
- સુરેન્દ્રનગર: રાસકા ગામ સોલાર પ્લાન્ટમાં કરોડોના ભ્રષ્ટાચાર, જમીન-કેનાલ ગોટાળા
- વલસાડ પોલીસનો નવો એક્શન પ્લાન: નવા વર્ષ પર ૩૬ ચેકપોઈન્ટ અને પાર્ટી પ્લોટ પર કડક તપાસ
- નવા વર્ષ પહેલા મંદિરોમાં ભારે ભીડ: વ્યસ્ત યાત્રાધામોમાં દર્શન પર નિયંત્રણ
- ચાંદીમાં 3% વઘડો, સોનામાં ચાર દિવસની તેજી બંધ, નફા-બુકિંગના કારણે
- ભારતની મોટી સિદ્ધિ: 40% સસ્તું પ્રથમ સ્વદેશી MRI મશીન તૈયાર, વિદેશી ટેકનોલોજી પર આધાર ઘટશે
- ન્યુ યરની ઉજવણી માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓનું હોટ ફેવરિટ, ડિસેમ્બરમાં લાખોની ભીડ
- વિદ્યાર્થી આપઘાતના વધતા કિસ્સા પર સરકાર કડક: કોલેજ-યુનિવર્સિટીમાં ફરજિયાત મેન્ટલ હેલ્થ પોલિસી લાગુ કરવાની ગાઈડલાઈન જાહેર
- સ્કૂલ ફી પર FRCની કડકાઈ: ગુજરાતની ૫,૭૮૦ ખાનગી શાળાઓની ફી ઓનલાઈન જાહેર, મનમાની બંધ
Author: Garvi Gujarat
અભિનેત્રીના યૌન શોષણ કેસમાં સાઉથનો સ્ટાર દિલીપ નિર્દોષ જાહેર.વર્ષ ૨૦૧૭માં ફેબ્રુઆરી મહિનામાં દુષ્કર્મ કેસની ઘટનાના કારણે મલાયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી હચમચી ગઈ હતી.૨૦૧૭ના દુષ્કર્મ કેસ મામલે કેરળની કોર્ટે મલાયલમ એક્ટર દિલીપને નિર્દાેષ જાહેર કર્યાે છે. આ કેસની ચાર્જશીટમાં કુલ ૧૦ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. સેશન્સ કોર્ટે આજે સુનાવણી દરમિયાન એક્ટર દિલીપ સહિત ૪ આરોપીને નિર્દાેષ જ્યારે ૬ને દોષિત જાહેર કર્યા છે. આ ૬ આરોપીઓને આગામી ૧૨મી ડિસેમ્બરે સજા સંભળાવવામાં આવશે. નોંધનીય છે કે વર્ષ ૨૦૧૭માં ફેબ્રુઆરી મહિનામાં દુષ્કર્મ કેસની ઘટનાના કારણે મલાયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી હચમચી ગઈ હતી. જ્યાં એક ગેંગ દ્વારા જાણીતી અભિનેત્રીને કિડનેપ કરી યૌન શોષણ કરાયું હતું. જે બાદ…
માત્ર ૭૨ જ કલાકમાં રૂ.૧૦૦ કરોડના ક્લબમાં સામેલ થઈ ધુરંધર ફિલ્મ!.૧૦૦ કરોડ ક્લબમાં એન્ટ્રી કર્યા બાદ એવી અપેક્ષા છે કે ક્રિસમસ ૨૦૨૫ સુધી આ ફિલ્મ થિયેટરોમાં મજબૂત પકડ જાળવી રાખશે.રણવીર સિંહ અને ડાયરેક્ટર આદિત્ય ધરની ધમાકેદાર ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે! વીકએન્ડમાં ‘ધુરંધર’એ માત્ર જાેરદાર શરૂઆત જ નથી કરી, પરંતુ આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનવાની રેસમાં પણ પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે.શરૂઆતી આંકડાઓ પ્રમાણે, ફિલ્મે રવિવારના દિવસે ૪૦ થી ૪૨ કરોડની વચ્ચે કમાણી કરીને હતી. સૌથી મહત્ત્વની વાત એ છે કે, ‘ધુરંધર’એ માત્ર ૩ દિવસમાં જ ૧૦૦ કરોડનો આંકડો પાર કરી દીધો છે.…
દર્શકોએ કહ્યું, ‘મૌન પ્રેમ જીતે છે’.રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રેખાનું સન્માન.આ ફેસ્ટિવલમાં પણ રેખા ક્રીમ અને ગોલ્ડન સિલ્કની સાડીમાં જાેવા મળ્યાં હતાં. તેઓ આ ફિલ્મ અને તેને મળતો પ્રતિસાદ જાેઈને ખુશ થયાં હતા.રેખાની ક્લાસિક ફિલ્મ ઉમરાવજાન રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવી હતી, જ્યાં રેખા અને ફિલ્મના ડિરેક્ટર મુઝફ્ફર અલી હાજર રહ્યા હતા. આ ફેસ્ટિવલમાં પણ રેખા ક્રીમ અને ગોલ્ડન સિલ્કની સાડીમાં જાેવા મળ્યાં હતાં. તેઓ આ ફિલ્મ અને તેને મળતો પ્રતિસાદ જાેઈને ખુશ થઈ ગયાં હતાં. તેમણે કહ્યું હતું, “હું બહુ બોલવામાં માનતી નથી. મને લાગે છે, ઉમરાવજાન સાથે પણ મારી આંખો જેટલું અનુભવતી હતી, તેનાથી મારા…
કિઆરા અડવાણીએ નવા કામનો આપ્યો સંકેત.‘નેક્સ્ટ ચેપ્ટર, મોર ફાયર લેટ્સ ડુ ધીસ’ તેની આ પોસ્ટને કિઆરાની આવનારી ફિલ્મનો સંકેત આપતી ફિલ્મ ગણવામાં આવી રહી છે.તાજેતરમાં જ માતા બન્યા પછી કિઆરા અડવાણી પહેલી વખત જાહેરમાં દેખાઈ હતી, હવે તેણે એક પોસ્ટ લખી છે, જે તેની આગામી ફિલ્મ અંગે હોવાની ચર્ચા છે. તેણે એક અલગ પ્રકારની શૂઝની ઇમેજ પોસ્ટ કરી હતી. જેમાં તેણે પોઇન્ટેડ સ્નીકર્સ પહેરેલાં છે. આ ફોટોની કૅપ્શનમાં તેણે લખ્યું છે, ‘નેક્સ્ટ ચેપ્ટર, મોર ફાયર લેટ્સ ડુ ધીસ’. આ પોસ્ટને કિઆરાની આવનારી ફિલ્મનો સંકેત આપતી ફિલ્મ ગણવમાં આવી રહી છે. કિઆરા માતા બન્યાં પછી હવે નવી ફિલ્મનું કામ શરૂ કરી…
મોટું અભિયાન શરૂ કરવાની તૈયારી.ધર્મ પરિવર્તન પછી પણ અનામતનો લાભ લેનારાની મુશ્કેલી વધશે!.ઘણાં રાજ્યોમાંથી આવી ફરિયાદો મળ્યા બાદ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે આ દિશામાં પહેલ કરવાનો ર્નિણય લીધો છે.રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (NCSC) એવા લોકોને શોધવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન શરુ કરવા જઈ રહ્યું છે જેમણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે, પરંતુ હજુ પણ સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતનો લાભ લઈ રહ્યા છે. જ્યારે, ભારતીય બંધારણ સ્પષ્ટપણે જણાવે છે કે ફક્ત તે લોકો જે હિન્દુ, શીખ અથવા બૌદ્ધ છે તેઓ જ અનુસૂચિત જાતિ (SC)માં અનામત માટે પાત્ર બનશે. ઘણાં રાજ્યોમાંથી આવી ફરિયાદો મળ્યા બાદ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે આ દિશામાં પહેલ…
ગુજરાત સરકારનો મોટો ર્નિણય.હોમગાર્ડ જવાનો હવે વધુ વર્ષો માટે નોકરી કરી શકશે.ુજરાતમાં હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરવા અંગે સરકાર દ્વારા ર્નિણય લેવાયો.રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. ગુજરાતમાં હોમગાર્ડઝના જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં ૩ વર્ષનો વધારો કરાયો છે. વયનિવૃત્તિ ૫૫ વર્ષથી વધારીને ૫૮ વર્ષ કરાઈ છે. હોમગાર્ડઝ જવાનોની કામગીરીને ધ્યાનમાં રાખીને આ ર્નિણય કરાયો. રાજ્ય સરકારે મુંબઇ હોમગાર્ડ્ઝ રૂલ્સ, ૧૯૫૩ના નિયમ- ૯ માં આ અંગે સુધારો કરવા ર્નિણય લીધો છે. જેને પરિણામે હવે હોમગાર્ડઝ સભ્યોની નિવૃત્તિ વયમર્યાદા ૫૫ વર્ષથી વધારીને ૫૮ વર્ષ થશે. બૃહદ મુંબઇ રાજ્યમાં ૬ ડિસેમ્બર, ૧૯૪૭ના રોજ પોલીસની મદદમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના…
હોટલ સહિત ક્યાંય પણ ફોટોકૉપીની જરૂર નહીં રહે.આ ફેરફારનો મુખ્ય હેતુ આધાર કાર્ડની ફોટોકૉપી પર અંકુશ મૂકવાનો છે, જેથી પ્રાયવસીનું જાેખમ ઘટાડી શકાય.આધાર કાર્ડના ઉપયોગ અને સુરક્ષાને લઈને એક મોટો નિયમ ટૂંક સમયમાં અમલમાં આવવાનો છે. કેન્દ્ર સરકારે ટૂંક સમયમાં એવો નિયમ જાહેર કરવાની તૈયારી કરી છે, જેનાથી હોટેલ્સ, ઇવેન્ટ આયોજકો અને અન્ય સંસ્થાઓ ગ્રાહકોના આધાર કાર્ડની ફિઝિકલ ફોટોકૉપી લેવા અને તેને સંગ્રહિત કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકશે. અહેવાલ અનુસાર, આ ફેરફારનો મુખ્ય હેતુ આધાર કાર્ડની ફોટોકૉપી પર અંકુશ મૂકવાનો છે, જેથી પ્રાયવસીનું જાેખમ ઘટાડી શકાય. આ સિવાય તે વર્તમાન આધાર કાયદાની વિરુદ્ધ પણ છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા(UIDAI)એ…
૧૦૦ ફૂટ ઊંચાઈ પર ફસાયો પરિવાર.રાજકોટમાં ચકડોળવાળો રાઈડ બંધ કરીને જતો રહ્યો.ચકડોળમાં પાંચથી છ લોકોનો પરિવાર હવામાં ૨૦મિનિટ સુધી રહ્યાં : તેઓએ ફાયર બ્રિગેડની મદદ માંગી હતી.રાજકોટના અટલ સરોવરમાં એક રાઈડ ઓપરેટરની હરકતને કારણે એક પરિવારનો જીવ તાળવે ચોંટ્યો હતો. એક જ પરિવારના પાંચ સભ્યો ચકડોળમાં બેઠા હતા, ત્યારે રાઇડ ઓપરેટર ચકડોળ બંધ કરીને ઘરે જવા રવાના થયો હતો. આમ, એક જ પરિવારના પાંચ લોકો ૧૦૦ ફૂટ ઊંચાઈ ઉપર ફસાયા હતા. અટલ સરોવરમાં ચકડોળ ઓપરેટરની ગંભીર બેદરકારી સામે આવી છે. ચકડોળમાં ૧૦૦ફૂટ ઊંચાઈ ઉપર હતું અને ઓપરેટર બંધ કરીને જતો રહ્યો. રાત્રિના ૧૦:૩૦ વાગ્યા આસપાસ આ ઘટના બની હતી. ચકડોળમાં…
મુખ્યમંત્રીના પદ માટે ૫૦૦ કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી.તેમણે આરોપ લગાવ્યો હતો કે, જે કોઈ ૫૦૦ કરોડ રૂપિયાવાળી સુટકેસ આપે છે તે મુખ્યમંત્રી બને છે.કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય નવજાેત કૌર સિદ્ધુના એક નિવેદનથી પંજાબના રાજકારણમાં મોટો વિવાદ ઉભો થયો છે. તેમણે દાવો કર્યો હતો કે પંજાબના મુખ્યમંત્રી બનવા માટે “રૂ.૫૦૦ કરોડનું સુટકેસ” જરૂરી છે. તેમના નિવેદનથી માત્ર વિપક્ષને તક મળી નથી પરંતુ કોંગ્રેસ પાર્ટીમાં પણ ખળભળાટ મચી ગયો છે. નવજાેત કૌર સિદ્ધુએ જણાવ્યું હતું કે, તેમના પતિ નવજાેત સિંહ સિદ્ધુ ત્યારે જ સક્રિય રાજકારણમાં પાછા ફરશે જાે કોંગ્રેસ તેમને સત્તાવાર રીતે મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરે.…
વનડે સીરિઝમાં એક ભૂલના કારણે લાગ્યો મોટો દંડ.ટીમ ઈન્ડિયાને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ફટકારી સજા.ટીમ ઈન્ડિયા પર મેચ ફીના ૧૦% દંડ ફટકારવામાં આવ્યો.ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વનડે સીરિઝનું સમાપન થયું છે. ટીમ ઈન્ડિયાએ ૨-૧થી સીરિઝ પોતાને નામે કરી છે. તેવામાં સીરિઝમાં સ્લો ઓવર રેટ જાળવી રાખવાના કારણે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ટીમ ઈન્ડિયાને સજા ફટકારી છે. વનડે સીરિઝમાં એક ભૂલના કારણે મોટો દંડ લાગ્યો છે. જેમાં ટીમ ઈન્ડિયા પર મેચ ફીના ૧૦% દંડ ફટકારવામાં આવ્યો છે. કેપ્ટન કેએલ રાહુલે પણ પોતાની ભૂલ અને ટીમ પર લાગેલા ભારે દંડનો સ્વીકાર કર્યો છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની વનડે મેચ ૩ ડિસેમ્બર,…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



