- ગ્રેટર નોઈડામાં હિટ એન્ડ રન: ફાસ્ટ કારે પાંચ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, વીડિયો વાયરલ
- દિશા સાલિયાનના પિતાએ આદિત્ય ઠાકરેને ૫૦૦ કરોડની માનહાનિ નોટિસ ફટકારી, ગુનો કર્યાનો કર્યો દાવો
- પેન્ટાગોનનો મોટો નિર્ણય: ૩૦+ વયના યુએસ પુરુષ સૈનિકો માટે ટેસ્ટોસ્ટેરોન પરીક્ષણ ફરજિયાત
- બેન્ક ઓફ જાપાને વ્યાજદર વધારી ૧.૨૫ ટકા કર્યો: ૩૧ વર્ષ બાદ સૌથી ઊંચા સ્તરે વ્યાજદર પહોચ્યો
- ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર સેંક્શન્સ એક્ટ પર કર્યા સહી, ભારત પર ૧૦૦% ટેરિફ લાદવાની તૈયારી
- શી જિનપિંગની યુએસ મુલાકાત પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન: ‘અમે પણ ચીનની જાસૂસી કરીએ છીએ’
- ભાગેડુ લલિત મોદીના જીવન પર બનશે બાયોપિક, સાજીદ નડિયાદવાલાએ કરી જાહેરાત
- ચીન કનેક્શનને કારણે સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’નું સેન્સર સ્ક્રીનિંગ હજુ પણ અટવાયું
Author: garvigujrat
ગત વર્ષની સરખામણીએ વધુ ૪૦નાં મોત.વાઘના અસ્તિત્વ પર સંકટ વર્ષ ૨૦૨૫માં ૧૬૬નાં મોત.ભારતમાં વાઘની વસ્તી ૨૦૧૮માં ૨,૯૬૭ હતી જે ૨૦૨૨માં વધીને ૩,૬૮૨ થઈ ગઈ છે. ભારત વિશ્વના ૭૫% વાઘનું ઘર છે. વિશ્વમાં વાઘની સૌથી વધુ વસ્તી ધરાવતા ભારત માટે વર્ષ ૨૦૨૫ ચિંતાજનક રહ્યું છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી ના તાજેતરના આંકડા અનુસાર, ગત વર્ષે દેશમાં કુલ ૧૬૬ વાઘનાં મોત થયા છે, જે વર્ષ ૨૦૨૪ (૧૨૬ મોત)ની સરખામણીએ ૪૦ વધુ છે. ‘ટાઈગર સ્ટેટ’ તરીકે જાણીતા મધ્યપ્રદેશમાં સૌથી વધુ ૫૫ વાઘનાં મોત નોંધાયા છે.કુલ ૧૬૬ મૃત વાઘોમાં ૩૧ બચ્ચા હતા, જે ચિંતાનો વિષય છે. વર્ષની શરૂઆત ૨ જાન્યુઆરીએ મહારાષ્ટ્રમાં એક નર વાઘના…
પ્રદૂષણના ગંભીર અસર.બે વર્ષમાં ગુજરાતમાં શ્વાસના દર્દીઓમાં ૪૦%નો વધારો.૨૦૨૪ની સરખામણીએ ૨૦૨૫માં શ્વાસની સમસ્યાના ઈમરજન્સી કોલ્સમાં આંશિક ઘટાડો નોંધાયો.શિયાળાની સાથે જ પ્રદૂષણના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ છેલ્લા ઘણા દિવસથી ૨૦૦ને પાર નોંધાય છે. પ્રદૂષણની અસરને પગલે શ્વાસની સમસ્યા ધરાવતા દર્દીઓના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં એક જ વર્ષમાં શ્વાસની સમસ્યા ધરાવતા ૧.૨૯ લાખથી વઘુ ઈમરજન્સી કોલ્સ નોંધાયાનું સામે આવ્યું છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ ૨૦૨૫માં શ્વાસની સમસ્યા ધરાવતા દરરોજના સરેરાશ ૩૬૧ અને પ્રતિ કલાકના ૧૫ જેટલા કેસ નોંધાયા છે. ઈમરજન્સી સેવા ‘૧૦૮’ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ ૨૦૨૩માં શ્વાસની…
વર્ષાંતે ટેક્સ પ્લાનિંગના ભાગરૂપે દાનવીર બન્યા હોવાનો ખુલાસા.ઇલોન મસ્કની સખાવત: ટેસ્લાના રૂ.૯૦૦ કરોડના શેર દાનમાં આપ્યા.અમેરિકાની શેરબજારની નિયમનકારી સંસ્થા યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનને આપેલી નિયમનકારી માહિતીમાં આ અંગેનો ખુલાસો થયો. વિશ્વના સૌથી ધનિક અબજાેપતિ ઇલોન મસ્કે આશરે ૧૦ કરોડ ડોલર (આશરે ૯૦૦ કરોડ)ના ટેસ્લાના આશરે ૨.૧૦ લાખ શેર કેટલીક સખાવતી સંસ્થાને દાનમાં આપ્યાં છે. જાેકે આ સખાવતી સંસ્થાઓના નામ જાહેર કરાયા નથી. ૩૦ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ વર્ષાંતના ટેક્સ પ્લાનિંગને ભાગરૂપે મસ્કે આ દાન કર્યું હતું.અમેરિકાની શેરબજારની નિયમનકારી સંસ્થા યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનને આપેલી નિયમનકારી માહિતીમાં આ અંગેનો ખુલાસો થયો હતો. ટેસ્લાના સીઇઓએ આવું મોટું દાન કર્યું હોય તેવો…
અભિનેત્રીને નાનપણથી જ અભિનયમાં રસ હતો.દેખાવ અને વજન માટે ટ્રોલ થતા વિદ્યાને જાત માટે નફરત થવા લાગી હતી.અક્ષય કુમાર સાથે ફિલ્મ “હે બેબી” માં અભિનય કર્યા બાદ વિદ્યાને તેના દેખાવ અને વજન માટે ટ્રોલ કરવામાં આવી હતી.વિદ્યા બાલનનો જન્મદિવસ વિશેષ: હિન્દી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી વિદ્યા બાલન થિયેટર કર્યા પછી ટીવી શોમાં કામ કરતી હતી. આ પછી, અભિનેત્રીએ દક્ષિણ સિનેમામાં અભિનય કારકિર્દી શરૂ કરવાની યોજના બનાવી હતી. જાેકે, આ ર્નિણય સફળ ન થયો. આ પછી, તેણીએ એક મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું. આનાથી તેનું નસીબ બદલાઈ ગયું અને અભિનેત્રીને બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની તક મળી. ૨૧ વર્ષ પહેલાં હિન્દી સિનેમામાં પ્રવેશ કરનારી વિદ્યા…
૨૦૨૩માં આવેલી કેરાલા સ્ટોરી ફિલ્મનું ડિરેકશન સુદિપ્તો સેને કર્યું હતું.‘કેરાલા સ્ટોરી-૨’ ફેબ્રુઆરીમાં થિએટરમાં રિલીઝ થશે.‘કેરાલા સ્ટોરી-૨’નું ફિલ્માંકન અત્યંત અંકુશ ધરાવતી અને સુનિશ્ચિતતા ધરાવતી પદ્ધતિએ કરવામાં આવ્યું છે.આ ફિલ્મમાં પ્રવર્તમાન સ્થિતિની અત્યંત કાળી, ક્રૂર અને અમાનવીય બાજુ દર્શાવતી ફિલ્મ કેરાલા સ્ટોરી ઘણી ચર્ચામાં રહી હતી. હવે આ ફિલ્મનો બીજાે ભાગ આવી રહ્ય છે. જાેકે, ફિલ્મના કલાકારો અને સ્ટોરી અંગે સંપૂર્ણ ગોપનિયતા જાળવવામાં આવી છે. પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ‘કેરાલા સ્ટોરી-૨’નું શૂટિંગ ઘણું અંકુશ ધરાવતી અને સુનિશ્ચિતતા ધરાવતી પદ્ધતિએ કરવામાં આવ્યું છે૨૦૨૩ની વર્ષમાં ‘કેરાલા સ્ટોરી’ આવી ત્યારે તે ફિલ્મ બ્લોકબસ્ટર પૂરવાર થઇ હતી. જાેકે પ્રેક્ષકો તરફથી આ ફિલ્મ માટે મિશ્ર…
મૂળ લા ફેમિલા બેલિર ફિલ્મ ૨૦૧૪માં રિલીઝ થઈ હતી.લા ફેમિલા બેલિરની હિન્દી રિમેકમાં અલીઝે અને સિદ્ધાંત.સિદ્ધાંત ચતુર્વેદી છેલ્લે ૨૦૨૫માં ધડક ૨માં જાેવા મળ્યો હતો, જેમા તેની સાથે તૃપ્તિ ડિમરી લીડ રોલમાં હતી.સિદ્ધાંત ચતુર્વેદી અને અલીઝે અગ્નિહોત્રી જાણીતી ળેન્ચ ફિલ્મ લા ફેમિલા બેલિરની હિન્દી રીમેક માટે કાસ્ટ થયાં છે. આ મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ વિકાસ બ્હલ ડિરેક્ટ કરશે, જેમાં ટેલેન્ટ અને પરિવારના આધારીત વાર્તા હશે. મૂળ લા ફેમિલા બેલિર ફિલ્મ ૨૦૧૪માં રિલીઝ થઈ હતી અને આ એક ફ્રેન્ચ- બેલ્જિયન કોમેડી ફિલ્મ હતી, જે એરિક લાર્ટીગોએ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં ૧૬ વર્ષની છોકરીની વાત છે, જે પોતાનાં બધિર માતા પિતા માટે દુભાષિયાનું…
ઝહાન કપૂરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પીઆરની અતિશયોક્તિ વિશે વાત કરી.PR થી મેગેઝીન કવર પર ચમકવાને બદલે હું મારું સ્થાન કમાવામાં માનું છું : ઝહાન કપૂર.મારો આ મીડિયાની દુનિયા અને મનોરંજનની દુનિયાનો ભાગ બની રહીને શક્ય હોય એટલી મોટી અસર ઉભી કરવાનો હેતુ છે : ઝહાન કપૂર.જાન્યુઆરી ૨૦૨૫માં એક સીરિઝ આવી, ‘બ્લોક વોરન્ટ’ અને કોઈને ધ્યાનમાં પણ નહોતો એવો કપૂર પરિવારનો એક કલાકાર, ઝહાન કપૂર છવાઈ ગયો. ભારતમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રિય સ્તરે આ સિરીઝની ચર્ચા હતી. ત્યાર પછી ઝહાન કપૂર કોઈ ફિલ્મ કે સિરીઝમાં દેખાયો નથી. ત્યારે એક ઇન્ટરવ્યુમાં ઝહાને ઇન્ડસ્ટ્રીમાં થઈ રહેલી પીઆરની અતિશ્યોક્તિ વિશે વાત કરી છે. તેણે જણાવ્યું,…
સોનાના વાયદામાં રૂ.1015 અને ચાંદીના વાયદામાં રૂ.8099નો ઉછાળોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.29 લપસ્યો ઇલેક્ટ્રિસિટી વાયદામાં નરમાઇઃ એલચી, મેન્થા તેલના વાયદામાં સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.30562.09 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.66180.89 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 24034.47 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 35549 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.96756.43 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.30562.09 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.66180.89 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 35549 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1672.35 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 24034.47 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.136999ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.136999 અને નીચામાં રૂ.136523ના મથાળે અથડાઈ, રૂ.135804ના આગલા બંધ સામે રૂ.1015 વધી રૂ.136819ના ભાવે ટ્રેડ…
૩૧stની મજા સજામાં ફેરવાઈ.અમદાવાદની હોટલમાં દારૂની મહેફિલ પર પોલીસના દરોડા.હોટલમાં ગેરકાયદેસર દારૂની પાર્ટીનો પર્દાફાશ કરી ૯ નબીરાઓની ધરપકડ કરી છે તેમની સામે ગુજરાત દારૂબંધી કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો.૩૧જંની ઉજવણીમાં હવે અનેક યુવાનો ઊંઘા પાટે ચડી ગયા છે. નવા વર્ષને આવકારવા દારૂ કે અન્ય નશીલા પ્રદાર્થોનું સેવન કરી રહ્યા છે. ત્યારે પોલીસે પણ તેમણે પકડવા કમર કસી છે. અમદાવાદમાં સાબરમતી પોલીસે ગુરુવારે શહેરની એક હોટલમાં ગેરકાયદેસર દારૂની પાર્ટીનો પર્દાફાશ કરી ૯ નબીરાઓની ધરપકડ કરી છે. તેમની સામે ગુજરાત દારૂબંધી કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ચોક્કસ માહિતીના આધારે પોલીસ ટીમે ગુરુવારે વહેલી સવારે સાબરમતી વિસ્તારમાં આવેલી એબી ફોર્ચ્યુન હોટેલના રૂમ…
અમદાવાદ ED ની મોટી કાર્યવાહી.શેરબજારમાં રોકાણના નામે કરોડોનું કૌભાંડ, ૪ કરોડની સંપત્તિ જપ્ત.સૂત્રધાર હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસાર હોવાનું સામે આવ્યું.સામાન્ય રોકાણકારો સાથે શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડી આચરવાના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની અમદાવાદ ઝોનલ ઓફિસને મોટી સફળતા મળી છે. ED એ આ મામલે કરોડો રૂપિયાનું સોનું, ચાંદી અને રોકડ રકમ જપ્ત કરી છે. આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસાર હોવાનું સામે આવ્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે પિન્ટુ ભાવસાર અને તેના સાથીદારોએ મહેસાણા, વિસનગર અને વડનગરમાં ઓફિસો ખોલી હતી. તેઓએ અનેક કર્મચારીઓ રાખીને સામાન્ય લોકોને ફોન કરાવી શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી રોકાણ કરાવ્યું હતું. જાેકે, આ નાણાંનું…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


