
મામુટ્ટીની ફિલ્મ બ્રહ્મયુગમે ઇતિહાસ સર્જ્યો.મામુટ્ટીની બ્રહ્મયુગમને ઓસ્કાર એકેડેમીમાં સ્થાન મળ્યું.એકેડેમી મ્યુઝિયમ ઓફ મોશન પિક્ચર્સ લોસ એન્જલસ ખાતે ૧૨ ફેબ્રુઆરીના રોજ આ ફિલ્મનું સ્ક્રીનિંગ કરાશે.મામુટ્ટીની ફિલ્મ બ્રહ્મયુગમે ઇતિહાસ સર્જ્યાે છે. આ ફિલ્મ એવા સ્થાને પહોંચી રહી છે, જે ઘણા ફિલ્મમેકર્સનું સપનું હોય છે. એકેડેમી મ્યુઝિયમ ઓફ મોશન પિક્ચર્સ લોસ એન્જલસ ખાતે ૧૨ ફેબ્રુઆરીના રોજ આ ફિલ્મનું સ્ક્રીનિંગ થવાનું છે. ‘વેર ધ ફોરેસ્ટ મીટ્સ ધ સી’ નામના એક ખાસ વિભાગમાં આ ફિલ્મનું સ્કીનિંગ થવાનું છે. ઓસ્કારના મ્યુઝિયમમાં પહેલી વખત મામુટ્ટીની કોઈ ફિલ્મ પહોંચી હોય એવી ઘટના બની છે. ફિલ્મના ડિરેક્ટર રાહુલ સદાશિવને આ બાબત પોતાના સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું હતું, “બ્રહ્મયુગમ એવા સ્થળ પરથી આવે છે, જ્યાંની વાર્તાઓ સાંભળીને હું મોટો થયો છું, જે ડર હજુ મનમાં રહી ગયો છે અને એ સૂમસામપણું ક્યારેય મનમાંથી ગયું નથી. એ બાબતે હવે ભાષા અને ભુગોળના બંધનો તોડીને વિદેશના લોકોને પણ સ્પર્ષી શકે તે વાત ભાવુક કરી દે એવી છે.
૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬ના દિવસે ‘વેર ધ ફોરેસ્ટ મીટ્સ ધ સી’ અંતર્ગત સ્ક્રિન થનારી એકમાત્ર ફિલ્મ બ્રહ્મયુગમ છે, જેમાં મામુટ્ટી હતા.”તેણે આ બાબત શેર કરતાં જ મામુટ્ટીના ફૅન્સે તેને વધાવી લીધી હતી અને ઘણા અભિનંદન આપ્યા હતા. ઘણા લોકો ખુશ થઈ ગયાં હતાં.‘વેર ધ ફોરેસ્ટ મીટ્સ ધ સી’ વિભાગમાં ૧૦ જાન્યુઆરીથી ૧૨ ફેબ્રુઆરી સુધી ફિલ્મોનું સ્ક્રીનિંગ ચાલશે. આ પ્રોગ્રમમાં વિશ્વના અલગ અલગ હિસ્સામાંથી આવતી લોકકથાઓ પરથી પ્રેરિત ફિલ્મો દર્શાવાશે. જેમાં ૨૦૧૯ની મિડસોમાર, ૧૯૨૨ની હક્સન, ૨૦૧૯ની લા લિઓરોના, ૨૦૧૫ની ધ વિચ, ૧૯૬૭ની વિય, ૨૦૨૨ની યુ વોન્ટ બી અલોન, ૨૦૧૬ની અન્ડર ધ શેડો, ૧૯૭૩ની ધ વિકર મેન, ૨૦૨૦ની હિઝ હાઉસ અને ૧૯૬૫ની ઓનીબાબા પણ સ્ક્રીન થશે. દુનિયા ભરની આ ફિલ્મો વચ્ચે ભારતની બ્રહ્મયુગમને સ્થાન મળ્યું છે.




