- ગ્રેટર નોઈડામાં હિટ એન્ડ રન: ફાસ્ટ કારે પાંચ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, વીડિયો વાયરલ
- દિશા સાલિયાનના પિતાએ આદિત્ય ઠાકરેને ૫૦૦ કરોડની માનહાનિ નોટિસ ફટકારી, ગુનો કર્યાનો કર્યો દાવો
- પેન્ટાગોનનો મોટો નિર્ણય: ૩૦+ વયના યુએસ પુરુષ સૈનિકો માટે ટેસ્ટોસ્ટેરોન પરીક્ષણ ફરજિયાત
- બેન્ક ઓફ જાપાને વ્યાજદર વધારી ૧.૨૫ ટકા કર્યો: ૩૧ વર્ષ બાદ સૌથી ઊંચા સ્તરે વ્યાજદર પહોચ્યો
- ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર સેંક્શન્સ એક્ટ પર કર્યા સહી, ભારત પર ૧૦૦% ટેરિફ લાદવાની તૈયારી
- શી જિનપિંગની યુએસ મુલાકાત પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન: ‘અમે પણ ચીનની જાસૂસી કરીએ છીએ’
- ભાગેડુ લલિત મોદીના જીવન પર બનશે બાયોપિક, સાજીદ નડિયાદવાલાએ કરી જાહેરાત
- ચીન કનેક્શનને કારણે સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’નું સેન્સર સ્ક્રીનિંગ હજુ પણ અટવાયું
Author: garvigujrat
અંગ્રેજીનો શિક્ષક રાખતો હતો કરોડોના ફંડનો હિસાબ.સુરત ધર્માંતરણ કૌભાંડ: માસ્ટર માઈન્ડનો સાગરીત ઝડપાયો.મુખ્ય સૂત્રધાર રામજી ચૌધરીના અત્યંત નજીકના સાથી અને તેના રહસ્ય સચિવ તરીકે ઓળખાતા રાકેશ ચંદુલાલ વસાવાની ધરપકડ.સુરત જિલ્લાના માંડવી તાલુકામાં સામે આવેલા મસમોટા ધર્માંતરણ કૌભાંડમાં જિલ્લા પોલીસે વધુ એક મહત્ત્વની કડી શોધી કાઢી છે. આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર રામજી ચૌધરીના અત્યંત નજીકના સાથી અને તેના રહસ્ય સચિવ તરીકે ઓળખાતા રાકેશ ચંદુલાલ વસાવાની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ બાદ શૈક્ષણિક જગત અને સ્થાનિક પંથકમાં ખળભળાટ મચી ગયો છે. આરોપી રાકેશ વસાવાની પ્રોફાઇલ જાેઈને પોલીસ પણ ચોંકી ઉઠી છે. તે હાઇવે નજીક આવેલી શહેરની એક પ્રતિષ્ઠિત ખાનગી શાળામાં અંગ્રેજી…
૧૯ કાર્યકર્તા સામે કેસ પાછો ખેંચવા મંજૂરી નહીં.કરણી સેનાને મોટો ઝટકો, પદ્માવત ફિલ્મનો વિરોધ કરવો ભારે પડ્યો.કોર્ટે કહ્યું કે આરોપીઓએ અપરાધ વ્યક્તિગત હિત અને ચોક્કસ સમુદાયનું વર્ચસ્વ જાળવવા કર્યો હતો.પદ્માવત ફિલ્મના વિરોધને લઇ કરણી સેના દ્વારા રાજ્યભરમાં કરાયેલા તોડફોડ પ્રકરણમાં વસ્ત્રાપુર પોલીસમથકમાં ૧૯ આરોપીઓ વિરૂધ્ધ કેસ નોંધાયો હતો. ત્યારે આ મામલે કરણી સેનાને મોટો ઝટકો મળ્યો છે. અમદાવાદ સેશન્સ કોર્ટે રાજ્ય સરકારને કરણી સેનાના ૧૯ કાર્યકર્તાઓ વિરુદ્ધનો ગુનાહિત કેસ પાછો ખેંચવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. વર્ષ ૨૦૧૮ માં પદ્માવત ફિલ્મને લઈને કરણી સેનાએ વિરોધ દર્શાવ્યો હતો. પદ્માવત ફિલ્મના વિરોધમાં કરણી સેનાએ રાજ્યભરમાં તોડફોડ અને વિરોધ પ્રદર્શન કર્યા હતા એ…
સિંગતેલના ભાવમાં જબરો વધારો.નવા વર્ષની શરૂઆતમાં ગૃહિણી પર મોંઘવારીનો વધુ એક માર.સિંગતેલના ભાવમાં ૨૦ રૂપિયાનો વધારો, સીંગતેલના ડબ્બાનો ભાવ રૂ.૨,૬૬૦ થી રૂ.૨,૬૮૦ રૂપિયા થયો.નવા વર્ષની શરૂઆત થતા ની સાથે જ સિંગતેલના ભાવમાં વધારો થવાની પણ શરૂઆત થઈ છે. આજરોજ સિંગતેલના ભાવમાં ૨૦ રૂપિયાનો વધારો થયો છે, ત્યારે આ ભાવ વધારો થતા સીંગતેલના ડબ્બાનો ભાવ રૂ.૨,૬૬૦ થી રૂ.૨,૬૮૦ રૂપિયા થયો છે. સમગ્ર ગુજરાત ભરમાં લોકો સીંગતેલ અને કપાસિયા તેલનો વપરાશ વધારે પ્રમાણમાં કરતા હોય છે, ત્યારે આ બંને તેલના ભાવમાં ઘણી વધ – ઘટ થતી જાેવા મળતી હોય છે. અગાઉ પણ સિંગતેલના ભાવમાં ૧૮ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ ભાવ વધારો થયો…
શેરબજારમાં તેજી.નિફ્ટીએ રચ્યો ઈતિહાસ, સેન્સેક્સમાં પણ ૬૦૦ પોઈન્ટનો ઉછાળો જાેવાયા.નિફ્ટી ૫૦ ૧૮૨ પોઈન્ટ વધીને ૨૬,૩૨૮.૫૫ પર બંધ, સેન્સેક્સ ૦.૬૭ ટકા વધીને ૮૫,૭૬૨.૦૧ પર પહોંચ્યા.શેરબજાર માટે આજનો દિવસ ખૂબ જ શાનદાર રહ્યો છે. ભારતીય શેરબજારના બંને મુખ્ય સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટીમાં જબરદસ્ત વધારો જાેવા મળ્યો છે. વર્ષ ૨૦૨૬ના બીજા જ દિવસે ભારતીય શેરબજારના નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ રેકોર્ડ હાઈ પર છે, જ્યારે સેન્સેક્સમાં પણ ૬૦૦ પોઈન્ટથી વધુનો ઉછાળો નોંધાયો છે. ૨૦૨૬ના બીજા દિવસે ભારતીય શેરબજારનો નિફ્ટી૫૦ ઇન્ડેક્સ રેકોર્ડ સ્તરે પહોંચ્યો. સેન્સેક્સ અને નિફ્ટી બેંકમાં પણ શાનદાર તેજી જાેવા મળી. નિફ્ટી ૧૯૪ પોઈન્ટ વધીને ૨૬,૩૪૦ પર પહોંચ્યો, જે તેનો રેકોર્ડ ઉચ્ચતમ સ્તર છે.…
ગિગ વર્કર્સ માટે સરકારનો નવો પ્રસ્તાવ.૯૦ દિવસ ફરજિયાત કામ, પેન્શન પણ મળશે.ડિલિવરી પ્લેટફોર્મ પર કામ કરતા કર્મચારીઓને સ્વાસ્થ્ય, જીવન વીમો અને અકસ્માત વીમા જેવી સુવિધાઓ મળશે.ભારતમાં ગિગ ઇકોનોમી સાથે જાેડાયેલા લાખો શ્રમિકો માટે નવા વર્ષની શરૂઆત આશાસ્પદ રહી છે. ભારત સરકારે સામાજિક સુરક્ષા સંહિતા, ૨૦૨૦ હેઠળ નવા ડ્રાફ્ટ નિયમોનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ નિયમો લાગુ થવાથી ડિલિવરી પ્લેટફોર્મ પર કામ કરતા કર્મચારીઓને સ્વાસ્થ્ય, જીવન વીમો અને અકસ્માત વીમા જેવી સુવિધાઓ મળશે. નવા નિયમો મુજબ, સામાજિક સુરક્ષાનો લાભ મેળવવા માટે કર્મચારીઓએ અમુક ચોક્કસ સમયગાળા માટે કામ કરવું અનિવાર્ય રહેશે. – સિંગલ પ્લેટફોર્મ વર્કર્સ: જાે કોઈ વર્કર માત્ર એક જ કંપની…
ભાજપે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન.કોંગ્રેસ સરકારના સરવેમાં ૮૩ ટકા લોકોને ઈફસ્ પર ભરોસો.કર્ણાટક સરકારે ૫૧૦૦ લોકો પાસેથી લીધો ફીડબેક.કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓ અનેક વખત ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર આશંકા વ્યક્ત કરી ચૂક્યા છે. જ્યારે રાહુલ ગાંધી અવારનવાર ચૂંટણી પંચ અને ઈવીએમમાં ગડબડ હોવાના આક્ષેપો કરતા રહ્યા છે, ત્યારે કર્ણાટકની કોંગ્રેસ સરકારે લોકસભા ચૂંટણી-૨૦૨૪માં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર આશંકા વ્યક્ત કરીને સરવે હાથ ધર્યો હતો, જેમાં ખુદ કોંગ્રેસને જ મોટો ઝટકો લાગ્યો છે. સરવેમાં ૮૩ ટકાથી વધુ લોકોએ EVM પર વિશ્વાસ મૂક્યો છે. કોંગ્રેસે રિપોર્ટ જાહેર કર્યા બાદ ભાજપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું…
શાહબાઝ શરીફે દેશને પાઠવી શુભેચ્છા.કંગાળ પાકિસ્તાને ક્રૂડ ઓઇલ-ગેસનો ભંડાર મળ્યાનો દાવો.રોજના ૪૧૦૦ બેરલ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન થશે.આર્થિક રીતે પાયમાલ થઈ રહેલા પાકિસ્તાન માટે કુદરતી સંસાધનોની આ શોધ સંજીવની સમાન સાબિત થઈ શકે છે. પાકિસ્તાની એજન્સીઓના જણાવ્યા અનુસાર, ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના કોહાટ જિલ્લાના નશપા બ્લોકમાં તેલ અને ગેસનો વિપુલ ભંડાર મળી આવ્યો છે. પાકિસ્તાનની ઓઈલ એન્ડ ગેસ ડેવલપમેન્ટ કંપની લિમિટેડ (OGDCL) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ નવી શોધાયેલી સાઇટ પરથી ઉત્પાદનની ક્ષમતા આશાસ્પદ છે. કંપનીના અંદાજ મુજબ, આ નવા ભંડારમાંથી દરરોજ અંદાજે ૪૧૦૦ બેરલ ક્રૂડ ઓઇલ મેળવી શકાશે, જે દેશની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ થશે. ક્રૂડ ઓઇલની સાથે જ…
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું.અમદાવાદનો ફ્લાવર શો દરેકનું મન મોહિત કરશે!.તે જનભાગીદારીનું એક અદ્ભુત ઉદાહરણ છે, તેનાથી શહેરની જીવંત ભાવના સાથે જ પ્રકૃતિ સાથેના જાેડાણને સુંદર રીતે દર્શાવે છે.અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ૧ જાન્યુઆરીથી ૧૪મા ઇન્ટરનેશનલ ફ્લાવર શો-૨૦૨૬નો ભવ્ય પ્રારંભ થયો છે. આ ફ્લાવર શોનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ભારત એક ગાથા થીમ પર ૧૪મા ઇન્ટરનેશનલ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. ફ્લાવર શોમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિથી લઈને આધુનિક સિદ્ધિઓ સુધીની સફરને લાખો રંગબેરંગી ફૂલોથી જીવંત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદના ફ્લાવર શોની ભવ્યતાને લઈ એક્સ પર પોસ્ટ શેર કરી છે. પ્રધાનમંત્રી…
Gail Gas Limited ની જાહેરાત.CNG ભાવમાં કર્યો ઘટાડો,PNG ગ્રેસ પણ થયો સસ્તો. PNG અને CNG ભાવમાં અનુક્રમે રૂપિયા ૧ પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર અને રૂપિયા ૧ પ્રતિ કિલોનો ઘટાડો કરવાની જાહેરાત.પબ્લિક સેક્ટરની કંપની ગેલ ગેસ લિમિટેડ (Gail Gas Limited) એ ગુરુવારે ઘરેલું રસોઈ ગેસ (PNG) અને CNG ભાવમાં અનુક્રમે રૂપિયા ૧ પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર અને રૂપિયા ૧ પ્રતિ કિલોનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. નવા વર્ષ નિમિત્તે કંપનીએ પોતાના ગ્રાહકોને આ મોટી ભેટ આપી છે. નોંધનીય છે કે, ગેસના ભાવમાં આ ઘટાડો પાઇપલાઇન ટેરિફમાં તાજેતરમાં કરવામાં આવેલા ફેરફારો બાદ લેવામાં આવ્યો છે. આના એક દિવસ પહેલા જ દેશની સૌથી…
ઓસી. ટીમના કોચ મેકડોનાલ્ડે અગાઉ કમિન્સ રમશે કે નહીં તે અંગે શંકા સેવી હતી.ટી૨૦ વર્લ્ડ કપમાં પણ કમિન્સના સમાવેશથી તમામ શંકા દૂર: કોચ.કમિન્સ ટીમનું નેતૃત્વ સંભાળશે નહીં કેમ કે ઓલરાઉન્ડર મિચેલ માર્શ હાલ ઓસ્ટ્રેલિયાનો ટી૨૦ કેપ્ટન છે.પ્રવાસી ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ ગુમાવી ચૂકેલો ઓસ્ટ્રેલિયન સુકાની પેટ કમિન્સ આગામી ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપ માટેની ઓસ્ટ્રેલિયાની ટીમમાં સામેલ થયો છે તેનાથી તેના અંગેની તમામ શંકાઓ દૂર થઈ ગઈ છે.અગાઉ કાંગારું ટીમના કોચ મેકડોનાલ્ડે જાહેર કર્યું હતું કે તે વર્લ્ડ કપમાં રમી શકશે નહીં અને તેને ફિટ થવામાં ઘણો સમય લાગશે. આગામી ટી૨૦ વર્લ્ડ કપ આ વખતે ભારત અને શ્રીલંકામાં યોજાનારો છે. ફેબ્રુઆરી-માર્ચમાં…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


