામ – રતન ટાટા રોડ, ગૂગલ સ્ટ્રીટ, માઈક્રોસોફ્ટ રોડ અને વિપ્રો જંક્શન વગેરે રાખવામાં આવશે. આ નવતર પહેલનો હેતુ હૈદરાબાદને વૈશ્વિક મંચ પર એક નવી ઓળખ આપવાનો અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને…
ઇન્ડિગો સાતમા દિવસે પણ સંકટમાં વધુ ૫૬૨ ફ્લાઇટ્સ રદ કરવી પડી.નવ હજારમાંથી ૪૫૦૦ બેગ પરત કરાઇ, ૫૬૯ કરોડનું રિફંડ મુસાફરોને અપાયું, પાંચ લાખથી વધુ ટિકિટના પીએનઆર રદ.ઇન્ડિગો એરલાઇન્સ કટોકટીની સ્થિતિમાંથી હજુ પણ બહાર નથી આવી શકી, ગત મંગળવારથી ફ્લાઇટો રદ કરવાનો સિલસિલો શરૂ થયો હતો જે હાલ પણ ચાલી રહ્યો છે. સોમવારે ઇન્ડિગોએ છ મેટ્રો એરપોર્ટ્સની વધુ ૫૬૨ ફ્લાઇટો રદ કરી દીધી હતી. જેમાં માત્ર બેંગલુરુની જ ૧૫૦ ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. ઇન્ડિગોની દૈનિક બે હજાર જેટલી ફ્લાઇટ્સમાંથી ૫૬૦ રદ કરવામાં આવતા ફરી અનેક મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. દેશના મોટા એરપોર્ટ્સ પર રેલવે કે બસ સ્ટેશન જેવા દ્રશ્યો જાેવા મળ્યા…
ટ્રમ્પની નવી નીતિમાં હિંદ-પ્રશાંત નવું યુદ્ધક્ષેત્ર: ભારત અમેરિકાનું ભાગીદાર.ચીનના લશ્કરી વિસ્તારવાદ અને આર્થિક પ્રભુત્વને રોકવા માટે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા જારી કરવામાં આવેલી આ ચુસ્ત રણનીતિમાં ંભારતની ભૂમિકાને નિર્ણાયક ગણાવતા કહેવાયું છે કે ભારત પ્રાદેશિક સંતુલનનો આધાર છે.અમેરિકાની નવી રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિ (એનએસએસ)માં પહેલી જ વખત ભારતને હિંદ-પ્રશાંત સુરક્ષા માળખાના મહત્ત્વન ભાગીદાર તરીકે રજૂ કરવામાં આવ્યું છે. ચીનના લશ્કરી વિસ્તારવાદ અને આર્થિક પ્રભુત્વને રોકવા માટે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા જારી કરવામાં આવેલી આ ચુસ્ત રણનીતિમાં ંભારતની ભૂમિકાને નિર્ણાયક ગણાવતા કહેવાયું છે કે ભારત પ્રાદેશિક સંતુલનનો આધાર છે.આ રણનીતિક દસ્તાવેજમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે અમેરિકાએ ભારતની સાથે વ્યાપારિક, ટેકનિકલ અને ઉદ્યોગલક્ષી સંબંધોને…
ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર આજે ટકાઉ વિકાસ, આધુનિક માળખાકીય સુવિધાઓ અને વૈશ્વિક ગુણવત્તાના ધોરણો સાથે દેશ માટે એક નવા માપદંડની સ્થાપના કરી રહ્યું છે. રાજ્યના પ્રથમ “ગ્લોબલ બ્લૂ ફ્લેગ બીચ” – શિવરાજપુરના સમગ્ર વિકાસ માટે TCGL દ્વારા કરવામાં આવેલા ₹130 કરોડના મહત્વાકાંક્ષી રોકાણે માત્ર દરિયાકાંઠા વિકાસને અનુપમ તેજ આપ્યું નથી, પરંતુ આ પ્રોજેક્ટ હવે આગામી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC), રાજકોટ-2026માં પ્રવાસન રોકાણ મુખ્ય આકર્ષણ બનવા તૈયાર છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના “દેખો અપના દેશ” અભિયાનને આગળ ધપાવતા શિવરાજપુર બીચનું આંતરરાષ્ટ્રીય ધોરણ મુજબનું રૂપાંતર ગુજરાતનો ટકાઉ, સુરક્ષિત અને ઉચ્ચ ગુણવત્તાવાળો પર્યટન અનુભવ પૂરો પાડવાનો અડગ સંકલ્પ દર્શાવે છે. હવે ભારતીય…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



