- ગ્રેટર નોઈડામાં હિટ એન્ડ રન: ફાસ્ટ કારે પાંચ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, વીડિયો વાયરલ
- દિશા સાલિયાનના પિતાએ આદિત્ય ઠાકરેને ૫૦૦ કરોડની માનહાનિ નોટિસ ફટકારી, ગુનો કર્યાનો કર્યો દાવો
- પેન્ટાગોનનો મોટો નિર્ણય: ૩૦+ વયના યુએસ પુરુષ સૈનિકો માટે ટેસ્ટોસ્ટેરોન પરીક્ષણ ફરજિયાત
- બેન્ક ઓફ જાપાને વ્યાજદર વધારી ૧.૨૫ ટકા કર્યો: ૩૧ વર્ષ બાદ સૌથી ઊંચા સ્તરે વ્યાજદર પહોચ્યો
- ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર સેંક્શન્સ એક્ટ પર કર્યા સહી, ભારત પર ૧૦૦% ટેરિફ લાદવાની તૈયારી
- શી જિનપિંગની યુએસ મુલાકાત પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન: ‘અમે પણ ચીનની જાસૂસી કરીએ છીએ’
- ભાગેડુ લલિત મોદીના જીવન પર બનશે બાયોપિક, સાજીદ નડિયાદવાલાએ કરી જાહેરાત
- ચીન કનેક્શનને કારણે સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’નું સેન્સર સ્ક્રીનિંગ હજુ પણ અટવાયું
Author: garvigujrat
બે સ્વદેશી મિસાઈલનું એકસાથે સફળતાપૂર્વક પરીક્ષણ કરાયું.ડીઆરડીઓએ એક જ લોન્ચરથી ખૂબ જ ઓછા સમયના અંતરે એક પછી એક બે પ્રલય મિસાઈલો છોડી હતી.વર્ષના છેલ્લા દિવસે ભારતે ડબલ ધમાકો કર્યો છે. રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO)એ પોતાની તાકાત બતાવતા સ્વદેશી રીતે વિકસિત પ્રલય મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ કોઈ સાધારણ પરીક્ષણ નહોતું, પણ એક સાલ્વો લોન્ચ હતું, જેણે દુશ્મનોની છાવણીમાં ખળભળાટ મચાવી દીધો છે. ઓડિશાના તટ પર ડો. એપીજે અબ્દુલ કલામ દ્વીપથી લગભગ ૧૦.૩૦ કલાકે ભારતે આ કામ કરી બતાવ્યું છે. ડીઆરડીઓએ એક જ લોન્ચરથી ખૂબ જ ઓછા સમયના અંતરે એક પછી એક બે પ્રલય મિસાઈલો છોડી છે. બંને…
હાલ કે. એલ.એન.રાવ CID ક્રાઈમમાં કાર્યરત છે.ગુજરાતના DGP વિકાસ સહાયનું એક્ટેન્શન પૂર્ણ થતાં આજે(૩૧ ડિસેમ્બર) તેઓ નિવૃત્ત થયા છે. ત્યારે ડૉ કે.એલ.એન. રાવને ગુજરાત રાજ્યના ઇન્ચાર્જ DGP બનાવાયા છે. હાલ કે. એલ.એન.રાવ CID ક્રાઈમમાં કાર્યરત છે. ડો.કે.એલ.એન. રાવ ૧૯૯૨ની બેંચના IPS અધિકારી છે તેમજ નિવૃત્તિને ૨૨ મહિનાનો સમય બાકી છે ત્યારે તેમણે ગુજરાત રાજ્યના ઇન્ચાર્જ DGP ની જવાબદારી સોંપવામાં આવી છે. ડૉ. કે.એલ.એન.રાવ (ડૉ. કે લક્ષ્મી નારાયણ રાવ,IPS) જન્મ: ૨૬ ઓકટોબર,૧૯૬૭ અભ્યાસ: M.Sc, Ph. D વતન: ટીની, તેલંગાણા બેચ:૧૯૯૨ હાલનું પોસ્ટિંગ: CID ક્રાઈમના વડા નવી જવાબદારી: ઇન્ચાર્જ DGP ગુજરાત નિવૃત્તિ: ઓકટોબર, ૨૦૨૭ આ ઉપરાંત ડૉ. કે.એલ.એન.રાવે ખેડા, મહેસાણા, સાબરકાંઠા જેવા…
માવઠાની આગાહી વચ્ચે સરકારની નવી ગાઈડલાઈન જાહેર કરાઇ.કાપણી કરેલ પાકને સુરક્ષિત કરો: ખેતરમાં જે પાકની કાપણી થઈ ગઈ હોય તેને તાત્કાલિક સલામત સ્થળે અથવા ગોડાઉનમાં ખસેડવો.રાજ્યમાં ફરી એકવાર માવઠાની આફત તોળાઈ રહી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે ગુજરાત સરકારનો કૃષિ વિભાગ એક્શન મોડમાં આવ્યો છે. ૧ જાન્યુઆરી-૨૦૨૬ સુધી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતાને જાેતા ખેડૂતોને પાક રક્ષણ માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૨૪ કલાક દરમિયાન કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. આ આગાહીને ગંભીરતાથી લઈ…
ચેટજીપીટી તમારી માહિતી ચૂપચાપ સેવ કરી રહી છે ; બચવા માંગતા હો તો આ 5 પદ્ધતિઓ અનુસરો ચેટજીપીટી વધુને વધુ સામાન્ય બની ગયું છે , પરંતુ મોટાભાગના લોકોને ખ્યાલ નથી કે આ ચેટબોટ તમારી વ્યક્તિગત માહિતીને શાંતિથી સંગ્રહિત કરી રહ્યું છે. તમારી વ્યક્તિગત માહિતીને એઆઈ ચેટબોટ દ્વારા સાચવવામાં ન આવે તે માટે અહીં કેટલાક સરળ પગલાં આપ્યા છે એસવીએન,નવી દિલ્હી ઓપનએઆઈ નું ચેટજીપીટી વિશ્વભરમાં એક લોકપ્રિય એઆઈ ચેટબોટ બની ગયું છે. તે તમારી વાતચીતોમાંથી ઘણું શીખે છે અને યાદ રાખે છે. તે તમારી વ્યક્તિગત માહિતી ગુપ્ત રીતે સંગ્રહિત કરે છે. જો કે, ઘણા લોકો નથી ઇચ્છતા કે તેમની વ્યક્તિગત માહિતી…
સુરતમાં પ્રદૂષણ ઘટાડવાનો નવતર પ્રયોગ.સુરતમાં ૩૬૦ ડિગ્રી મુવિંગ કેમેરા સિસ્ટમ ગોઠવવાશે.સુરતના જીઆઇડીસી વિસ્તારમાં પ્રદૂષણ નિયંત્રણ માટે GPCB અને મિલ એસોસિએશનનો અનોખો પ્રયોગ શરૂ.પ્રદૂષણ ઘટાડવા માટે નવતર પહેલ સામે આવી છે. સુરત શહેર તથા જિલ્લામાં વધતા હવાઈ પ્રદૂષણને કાબૂમાં લેવા માટે એક મહત્વપૂર્ણ અને ટેક્નોલોજી આધારિત નવતર પ્રયોગ અમલમાં મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ઔદ્યોગિક મિલોમાંથી નીકળતા પ્રદૂષણ પર કડક નજર રાખવા માટે હવે ૩૬૦ ડિગ્રી મુવિંગ કેમેરા સિસ્ટમ ગોઠવવામાં આવી છે. શિયાળાની ઋતુમાં હવામાં ભેજ અને ઠંડકના કારણે ધુમાડા તથા રજકણો ઉપર તરફ ફેલાઈ શકતા નથી, જેના કારણે પ્રદૂષણનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં…
હવે રૂ. ૮૭,૬૯૫ કરોડ ૧૦ વર્ષમાં ચૂકવવા પડશે.વોડા-આઈડિયાના રાહત પેકેજને કેબિનેટની મંજૂરી.સરકારના આ ર્નિણયનો મુખ્ય હેતુ ટેલિકોમ માર્કેટમાં હરીફાઈ ટકાવી રાખવાનો અને વોડાફોન-આઈડિયામાં રહેલી સરકારની ૪૯% હિસ્સેદારીની કિંમતને સુરક્ષિત કરવાનો છે.આર્થિક સંકટમાં ફસાયેલી ટેલિકોમ કંપની વોડાફોન-આઈડિયા(Vi) માટે કેન્દ્ર સરકારે આજે વર્ષના અંતિમ દિવસે રાહતના સમાચાર આપ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ૩૧ ડિસેમ્બરે કેન્દ્રીય કેબિનેટે એક ખાસ રાહત પેકેજને મંજૂરી આપી છે. આ પેકેજ હેઠળ, કંપનીએ સરકારને ચૂકવવાના થતા રૂ.૮૭,૬૯૫ કરોડના AGR (એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ)ના બાકી લેણાંને હાલ પૂરતા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. સરકારના આ ર્નિણયનો મુખ્ય હેતુ ટેલિકોમ માર્કેટમાં હરીફાઈ ટકાવી રાખવાનો અને વોડાફોન-આઈડિયામાં રહેલી સરકારની ૪૯% હિસ્સેદારીની કિંમતને…
યુરિયા બેગમાં છુપાવેલું હતું, બેની ધરપકડ.રાજસ્થાનમાં ૧૫૦ કિલોગ્રામ વિસ્ફોટક લઈ જતી કાર પકડાઈ.એમોનિયમ નાઈટ્રેટ ઉપરાંત પોલીસે ૨૦૦ વિસ્ફોટક બેટરી અને ૧૧૦૦ મીટર જેટલું વાયર પણ કબજે લીધું.રાજસ્થાનના ટોંક જિલ્લામાં ભારે માત્રામાં વિસ્ફોટક મળી આવ્યું હતું. માહિતી અનુસાર પોલીસે એક કારમાંથી આશરે ૧૫૦ કિલો જેટલું એમોનિયમ નાઈટ્રેટ જપ્ત કર્યું છે. આ ઉપરાંત પોલીસે ૨૦૦ વિસ્ફોટક બેટરી અને ૧૧૦૦ મીટર જેટલું વાયર પણ કબજે લીધું છે. આ મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ટોંકના ડીએસપી મૃત્યુંજય મિશ્રાએ કહ્યું કે એક મારુતિ સિયાઝ કારમાંથી આ વિસ્ફોટકનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે બે આરોપીઓને પકડીને પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય…
૪૦ થી વધુ લોકો બીમાર પડ્યા.દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરમાં દૂષિત પાણી પીવાથી ૩ લોકોના મોત.ભગીરથપુરામાં સંજીવની ક્લિનિક્સ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે, જેમાં સેંકડો લોકો ઉલટી અને ઝાડાથી પીડાઈ રહ્યા છે.દેશના સૌથી સ્વચ્છ શહેર ગણાતા ઇન્દોરમાં દૂષિત પાણી પીવાથી ૩ લોકોના મોત થયા છે અને ૪૦ થી વધુ લોકો બીમાર પડ્યા છે. ઇન્દોરના મેયર પુષ્યમિત્ર ભાર્ગવે જણાવ્યું હતું કે ઝેરી પાણી પીવાથી અત્યાર સુધીમાં ૩ લોકોના મોત થયા છે. દરમિયાન, ઇન્દોરના ભગીરથપુરા વિસ્તારમાં સંજીવની ક્લિનિક્સ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે, જેમાં સેંકડો લોકો ઉલટી અને ઝાડાથી પીડાઈ રહ્યા છે. દૂષિત પાણી પીવાથી લોકોને ઉલટી અને ઝાડા થવા લાગ્યા ત્યારે ઇન્દોરના ભગીરથપુરા…
કેન્દ્ર સરકારનો મોટો ર્નિણય.100 mg ની પેન કિલર દવા Nimesulide પર પ્રતિબંધ.સરકારનું કહેવું છે કે આ દવા સ્વાસ્થ્ય માટે જાેખમરૂપ છે, આ ર્નિણય ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટ, ૧૯૪૦ની કલમ ૨૬એ હેઠળ લેવામાં આવ્યો છે.કેન્દ્ર સરકારે Nimesulide (પેઇન કીલર) દવા પર મોટો ર્નિણય લીધો છે. 100 mg થી વધારે માત્રા વાળી નિમેસુલાઈડની ગોળીઓના નિર્માણ, વેચાણ, અને વિતરણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવી દીધો છે. સરકારનું કહેવું છે કે આ દવા સ્વાસ્થ્ય માટે જાેખમરૂપ છે. તેના સુરક્ષિત વિકલ્પો બજારમાં ઉપલબ્ધ છે. આ ર્નિણય ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટ, ૧૯૪૦ની કલમ ૨૬એ હેઠળ લેવામાં આવ્યો છે. સરકારે ટાંક્યું છે કે આ દવાનું વધારે માત્રામાં…
સોનાના વાયદામાં રૂ.1416 અને ચાંદીના વાયદામાં રૂ.14298નો કડાકોઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.26નો સુધારો કોમોડિટી વાયદાઓમાં રૂ.56524.94 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.689793.44 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.45535.32 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 34891 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.746336.83 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.56524.94 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.689793.44 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 34891 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.3533.58 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.45535.32 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.136327ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.136327 અને નીચામાં રૂ.135116ના સ્તરને સ્પર્શી, રૂ.136666ના આગલા બંધ સામે રૂ.1416 ઘટી રૂ.135250ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.810 ઘટી રૂ.110105ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ ડિસેમ્બર…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


