
રાહુલે તમામ સંસ્થાઓ પર RSS નો કબજાે હોવાનું કહેતા હોબાળો.દેશની તમામ યુનિવર્સિટીઓમાં ઇજીજીના કુલપતિ’ લોકસભામાં SIR પર ચર્ચા ટાણે રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર.સંસદના શિયાળુ સત્રમાં આજે વિશેષ ગહન પુનરીક્ષણ (SIR), એટલે કે મતદાર યાદી સુધારણા પરની ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), સીબીઆઈ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર ગંભીર પ્રહારો કર્યા છે. તેમના આક્ષેપોના કારણે ગૃહમાં ભારે હંગામો થયો છે.
રાહુલ ગાંધી એ પોતાના ભાષણની શરૂઆત ખાદીના મહત્ત્વથી કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘મહાત્મા ગાંધીએ ખાદી પર ભાર એટલા માટે મૂક્યો હતો, કારણ કે તે માત્ર કપડું નથી, પરંતુ તે ભારતના સામાન્ય લોકોની અભિવ્યક્તિ, આર્ત્મનિભરતા અને સન્માનનું પ્રતીક છે. ખાદી એ ભારતની આત્મા છે. દરેક ક્ષેત્રની ઓળખ અલગ-અલગ કપડાંથી થાય છે.‘અસમિયા ગમછાથી લઈને કાંચીપુરમની સાડી સુધીની ચર્ચા કરતાં તેમણે કહ્યું કે ‘આપણો દેશ પણ એક ફેબ્રિક (કાપડ) જેવો જ છે. દેશની ઝલક તેના પહેરવેશમાં છે અને દેશના બધા દોરા એકસમાન છે, જે ૧૫૦ કરોડ હિંદુસ્તાનીઓથી બનેલો છે.’
રાહુલ ગાંધીએ મતદાર યાદી સુધારણા પર વાત કરતી વખતે RSS પર પણ આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ‘ઇજીજી તમામ સંસ્થાઓ પર કબજાે કરવા માંગે છે. દેશની તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓ ઇજીજીના છે.’ આ વાત સાંભળતા જ સત્તાધારી પક્ષના સભ્યોએ હંગામો શરૂ કરી દીધો હતો. ત્યારબાદ અધ્યક્ષ ઓમ બિરલાએ કોંગ્રેસ નેતાને માત્ર જીૈંઇ પર જ બોલવાની અને કોઈ સંગઠનનું નામ ન લેવાની ટકોર કરી હતી.
સત્તા પક્ષે હોબાળો મચાવ્યા બાદ રાહુલે કહ્યું કે, ‘મેં કોઈ ખોટું કહ્યું નથી. RSS એ શૈક્ષણિક સંસ્થાઓ પર કબજાે કર્યો છે. સંગઠન સાથે જાેડાયેલા વાઈસ ચાન્સેલરની નિમણૂક કરવામાં આવી છે. એક સંસ્થા સાથે જાેડાયેલા લોકોએ ઝ્રમ્ૈં, ઈડ્ઢ પર કબ્જાે કર્યો છે. દેશની ચૂંટણીને નિયંત્રણમાં રાખતી સંસ્થા ચૂંટણી પંચ પર પણ એક સંસ્થાએ કબજાે કરેલો છે, મારી પાસે તેના પુરાવા છે.’
તેમણે વધુમાં કહ્યું કે, ‘ભાજપ લોકશાહીને નુકસાન પહોંચાડવા માટે ચૂંટણી પંચનો ઉપયોગ કરી રહી છે. સીજેઆઈને સીઈસીની નિમણૂક પ્રક્રિયામાંથી હટાવાયા, જ્યારે તેમને હટાવાયા ત્યારે એકતરફ વડાપ્રધાન મોદી અને અમિત શાહ બેઠા હતા, જ્યારે બીજીતરફ હું બેઠો હતો. અત્યાર સુધીમાં કોઈપણ વડાપ્રધાને આવું કર્યું નથી. લોકસભા ચૂંટણી-૨૦૨૪ પહેલા ડિસેમ્બર-૨૦૨૩માં નિયમ બદલીને ચૂંટણી પંચને દંડ ન કરવાની જાેગવાઈ કરવામાં આવી છે. એટલું જ નહીં ઝ્રઝ્ર્ફ અને ડેટાના નિયમો પણ બદલી નાખવામાં આવ્યા છે. સત્તા અને ચૂંટણી પંચ વચ્ચે તાલમેલ છે.’
તેમણે એવું પણ કહ્યું કે, ‘હરિયાણાની મતદાર યાદીમાં એક બ્રાઝિલિયન મહિલાની તસવીર ૨૨ વખત છપાયેલી છે. અમે હરિયાણા અને મહારાષ્ટ્રમાં વોટ ચોરી થઈ હોવાનું સાબિત કર્યું. બિહારમાં એસઆઈઆર પ્રક્રિયા હાથ ધરાયા બાદ મતદાર યાદીમાંથી ૧.૨૨ લાખ ડુપ્લીકેટ ફોટો છપાયા છે.’ આ દરમિયાન અધ્યક્ષે તુરંત રાહુલ ગાંધીને ટકોર કરીને કહ્યું કે, ‘તમે વિપક્ષના નેતા છો, ગરિમા જાળવીને બોલો તો ઠીક છે, નહીં તો આવી રીતે સદન ન ચલાવી શકાય. તમે તમારા સભ્યોને ગરિમા શીખવાડો. વિરોધ કરવાની પણ રીત હોય છે, પણ તમે જે રીતે બોલો છે, તે શું યોગ્ય છે.’




