- ગાઝિયાબાદમાં વેપારીઓએ લગાવ્યા “નો યુપીઆઈ”ના બોર્ડ: ૨,૦૦૦થી વધુના પેમેન્ટ પર MDR ચાર્જનો વિરોધ.
- એશિયન ગેમ્સ ૨૦૨૬: શેફાલી વર્માની ૪૯ બોલમાં વિસ્ફોટક સદી, બાંગ્લાદેશ સામે ભારતનો વિશાળ સ્કોર.
- એશિયન ગેમ્સ ૨૦૨૬: દીપિકાના ૮ ગોલની મદદથી ભારતીય મહિલા હોકી ટીમે ઉઝબેકિસ્તાનને ૧૯-૦થી કચડ્યું.
- ઉત્તર પ્રદેશમાં યુજીસી બિલના વિરોધમાં ભારે હોબાળો: આગ્રા અને ફિરોઝાબાદમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે ધર્ષણ.
- બાબા રામદેવપીરનું જીવન-દર્શન, દિવ્ય પ્રાગટ્ય અને ચોવીસ અંતિમ ફરમાનો.
- સોશિયલ મીડિયાના વ્યુઝ માટે ગણેશજીની મૂર્તિ સાથે જીવલેણ સ્ટન્ટ: શ્રદ્ધા અને સુરક્ષા દાવ પર
- ગણેશોત્સવમાં અશ્લીલતા અને આડંબર દૂર કરી સાચી ભક્તિ અને સંસ્કાર જાળવવાની જરૂર.
- બ્રહ્મવૈવર્ત પુરાણ: ગણેશ પ્રાગટ્ય, શનિદ્રષ્ટિથી મસ્તક છેદન અને ગજાનન સ્વરૂપની પૌરાણિક કથા
Author: garvigujrat
ત્રીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડના ૮/૫૭૫ સામે વેસ્ટ ઇન્ડિઝના વિના વિકેટે ૧૧૦.કોનવેની બેવડી સદી, કિવિના જંગી સ્કોર સામે વિન્ડિઝની લડત.ત્રણ ટેસ્ટની સિરીઝની પ્રથમ મેચ ડ્રો રહ્યા બાદ બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડનો વિજય થયો હતો.જ્હોન કેમ્પબેલ અને બ્રેન્ડન કિંગે મજબૂત બેટિંગ કરતાં પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝે અહીં રમાઈ રહેલી ત્રીજી ક્રિકેટ ટેસ્ટમાં શુક્રવારે મજબૂત લડત સાથે ઇનિંગ્સનો પ્રારંભ કર્યાે હતો. ન્યૂઝીલેન્ડે અગાઉ તેની પ્રથમ ઇનિંગ્સ આઠ વિકેટે ૫૭૫ રનના વિરાટ સ્કોરથી ડિકલેર કરી હતી જેના જવાબમાં બીજા દિવસની રમતના અંત સુધીમાં વેસ્ટ ઇન્ડિઝે વિના વિકેટે ૧૧૦ રન કરી દીધા હતા. ન્યૂઝીલેન્ડ માટે ડેવોન કોનવેએ બેવડી સદી ફટકારી હતી.ન્યૂઝીલેન્ડના જંગી સ્કોર સામે વેસ્ટ ઇન્ડિઝે બીજા દિવસના…
બલ ક્લિન્ટન, માઈકલ જેક્સન જેવી હસ્તીઓની તસવીરો સામે આવી.ત્રણ લાખ દસ્તાવેજ સાથે એપ્સ્ટીન ફાઈલ જાહેર કરાઈ.માહિતી અનુસાર જેળી એપ્સ્ટીનના રૂમમાં પોપ જાેન પોલ સેકન્ડની પણ તસવીર દેખાઈ આવી હતી.અમેરિકાના ન્યાય વિભાગે જેળી એપ્સ્ટીનના સેક્સ ટ્રાફિકિંગ સંબંધિત કેસનો એક મોટો દસ્તાવેજ જાહેર કરી દીધો છે. આ ખુલાસામાં અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન, માઈકલ જેક્સન સહિત અનેક મોટી હસ્તીઓની તસવીરો સામે આવી છે. જાેકે અમુક તસવીરો રેડેક્ટ (કાળી કરી દેવાઈ) છે. કુખ્યાત સેક્સ ટ્રાફિકિંગ ગુનેગાર જેળી એપ્સ્ટીન સાથે જાેડાયેલા હજારો ગુપ્ત દસ્તાવેજાે અમેરિકન ન્યાય વિભાગ (DOJ) દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. ‘એપ્સ્ટીન ફાઇલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ’ હેઠળ શનિવારે વહેલી સવારે સાર્વજનિક કરાયેલા આ…
યાત્રા એ મૂળભૂત હક છે, તે સરકારની ભેટ નહીં પણ તેની પ્રથમ જવાબદારી.પાસપોર્ટ સત્તાવાળા રિન્યુઅલ માટે ભાવિ પ્રવાસની વિગતો માંગી ના શકે: સુપ્રીમ.આરોપીએ જામીનની શરત તરીકે કોર્ટમાં પાસપોર્ટ જમા કર્યો હતો અને પાસપોર્ટ રિન્યૂ કરવાની અરજી કરી હતીસુપ્રીમ કોર્ટે શુક્રવારે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે પાસપોર્ટ સત્તાવાળા પાસપોર્ટ રિન્યૂ કરતી વખતે અરજદારની ભવિષ્યની મુસાફરી યોજનાઓ અથવા વિઝાની વિગતો માગી શકે નહીં. બંધારણ મુજબ નાગરિકોને ફરવાનો, મુસાફરી કરવાનો, આજીવિકા મેળવવાનો મૂળભૂત હક મળેલો છે અને પાસપોર્ટ સત્તાવાળાનું કામ ફક્ત એ જાેવાનું છે કે કોર્ટે ફોજદારી કેસ હોવા છતાં મુસાફરીની મંજૂરી આપેલી છે કે નહીં.ન્યાયાધીશ વિક્રમ નાથ અને એજી મસીહની બનેલી…
તેલંગાણામાં આ વર્ષે અત્યાર સુધીમાં ૫૦૯ નક્સલીઓનું સરંડર.તેલંગાણામાં છત્તીસગઢના ૩૯ સહિત ૪૧ નક્સલીઓનું આત્મસમર્પણ.આત્મસમર્પણ કરનાર નક્સલીઓએ ૨૪ હથિયાર અને ૭૩૩ દારુગોળા પોલીસને સોંપ્યા : તેલંગાણાના ડીજીપી. તેલંગાણા પોલીસની સામે પ્રતિબંધિત માઓવાદી સંગઠન કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા(માઓવાદી)ના ૪૧ નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે, જેમાં ૩૯ નક્સલી છત્તીસગઢના છે. આત્મસમર્પણ કરનાર નક્સલીઓમાં – કંપની પ્લાટુન કમિટના સભ્ય અને ડિવિઝનલ કમિટી મેમ્બર રેન્કના છ સીનિયર નક્સલીઓ સામેલ છે. આ તમામ નક્સલવાદીઓએ તેલંગાણાના ડીજીપી બી.શિવધર રેડ્ડીની ઉપસ્થિતિમાં આત્મસમર્પણ કર્યું છે. આ સાથે કેટલાક હથિયારો પોલીસ સમક્ષ મૂકી દીધા, જેમાં એક ઈન્સાસ લાઇટ મશીનગર, ત્રણ એકે-૪૭ રાઇફલ, પાંચ એસએલઆર રાઇફલ, સાત ઈન્સાસ રાઇફલ, એક બીજીએલ ગન,…
આ બિલના અમલથી ૧૮૦ દિવસની અંદર રિપોર્ટ ફાઈલ કરાશ.ટ્રમ્પે ભારત સાથે સહયોગ વધારવા માટેના સંરક્ષણ નીતિ બિલ પર હસ્તાક્ષર કર્યા.ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનના ખતરાનો સામનો કરવા વધુ મજબૂત સહયોગ પર ભાર અપાશે.અમેરિકાના રાષાટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ભારત સાથે સહયોગ વધારવા સંલગ્ન રાષ્ટ્રીય રક્ષા નીતિ બિલ પર હસ્તાક્ષર કર્યા હતા. આ બિલમાં ભારત સાથે ગહન લશ્કરી અને વ્યૂહાત્મક સહયોગ વધારવાને પ્રાથમિકતા આપવાનો ઉલ્લેખ છે. સાથે જ ક્વોડની મદદથી ચીન સામેના ખતરાનો સામનો કરવા સહયોગને વધુ મજબૂત બનાવવા પર ભાર અપાશે. ક્વોડના માધ્યમથી ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને સ્વતંત્ર અને ખુલી રીતે સુરક્ષિત કરવા પર ધ્યાન આપવામાં આવશે. આ બિલમાં જણાવાયું છે કે, વિદેશ સચિવે અમેરિકા-ભારત…
ઓપરેશન હોક આઈ સ્ટ્રાઈક શરુઅમેરિકાએ સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ પર એર સ્ટ્રાઈક કરી.અમેરિકાના ઓપરેશન હોક આઈ સ્ટ્રાઈકનો હેતુ સીરિયામાં આઈએસઆઈએસને ખતમ કરવા અને અમેરિકન સૈનિકોને સુરક્ષિત રાખવાનો છે : ડોનાલ્ડ ટ્રમ્પ.અમેરિકાએ સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધ ઓપરેશન હોક આઈ સ્ટ્રાઈક શરૂ કર્યું છે. જેમાં ૧૩ ડિસેમ્બરના રોજ પાલમાયરામાં અમેરિકન સૈનિકો અને એક દુભાષિયાની હત્યાના બાદ ટ્રમ્પના આદેશથી ૭૦ થી વધુ સ્થળો પર હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમેરિકાએ સ્પષ્ટપણે કહ્યું કે આ યુદ્ધની શરૂઆત નથી પરંતુ બદલો લેવાની કાર્યવાહી છે. આ હુમલા અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, સીરિયામાં આઈએસઆઈએસ દ્વારા બહાદુર અમેરિકન દેશભક્તોની ર્નિદયતાથી…
મારા જ પૈસા પાછા નથી મળ્યા : શિલ્પા.૬૦ કરોડ રૂપિયાના છેતરપિંડી કેસમાં આખરે શિલ્પા શેટ્ટીએ મૌન તોડ્યું.કંપનીમાં હું નોન-એક્ઝિક્યુટિવ પદ પર હતી. ફાઈનાન્સના કોઈ પણ ર્નિણયમાં મારી ભૂમિકા નહોતી.૬૦ કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ફસાયેલી અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધી રહી છે. આ મામલે પોલીસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવાની છે. એવામાં અભિનેત્રીએ સત્તાવાર નિવેદન આપતા કહ્યું છે કે તમામ આરોપો પાયાવિહોણા છે અને એક મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે. શિલ્પા શેટ્ટીએ સત્તાવાર નિવેદનમાં કહ્યું, કે આ કેસમાં મારું નામ જાેડવાના પ્રયાસ જાેઈને દુ:ખ થાય છે. કંપનીમાં હું નોન-એક્ઝિક્યુટિવ પદ પર હતી. ફાઈનાન્સના કોઈ પણ ર્નિણયમાં…
રેખાની લવ લાઈફ ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે.બોલિવૂડની એવરગ્રીન એક્ટ્રેસ રેખાએ બીજા લગ્નને લઈને કર્યો ખુલાસો.‘દુર્લભ પ્રસાદ કી દૂસરી શાદી’ ના સ્ક્રિનિંગના વાઈરલ વીડિયોમાં રેખા અને મહિમા ચૌધરી પાપારાઝી સાથે વાત કરતા જાેવા મળ્યા.પરદેસ ફેમ મહિમા ચૌધરી અને સંજય મિશ્રા અભિનીત ફિલ્મ ‘દુર્લભ પ્રસાદ કી દૂસરી શાદી’ ૧૯ ડિસેમ્બર સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ પહેલા ફિલ્મનું સ્ક્રિનિંગ હોસ્ટ કરવામાં આવ્યું હતું. જેમાં પીઢ અભિનેત્રી અને બોલિવૂડની એવરગ્રીન એક્ટ્રેસ રેખા પણ પહોંચી હતી. મહિમા ચૌધરી સાથે પોઝ આપતી વખતે રેખાએ પાપારાઝીને કંઈક એવું કહ્યું કે બધા દંગ રહી ગયા.‘દુર્લભ પ્રસાદ કી દૂસરી શાદી’ ના સ્ક્રિનિંગના વાઈરલ વીડિયોમાં રેખા અને મહિમા ચૌધરી પાપારાઝી…
જેનિફરને પોતાના કેટલાક જૂના ઈન્ટરવ્યૂ ક્ષોભજનક લાગી રહ્યા છે.જેનિફર લોરેન્સ પોતાની જ ફિલ્મો શા માટે જાેતી નથી?.રસેલે મને અભિનય કેવી રીતે કરવો તે હકીકતમાં શીખવ્યું. તેની સાથે કામ કરી ચૂકેલા અન્ય કલાકારો માટે હું સંવેદનશીલ છ.ઓસ્કાર એવોર્ડ વિજેતા એક્ટ્રેસ જેનિફર લોરેન્સે પોતાને પોતાની જ ફિલ્મો મોટા પડદા પર જાેવાનો આનંદ શા માટે નથી થતો તે અંગે ટિપ્પણી કરી છે. લિયોનાર્ડાે ડી કેપ્રિયો સાથેની વાતચીત દરમિયાન જેનિફરે પોતાને થિયેટરમાં જાેવાનું શા માટે તેને પસંદ નથી તેનો ખુલાસો કર્યાે હતો. તેણે જણાવ્યું કે, ના, મને મારી ફિલ્મો જાેવાનું પસંદ નથી. મે ટાઈટેનિક જેવી મહાન ફિલ્મ નથી બનાવી- જાે મે બનાવી હોત, તો…
આઈમેક્સમાં ‘અવતાર’ પહેલા ધ ઓડિસી પ્રોલોગનો અનુભવ થશ.ક્રિસ્ટોફર નોલનની આગામી ફિલ્મ ‘ધ ઓડિસી’નું નવું પોસ્ટર રિલીઝ.છ મિનિટનો પ્રલોગ જાેયો અને અને કહી શકીએ છીએ કે આ નોલનની બેસ્ટ ફિલ્મ સાબિત થશે : સોશિયલ મીડિયા યુઝર.વર્ષ ૨૦૨૩માં ‘ઓપનહાઈમર’થી ખળભળાટ મચાવનાર ક્રિસ્ટોફર નોલન હાલના દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘ધ ઓડિસી’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ આગામી વર્ષે જુલાઈમાં રિલીઝ થશે. દર્શકો પણ ખૂબ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. આ પહેલા દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલને ઉત્સુકતા થોડી વધારી દીધી છે. ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરી દીધું છે. આ સાથે જ પ્રોલોગ થકી સંબંધિત પ્લાન પર રસપ્રદ માહિતી આપી છે. ફિલ્મનું નવું પોસ્ટર ‘ધ ઓડિસી’ના…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


