- ગ્રેટર નોઈડામાં હિટ એન્ડ રન: ફાસ્ટ કારે પાંચ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, વીડિયો વાયરલ
- દિશા સાલિયાનના પિતાએ આદિત્ય ઠાકરેને ૫૦૦ કરોડની માનહાનિ નોટિસ ફટકારી, ગુનો કર્યાનો કર્યો દાવો
- પેન્ટાગોનનો મોટો નિર્ણય: ૩૦+ વયના યુએસ પુરુષ સૈનિકો માટે ટેસ્ટોસ્ટેરોન પરીક્ષણ ફરજિયાત
- બેન્ક ઓફ જાપાને વ્યાજદર વધારી ૧.૨૫ ટકા કર્યો: ૩૧ વર્ષ બાદ સૌથી ઊંચા સ્તરે વ્યાજદર પહોચ્યો
- ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર સેંક્શન્સ એક્ટ પર કર્યા સહી, ભારત પર ૧૦૦% ટેરિફ લાદવાની તૈયારી
- શી જિનપિંગની યુએસ મુલાકાત પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન: ‘અમે પણ ચીનની જાસૂસી કરીએ છીએ’
- ભાગેડુ લલિત મોદીના જીવન પર બનશે બાયોપિક, સાજીદ નડિયાદવાલાએ કરી જાહેરાત
- ચીન કનેક્શનને કારણે સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’નું સેન્સર સ્ક્રીનિંગ હજુ પણ અટવાયું
Author: garvigujrat
રાજકોટમાં સાયબર ફ્રોડરોનો તરખાટ યથાવત ઓસ્ટ્રેલિયામાં નોકરીની લાલચ આપી ડોક્ટર સાથે રૂા.૫૧ લાખની ઠગાઈ ડોક્યુમેન્ટ, ઓફર લેટર, વિઝા વગેરેના બહાને સાયબર ફ્રોડરોને ડોક્ટર ઓનલાઈન પૈસા આપતા જ ગયા રાજકોટમાં સાયબર ફ્રોડરોએ રીતસર તરખાટ મચાવી દીધો છે. સાયબર ફ્રોડના બનાવો અટકાવવામાં પોલીસ અને સરકારો ઊણી ઉતરી છે. આ જ કારણ છે કે લોકોને સાયબર ફ્રોડથી બચાવવા માટે છાશવારે પોલીસ અપીલ કરે છે છતાં તેની કોઈ અસર થતી ન હોય તેમ વધુને વધુ લોકો ભોગ બની રહ્યા છે. અટલ સરોવરની સામે સનરાઈઝ પાર્કમાં રહેતાં ડો.ચિન્મય પ્રકાશભાઈ ત્રિવેદી (ઉ.વ.ર૬)ને ઓસ્ટ્રેલિયાની હોસ્પિટલમાં નોકરીની લાલચ આપી, સાયબર ગઠિયાઓએ રૂા.પ૦.૭પ લાખ જેવી માતબર રકમ ખંખેરી લીધી…
ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વેગ આપવા રેલવે મંત્રાલયની નવી ઓફર રેલ-વન એપ દ્વારા અનરિઝર્વ્ડ ટિકિટ ખરીદી પર ૩ ટકા ડિસ્કાઉન્ટ મળશે મે મહિનામાં દરખાસ્ત અંગે કેવા પ્રતિભાવ મળ્યા છે તેની વિગત આપશે અને તે પછી આગામી ર્નિણય કરાશે રેલવે મંત્રાલયે અનરિઝર્વ્ડ ટિકિટ બુકિંગમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વેગ આપવા માટે નવા પ્રોત્સાહનની જાહેરાત કરી છે. ૧૪ જાન્યુઆરીથી ૧૪ જુલાઈ ૨૦૨૬ દરમિયાન રેલ-વન એપ મારફત બિનઅનામત ટિકિટની ખરીદી પર ૩ ટકા ડિસ્કાઉન્ટ મળશે. પેમેન્ટ માટે મુસાફર આર-વોલેટની જગ્યાએ કોઇપણ ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરી શકશે. આ ઓફર હાલના ૩ ટકા કેશબેક ઉપરાંતની છે. હાલમાં રેલ-વન એપ દ્વારા માત્ર આર-વોલેટ પેમેન્ટના કિસ્સામાં ૩ ટકા કેશબેક મળે છે.મંત્રાલયે…
ઓપરેશન સિંદુર બાદ ત્રાસવાદીઓ દ્વારા કોઇ હુમલો કરાયો નથી ૨૦૨૬માં ભારત-પાક.વચ્ચે ફરી યુદ્ધની શક્યતા : યુએસ થિંક ટેંક ધ કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન નામની થિન્ક ટેન્કે વિવિધ દેશોની વિદેશ નીતિના નિષ્ણાતોના સર્વે બાદ જારી કરેલા અહેવાલમાં ચેતવણી ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ ચાલી રહેલાં ગંભીર મતભેદોના પગલે બંને દેશો વચ્ચે ૨૦૨૬ની સાલમાં યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા જણાય છે એમ અમેરિકાની એક થિંક ટેંક દ્વારા ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી આ સંસ્થાએ વિશ્વના વિવિધ વિદેશ નીતિના નિષ્ણાતોનો સર્વે કરીને રિપોર્ટ તૈયાર કર્યાે હતો. ધ કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન (સીએફઆર) નામની આ થિંક ટેંકે બંને દેશો વચ્ચેના યુદ્ધની શક્યતાને મધ્યમ ગણાવી હતી, અને…
અગાઉ અમેરિકાએ આનાથી વધુ રકમની સહાય કરેલી ેંજીએ ેંદ્ગના માનવતાવાદી કાર્યાે માટે બે અબજ ડોલરની સહાય જાહેર કરી ટ્રમ્પે ફંડિંગમાં કપાત કરી અને એજન્સીઓને ‘અનુકૂળ થાઓ અથવા અસ્તિત્વ ગુમાવો’ એવી ચેતવણી આપી અમેરિકાએ સોમવારે સંયુક્ત રાષ્ટ્રના માનવતાવાદી કાર્યાે માટે ૨ અબજ ડોલરની સહાય કરવાની જાહેર કરી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહિવટીતંત્ર દ્વારા એકબાજુ અમેરિકાની વિદેશી સહાયમાં સતત કપાત કરવામાં આવી રહી છે અને બીજી બાજુ સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓને નવી નાણાકીય વાસ્તવિકતાઓને ધ્યાનમાં રાખીને “અનુકૂળ થાઓ, સંકુચિત થાઓ અથવા અસ્તિત્વ ગુમાવો” તેવી ચેતવણી આપવામાં આવી રહી છે એવા સમયે પ્રમુખ ટ્રમ્પ દ્વારા આ મુજબની જાહેરાત કરાઇ હોવાથી તેનું મહત્વ અનેકગણુ વધી ગયું…
આને કહેવાય નસીબ અલ્લુ અર્જુન ફિલ્મે બન્યા પહેલા જ કમાઈ લીધા ૬૦૦ કરોડ ૨૦૨૪માં ‘પુષ્પા ૨’ સાથે ધૂમ મચાવી હતી, આ ફિલ્મે વિશ્વભરમાં ૧૮૦૦ કરોડથી વધુની કમાણી કરી હતી દક્ષિણના સુપરસ્ટાર્સ અને તેમની આગામી ફિલ્મોને લઈને ઘણી ચર્ચા છે, જેમાં અલ્લુ અર્જુન ટોચના ત્રણમાં સામેલ છે. તેમણે ૨૦૨૪માં ‘પુષ્પા ૨’ સાથે ધૂમ મચાવી હતી. આ ફિલ્મે વિશ્વભરમાં ૧૮૦૦ કરોડથી વધુની કમાણી કરી હતી. હવે તેમની આગામી ફિલ્મનો વારો છે, જેમાં તેઓ એટલી સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મનું શીર્ષક હજુ નક્કી થયું નથી, પરંતુ તે કામચલાઉ શીર્ષક હેઠળ બનાવવામાં આવી રહી છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ અલ્લુ અર્જુન સાથે જાેવા મળશે.…
મરજી વિરુદ્ધ લગ્નના કારણે ડિપ્રેશનમાં હોવાની આશંકા ટીવી સિરિયલની અભિનેત્રી નંદિની સીએમએ જીવન ટૂંકાવ્યું! અભિનેત્રી એક તમિલ સિરિયલમાં લીડ રોલ પ્લે કરી રહી હતી, તેના મૃત્યુના સમાચારથી તેમના ચાહકો શોકમાં ડૂબી ગયા છે કન્નડ અને તમિલ ટીવી અભિનેત્રી નંદિની સીએમએ બેંગલુરુમાં આત્મહત્યા કરી લીધી છે. અભિનેત્રી પીજીમાં રહેતી હતી અને તેણે પીજીમાં જ આત્મહત્યા કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં તેમના પીજીમાંથી એક સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં તેમણે આત્મહત્યા કરવા પાછળનું કારણ જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે, અભિનેત્રી એક તમિલ સિરિયલમાં લીડ રોલ પ્લે કરી રહી હતી. તેના મૃત્યુના સમાચારથી તેમના ચાહકો શોકમાં ડૂબી ગયા છે. બીજી તરફ…
પહેલી વખત ગોલમાલમાં મહિલા વિલન જાેવા મળશે રોહિત શેટ્ટીની ગોલમાલમાં ફરી એક વખત જૂની કાસ્ટ જાેવા મળશે આ ફિલ્મમાં જાેની લીવર, અશ્વિની કલેશકર, મુકેશ તિવારી અને સંજય મિશ્રા પણ વિવિધ રોલમાં જાેવા મળશે રોહિત શેટ્ટીની લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઇઝીની ફિલ્મ ગોલમાલના વધુ એક ભાગની રાહ જાેવાઈ રહી છે. પાંચમી ગોલમાલમાં ખાસ વાત એ છે કે પહેલી વખત એક મહિલા વિલન જાેવા મળશે અને સાથે એમાં ફેન્ટસીનું તત્વ પણ જાેવા મળશે.રોહિત શેટ્ટીની પહેલી ગોલમાલ:ફન અનલિમિટેડ ૨૦૦૬માં આવી હતી.પીટીઆઈના અહેવાલ અનુસાર, ફરી વખત ગોલમાલ ૫માં અજય દેવગન, અર્શદ વારસી, તુષાર કપૂર, શ્રેયસ તળપદે, કુનાલ ખેમુ અને શર્મન જાેશી જાેવા મળશે. આ ફિલ્મ સાથે…
હવે ફિલ્મ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨૬માં રિલીઝ થઈ શકે છે ભણસાલીની લવ એન્ડ વૉરનું શૂટિંગ મે ૨૦૨૬ સુધી ચાલશે આ ફિલ્મ ડિસેમ્બર ૨૦૨૫માં રિલીઝ થવાની વાત હતી પરંતુ છેલ્લા દોઢ વર્ષથી આ ફિલ્મ પાછી ઠેલાઈ રહી છે સંજય લીલા ભણસાલી તેમની આગામી ફિલ્મ ‘લવ એન્ડ વૉર’માં ઇન્ડસ્ટ્રીની હાલની સૌથી મજબુત કાસ્ટ સાથે બનાવી રહ્યા છે. જેમાં પહેલી વખત આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને વિકી કૌશલ સાથે જાેવા મળશે. ૨૦૨૪ના નવેમ્બર મહિનાથી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને આ ફિલ્મ ડિસેમ્બર ૨૦૨૫માં રિલીઝ થવાની વાત હતી. પરંતુ છેલ્લા દોઢ વર્ષથી આ ફિલ્મ પાછી ઠેલાઈ રહી છે. પછી ફિલ્મની ટીમ દ્વારા જાહેર કરાયું કે…
પીએનજી જ્વેલર્સે લાઈટસ્ટાઈલ બાય પીએનજી સાથે વૃદ્ધિનો આગામી તબક્કો ધારદાર બનાવે છેઃ સારા તેંડુલકરને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરાઈ પુણે, ડિસેમ્બર 2025: પીએનજી જ્વેલર્સની સમકાલીન લાઈટવેઈટ ફાઈન જ્વેલરી બ્રાન્ડ લાઈટસ્ટાઈલ બાય પીએનજી દ્વારા સારા તેંડુલકરને તેની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્તિની ઘોષણા કરવા સાથે ભારતના ભાવિ જ્વેલરી ગ્રાહકો સાથે બ્રાન્ડનું જોડાણ મજબૂત બનાવવામાં મોટું પગલું લીધું છે. આ સહયોગ પીએનજી જ્વેલર્સના લીગસી ગ્રાહકો અને તેના ભાવિ ગ્રાહકો વચ્ચે વ્યૂહાત્મક અંતર તરીકે લાઈટસ્ટાઈલની ભૂમિકા પર ભાર આપે છે. પીએનજી લગભગ બે સદીથી પેઢી દર પેઢી વિશ્વસનીય નામ છે ત્યારે લાઈટસ્ટાઈલ આધુનિક રિટેઈલ ફોર્મેટ, સમકાલીન ડિઝાઈન લેન્ગ્વેજ અને ઓમ્ની- ચેનલ અનુભવ થકી ભાવિ…
દાહોદમાં ફૂડ લવર્સ માટે ચેતવણી.જાણીતી બ્રાન્ડ લાપિનોઝના પિઝામાંથી જીવતી ઈયળ નીકળી.બ્રાન્ડના નામે ઉંચી કિંમત વસૂલતા આઉટલેટ્સ દ્વારા રાખવામાં આવતી આવી અસ્વચ્છતા સામે અનેક સવાલો ઉભા થયા છે.દાહોદ શહેરમાં જાણીતી પિઝા બ્રાન્ડ ‘લાપિનોઝ‘ માં જમવા ગયેલા એક ગ્રાહકને અત્યંત કડવો અને આઘાતજનક અનુભવ થયો છે. ગ્રાહકે જ્યારે ખાવા માટે પિઝા ઓર્ડર કર્યા, ત્યારે પિઝાના ટુકડા પર જીવતી ઈયળ જાેવા મળી હતી. ગ્રાહકે આ ગંદકી અને બેદરકારીનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વીડિયોમાં પિઝાના ટોપિંગ્સ વચ્ચે ઈયળ ફરતી સ્પષ્ટ દેખાતી હતી, જેના કારણે પિઝાના શોખીનોમાં ભારે રોષ અને ફફડાટ ફેલાયો છે. બ્રાન્ડના નામે ઉંચી કિંમત વસૂલતા…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


