Author: garvigujrat

​(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત ​ગુજરાતના ડીજીપી અને સુપ્રીમ કોર્ટના આદેશ લાગુ જ ન પડતા હોય એ રીતે આરોપીને જાહેરમાં લઈ જઈને ઢોર માર મારતા ફરી એકવાર સવાલો ઉઠવા પામ્યા છે. ​અત્રે યાદ આપવાનું કે ૧૩ મે, ૨૦૨૬ના રોજ ગુજરાતના પૂર્વ ઈન્ચાર્જ DGP ડો. કે. એલ. એન. રાવે લેખિત આદેશ જાહેર કરી કોઈપણ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવા અને આરોપીઓ સાથે અપમાનજનક વર્તન કરનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી થઈ શકે તેવો આદેશ જાહેર કર્યો હતો. ​આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે પણ આ અંગેના કડક આદેશો જાહેર કર્યા છે તેમ છતાં આદેશોનો પોલીસતંત્ર દ્વારા વારંવાર ઉલાળીયો કરવાના બનાવો બની રહ્યા છે.…

Read More

૭ વર્ષ પછી ભારત-ચીન આવ્યા સાથે PM મોદી અને શી જિનપિંગ વચ્ચે ૭ મુખ્ય મુદ્દાઓ પર થઈ સહમતિ સીમા વિવાદ, વ્યાપાર અને વૈશ્વિક પડકારો સહિતના મુખ્ય મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવાનો ર્નિણય લેવાયો છે BRICS સમિટ ૨૦૨૬ માંથી સારા સમાચાર આવ્યા છે કે, ૭ વર્ષ પછી ભારત અને ચીને ખુલ્લા દિલથી એકબીજાની નીતિઓનું સમર્થન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વિશ્વાસના ત્રણ ‘મ્યુચ્યુઅલ’ પર ભાર મૂક્યો છે. આ ત્રણ ‘મ્યુચ્યુઅલ’ પરસ્પર સન્માન, પરસ્પર સંવેદનશીલતા અને પરસ્પર હિત છે. ખાસ વાત એ છે કે, BRICS સમિટમાં ભારત અને ચીન વચ્ચે ૭ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ સહમતિ…

Read More

કહ્યું- ટીમ અંગે ચર્ચા તો કરવી જ પડશે ઈંગ્લેન્ડે પાકિસ્તાનને ૩-૦ થી કચડી નાખતા બાબર આઝમનું દર્દ છલકાયું તેમણે સ્વીકાર્યું કે મેનેજર, સિલેક્ટર અને કપ્તાને સાથે બેસીને ભૂલો સુધારી એક મજબૂત ટીમ બનાવવી પડશે ઇંગ્લેન્ડ સામેની ૩ ટેસ્ટ મેચોની સીરિઝમાં પાકિસ્તાની ટીમનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું છે અને ટીમને એક પણ જીત મળી શકી નથી. ઇંગ્લેન્ડ સામે ૦-૩ થી ક્લીન સ્વીપ થયા બાદ પાકિસ્તાની કપ્તાન બાબર આઝમનું દર્દ છલકાયું છે અને તેમણે ટીમ સિલેક્શન તથા પ્લેઇંગ ઇલેવનને લઈને મોટું નિવેદન આપ્યું છે. બર્મિંઘમના એજબેસ્ટન મેદાન પર રમાયેલી સીરિઝની ત્રીજી ટેસ્ટમાં ૮ વિકેટથી હાર મળ્યા બાદ બાબરે સ્પષ્ટ કર્યું કે હવે…

Read More

CBI તપાસની કરી માગ મોદીના સ્કૂલ ટાઈમના મિત્રની જમીન પર બીજાએ કબજાે કર્યો વડાપ્રધાન મોદીના બાળપણના મિત્ર અસગરઅલી વોહરાએ CBI તપાસની માંગ સાથે મોદીની મુલાકાત લીધી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણના મિત્ર અને મહારાષ્ટ્રના મીરા રોડ વિસ્તારમાં રહેતા ૮૧ વર્ષીય અસગરઅલી વોહરાએ દાયકાઓ જૂના જમીન વિવાદમાં ન્યાય મેળવવા અને સીબીઆઈ (CBI) તપાસની માગણી સાથે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. વડનગરની બી. એન. હાઈસ્કૂલમાં વડાપ્રધાન સાથે અભ્યાસ કરી ચૂકેલા વોહરાએ ગત આઠમી સપ્ટેમ્બરના રોજ પીએમ મોદીને મળીને આ મામલે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી હતી. પીએમ મોદી તરફથી સારો પ્રતિસાદ મળ્યા બાદ તેને ન્યાય મળવાની આશા પુન: જીવંત થઈ છે. અહેવાલો…

Read More

બ્રિક્સ દેશોનો હેતુ કોઇની વિરુદ્ધમાં જવાનો નથી : મોદી ભારત-ચીન વચ્ચે દ્વિપક્ષીય સંબંધો માટે સરહદે શાંતિ જરૂરી : મોદી વડાપ્રધાન મોદીએ બ્રિક્સ સમિટમાં જણાવ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સહિત વૈશ્વિક શાસન ઢાંચામાં સુધારા જરૂરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બ્રિક્સ સમિટમાં કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને વૈશ્વિક શાસન ઢાંચામાં સુધારો કરવો હવે જરૂરી છે. બ્રિક્સ દેશોએ એક થઇને નિર્ણાયક ભૂમિકામાં આવવું જાેઇએ તેમ મોદીએ કહ્યું હતું. આ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ મોદીની નજીક બેઠા હતા. મોદીએ કહ્યું હતું કે હાલમાં કેટલાક દેશોના હાથમાં જ ર્નિણયો વધુ જાેવા મળે છે. બીજી બાજુ ચીનના પ્રમુખ શી જિનપિંગ…

Read More

નવી દિલ્હીના ભારત મંડપમમાં ૧૮મું બ્રિક્સ સંમેલન સંપન્ન થયું હવે માત્ર આઈડિયા નહીં, દુનિયા આપણાંથી ઠોસ પરિણામની આશા રાખે છે : વડાપ્રધાન બ્રિક્સ માત્ર દેશોનું જૂથ નથી, પરંતુ ઉકેલોની એક મજબૂત વ્યવસ્થા : આગામી બ્રિક્સ સંમેલનની અધ્યક્ષતા માટે ચીનને મોદીએ શુભકામનાઓ પાઠવી છે નવી દિલ્હી સ્થિત ભારત મંડપમમાં યોજાયેલું ૧૮મું બ્રિક્સ સંમેલન પૂર્ણ થયું છે. આ સંમેલનની અધ્યક્ષતા કરી રહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમાપન મંતવ્ય આપતા કાર્યક્રમમાં સક્રિય ભાગીદારી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત તેમણે આગામી બ્રિક્સ સંમેલનની અધ્યક્ષતા માટે ચીનને પણ શુભકામનાઓ પાઠવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ૧૮મા બ્રિક્સ શિખર સંમેલનના સમાપન પર હું આપ…

Read More

કોંગ્રેસ અને ભાજપથી વારંવાર છેતરાઈ રહેલી ગોવાની જનતાને રવિવારે ત્રીજો મજબૂત વિકલ્પ ‘‘ગોવા ફર્સ્ટ’’ ગઠબંધનના રૂપમાં મળી ગયો. આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગોવા ફોરવર્ડ પાર્ટી (જીએફપી)ના પ્રમુખ વિજય સરદેસાઈની હાજરીમાં ગોવા વિધાનસભા ચૂંટણી પહેલાં ગઠબંધનની મોટી જાહેરાત કરી. અરવિંદ કેજરીવાલે કહ્યું કે ‘‘આપ’’ અને જીએફપીનું ‘ગોવા ફર્સ્ટ’ ગઠબંધન ગોવામાં ભાજપ અને કોંગ્રેસનો મજબૂત વિકલ્પ બનશે. ગણેશ ચતુર્થીના દિવસે અમે ગોવાની રાજનીતિમાં આ નવી શરૂઆત કરી રહ્યા છીએ. ગોવામાં આગામી સરકાર ‘ગોવા ફર્સ્ટ’ ગઠબંધનની બનશે. ત્રીજો વિકલ્પ ન હોવાના કારણે ભાજપ અને કોંગ્રેસે મળીને ગોવાને બરબાદ કરી નાખ્યું. બે વખત ભાજપ અને કોંગ્રેસથી છેતરાઈ ચૂકેલી ગોવાની જનતા…

Read More

આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આપણને તમામ લોકોને આશા હતી કે વિધાનસભાના સત્રમાં ખેડૂતો અને પશુપાલકો માટે યોગ્ય સહાયની જાહેરાત કરવામાં આવશે. આ બેહરી મૂંગી સરકારને જગાડવા માટે આમ આદમી પાર્ટી દ્વારા અનેક રચનાત્મક કાર્યક્રમો કરવામાં આવ્યા. વિધાનસભામાં ચર્ચાઓ કરવામાં આવી કે સૌરાષ્ટ્રમાં છેલ્લા 40 દિવસથી વરસાદ પડ્યો નથી, તેના કારણે ખેડૂતોનો પાક સુકાઈ ગયો છે અને સૌરાષ્ટ્રના માલધારીઓ, પશુપાલકોએ પાણી અને ઘાસચારાના અભાવના કારણે હિજરત કરીને આણંદ કે સુરત તરફ જવું પડ્યું છે, તો અમારી માંગ છે કે વહેલામાં વહેલી તકે અસરગ્રસ્ત વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત…

Read More

Shri Satish Kumar, Chairman and CEO, Railway Board, visited the Corporate Office of Dedicated Freight Corridor Corporation of India Limited (DFCCIL) at Sector-145, New Delhi, on Saturday. During the visit, he was apprised of various technical and safety aspects, including the Central Control System, railway tracks and operational arrangements. He also reviewed the computerised monitoring system for every freight train operating on DFCCIL tracks. Emphasising the need to reduce railway accidents, he directed that any deficiency should be identified at the initial stage and rectified immediately to prevent potential accidents. On the occasion, Shri Praveen Kumar, Managing Director, DFCCIL; Shri…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી હંમેશા એવું કહે છે કે ‘ખાતો નથી અને ખાવા દેતો નથી’. પણ હકીકત એ છે કે વ્યવસ્થામાં બેઠેલા તમામ લોકો, નેતાઓ અને સરકારી કર્મચારીઓ ભ્રષ્ટાચારમાં લિપ્ત છે. ભારતીય જનતા પાર્ટીના રાજમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો છે. આજે પંચાયત રાજ સમિતિનો એક અહેવાલ આવ્યો છે, જેમાં કરોડો રૂપિયા બેફામ વપરાઈ ગયાનો કોઈ હિસાબ નથી. પંચાયત રાજ સમિતિએ જણાવ્યું કે વર્ષો પહેલાં જે બેફામ વપરાયેલા પૈસા છે, તે વસૂલ કરવા માટેના ઓર્ડર થયા હોવા છતાં એક પણ રૂપિયો પાછો વસૂલ થયો નથી. મતલબ કે આખી સિસ્ટમ જ…

Read More