- મીરાબાઈ ચાનુએ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઈતિહાસ: 28 વર્ષ બાદ વેટલિફ્ટિંગમાં ભારતને મળ્યો મેડલ
- અમેરિકામાં હનુમાનજીની 90 ફૂટ ઊંચી પ્રતિમા સામે વિવાદ: યુટ્યુબરે આપાઈ તોડી પાડવાની ધમકી
- ચૂંટણી પંચ સમજી વિચાર્યા વગર નોટિસ મોકલી રહ્યું છે, તાર્કિક વિસંગતતાના આધાર અંગે સ્પષ્ટતા જરૂરી: સુપ્રીમ કોર્ટ
- બંગાળની ખાડીમાં ‘ડીપ ડિપ્રેશન’થી ઓડિશામાં રેડ એલર્ટ: 7 જિલ્લામાં શાળાઓ બંધ, 24 સપ્ટેમ્બર સુધી માછીમારો પર પ્રતિબંધ
- UNGAમાં તુર્કીયેના રાષ્ટ્રપ્રમુખ એર્દોગને ફરી ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો: ભારતે આપ્યો સણસણતો જવાબ
- પ્રભાસની ફિલ્મ ‘કલ્કિ 2’નું 30 ટકા શૂટિંગ પૂર્ણ, બીજા ભાગમાં મોટા સ્ટારની કેમિયો એન્ટ્રીની અટકળો
- અજય દેવગણની ગરૂડ પુરાણ આધારિત હોરર થ્રિલરનું નામ બદલીને ‘સૂર્યસ્પર્શ’ કરાયું, 2027માં થશે રિલીઝ
- સુપરમોડેલ સિન્ડી ક્રોફોર્ડના પુત્ર અને મોડેલ પ્રેસ્લી ગેર્બરનું 27 વર્ષની વયે દુઃખદ નિધન
Author: garvigujrat
આતંકી મુઝમ્મિલ જણાવી હકીકત તો પહેલાં જ થઈ ગયો હોત દિલ્હી બ્લાસ્ટ, ઝઘડાના કારણે થયો વિલંબ! દિલ્હીમાં થયેલા આતંકી હુમલાને લઈને ધરપકડ કરાયેલા ડોક્ટર મુઝમ્મિલ શકીલની પૂછપરછ કરાઈ રહી છે. દિલ્હીમાં તાજેતરમાં લાલ કિલ્લા પાસે થયેલા બોમ્બ વિસ્ફોટની ઘટના પહેલાં પોલીસે ડોક્ટર મુઝમ્મિલ શકીલની અલ ફલાહ યુનિવર્સિટીમાંથી ધરપકડ કરી હતી. હવે આ સંદર્ભે આતંકીનો ઇન્ટરોગેશન રિપોર્ટ સામે આવ્યો છે. જણાવી દઈએ કે ડોક્ટર મુઝમ્મિલ મૂળ રૂપે પુલવામાના કોઇલ વિસ્તારનો રહેવાસી છે. ૧૦ નવેમ્બર ૨૦૨૫ના રોજ શ્રીનગરના પંથાચોક પોલીસ સ્ટેશનમાં તેની પૂછપરછ કરવામાં આવી હતી. તેની ધરપકડ ફરીદાબાદના ધૌજ વિસ્તારમાંથી કરવામાં આવી હતી. અહીંથી હથિયારો, ગોળીઓ, કેમિકલ પાવડર, ટાઈમર, રિમોટ અને…
દિલ્હી બ્લાસ્ટ મામલે ભારતીય સૈન્ય પ્રમુખની પાક.ને ચેતવણી પ્રોક્સી વોરનો સહારો લઈ રહ્યું છે પાકિસ્તાન : સૈન્ય પ્રમુખ ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ નવી દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (NDIM)ના દીક્ષાંત સમારોહમાં પાકિસ્તાનને આડે હાથ લીધું ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ નવી દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (NDIM)ના દીક્ષાંત સમારોહમાં પાકિસ્તાનને આડે હાથ લેતા કહ્યું કે પાકિસ્તાન હવે એ જાણી ચૂક્યું છે કે તે ભારતને સીધા યુદ્ધમાં હરાવી શકે તેમ નથી, તેથી તે હવે પ્રોક્સી વોર (પરોક્ષ યુદ્ધ) દ્વારા ભારતમાં અસ્થિરતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે તાજેતરમાં દિલ્હીમાં થયેલા ધમાકાને પણ આ જ ષડયંત્રનો એક ભાગ ગણાવ્યો હતો. જનરલ…
साबरमती रिवरफ्रंट इवेंट सेंटर में 13 से 23 नवंबर तक आयोजित अहमदाबाद इंटरनेशनल बुक फेस्टिवल 2025ने इस बार लोकप्रियता का नया इतिहास रचा है। इस 11 दिवसीय महोत्सव में कुल 8.21 लाख से अधिक आगंतुकोंने भाग लिया, जिससे यह साहित्यिक उत्सव न केवल राज्य में, बल्कि राष्ट्रीय स्तर पर भी सबसे अधिक दर्शकों वाला पुस्तक महोत्सव बन गया है। 13 नवंबर को मुख्यमंत्री श्री भूपेंद्र पटेल और केंद्रीय शिक्षा मंत्री श्री धर्मेंद्र प्रधान के हाथों इस महोत्सव का उद्घाटन किया गया था। वंदे मातरम के समूहगान और स्वदेशी प्रोत्साहन प्रतिज्ञा से प्रारंभ हुए इस कार्यक्रम में सरदार वल्लभभाई पटेल को…
સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે 13 થી 23 નવેમ્બર સુધી યોજાયેલ અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025એ આ વખતે લોકપ્રિયતાનો નવો ઇતિહાસ રચ્યો છે. ‘વાંચે ગુજરાત 2.0’ અભિયાન સાથે જોડાયેલ આ 11-દિવસીય મહોત્સવમાં કુલ 8.21 લાખથી વધુ મુલાકાતીઓએ હાજરી આપી, જેને કારણે આ સાહિત્યિક મહોત્સવ રાજ્યમાં જ નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ સૌથી વધુ મુલાકાતીઓ ધરાવતું બુક ફેસ્ટિવલ બની ગયો છે. અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલનું 13 નવેમ્બરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનના હસ્તે ઉદ્ઘાટન થયું હતું. વંદે માતરમના સમૂહગાન અને સ્વદેશી પ્રચાર પ્રતિજ્ઞાથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત ‘બેરિસ્ટર મિસ્ટર પટેલ’ સહિત…
ઉષાબેન સોલંકીની કામગીરી દરમિયાન તબિયત લથડ વડોદરામાં વધુ એક BLO સહાયકનું મોત નિપજ્યું સવારે ફરજ દરમિયાન ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકીનું મોત થયું હતું, ગોરવા મહિલા ITI માં નોકરી કરતા હતા ગુજરાતમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણના પ્રક્રિયા વચ્ચે એક એવા સમાચાર આવ્યા જેનાથી સૌ કોઈ હચમચી ગયા છે. ગીર સોમનાથમાં બીએલઓના આપઘાતની બનેલી ઘટના બાદ રાજ્યભરના BLO માં રોષ અને ડર જાેવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક ઘટના ગુજરાતમાં બની છે. વડોદરામાં BLO સહાયક ઉષાબેન સોલંકીનું મોત નિપજ્યું છે. અગાઉ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને BLO અરવિંદ મૂળજી વાઢેરે આત્મહત્યા કરી હતી. તાપીના વાલોડમાં…
પંતે ગિલની ફિટનેસ અંગે અપડેટ આપ્યું શુભમન સ્વસ્થ થઈ રહ્યો છે, પરંતુ બોડી તેને સાથ આપી રહી નહોતી શુભમન ગિલ આ ટેસ્ટ મેચ રમવા માટે ઉત્સુક હતો, તે ચોક્કસપણે મજબૂત વાપસી કરશે : કેપ્ટન રિષભ પંત ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની શ્રેણીની બીજી ટેસ્ટ મેચ ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા તેના નિયમિત કેપ્ટન શુભમન ગિલ વિના મેદાનમાં ઉતરી હતી. ગિલ સંપૂર્ણપણે ફિટ નથી અને પરિણામે રિષભ પંતને બીજી ટેસ્ટમાં ટીમની કમાન સોંપવામાં આવી છે. પંત ટોસ જીતવામાં પણ નિષ્ફળ ગયો અને ભારતીય ટીમે પ્રથમ બોલિંગ કરવાનો ર્નિણય લીધો. પંતે ગિલની ઈજા અંગે પણ મહત્વપૂર્ણ અપડેટ…
પાકિસ્તાનથી ભારત મોકલ્યા ખતરનાક હથિયાર દિલ્હીમાં બંદૂકોનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો આ ગેંગ સાથે સંકળાયેલા ચાર આરોપીઓની ધરપકડ દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે એક મોટા આંતરરાષ્ટ્રીય હથિયાર દાણચોરી રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગેંગ સાથે સંકળાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ પાકિસ્તાનથી ડ્રોન દ્વારા કુખ્યાત ગેંગસ્ટરોને મોકલવામાં આવેલા અત્યાધુનિક હથિયારો સપ્લાય કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, હથિયારોનો આ જથ્થો પંજાબ દ્વારા ભારત લાવવામાં આવ્યો હતો અને લોરેન્સ બિશ્નોઈ, બંબીહા, ગોગી અને હિમાંશુ ભાઉ ગેંગને સપ્લાય કરવાનો હતો. જપ્ત કરાયેલા હથિયારોમાં તુર્કી અને ચીનમાં બનેલા હાઇટેક હથિયારોનો સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ મનદીપ, દલવિંદર,…
ટ્રમ્પ-મમદાનીની મુલાકાત મુદ્દે કરેલી પોસ્ટ વાઈરલ અમેરિકાના બહાને થરૂરનો કોંગ્રેસ પર આડકતરો કટાક્ષ પોસ્ટમાં શશિ થરૂરે લોકશાહીની ભાવના પર ભાર મૂક્યો હતો કોંગ્રેસ સાંસદ શશિ થરૂર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અવારનવાર વખાણ કરતા રહે છે. આ કારણે, તેઓ વારંવાર કોંગ્રેસ પક્ષના વિરોધ અને નિશાના પર પણ આવી જાય છે. તાજેતરમાં, તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા પોતાના વિચારો રજૂ કર્યા છે. શનિવારે સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં શશિ થરૂરે લોકશાહીની ભાવના પર ભાર મૂક્યો હતો. થરૂરના મતે, ચૂંટણી દરમિયાન વિચારોની લડાઈ પૂરી શક્તિથી લડવી જાેઈએ, પરંતુ જનતાએ એકવાર ર્નિણય આપી દીધા પછી, તમામ રાજકીય પક્ષોએ દેશના હિત માટે એકબીજાને…
મેલોની-બ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખ સહિતના દિગ્ગજાેને મળ્યા G20 માં PM મોદીનું ગ્લોબલ લીડર્સ સાથે ખાસ બોન્ડિંગ વડાપ્રધાન મોદી નાસરેક એક્સપો સેન્ટર પહોંચ્યા ત્યારે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખે આગળ આવીને સ્વાગત કર્યું દુનિયાના સૌથી મોટી સમિટમાંથી એક G20 સમિટ આ વખતે સાઉથ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં યોજાઈ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ સમિટમાં સામેલ થયા છે. જ્યાં વર્લ્ડ લીડર્સ સાથે તેમની બોન્ડિંગ સ્પષ્ટ નજરે પડી. જ્યારે વડાપ્રધાન મોદી નાસરેક એક્સપો સેન્ટર પહોંચ્યા તો આખો માહોલ જ બદલાઈ ગયો. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ સિરિલ રામફોસાએ ખુદ આગળ આવીને તમનું સ્વાગત કર્યું. ત્યારબાદ દુનિયાભરના નેતાઓએ ભારતીય વડાપ્રધાન સાથે મુલાકાત કરી. આ સમિટમાં વડાપ્રધાન મોદીએ ઇટલીના વડાપ્રધાન જાેર્જિયો…
SIR કેટલાનો ભોગ લેશે? ખેડા બાદ હવે વડોદરાના BLO ને આવ્યો હાર્ટ એટેક સાથીઓએ જણાવ્યું કે, ૧૦ દિવસથી તેઓ એક જ વખત જમી રહ્યા હતા અને વ્યવસ્થિત ઊંઘ પણ લઈ રહ્યા ન હતા SIR ની કામગીરીના ભારે તણાવ વચ્ચે ફરી એક દુ:ખદ ઘટના સામે આવી છે. વડોદરાના પાદરા તાલુકાના બૂથ લેવલ ઓફિસર (BLO) જુલ્ફીકર પઠાણને અચાનક હાર્ટ એટેક આવતાં તેમની તબિયત લથડી છે. છાતીમાં અસહ્ય દુખાવો થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સાથી કર્મચારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસથી જુલ્ફીકરભાઈ ભારે તણાવમાં હતા. SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) કામગીરીનું એટલું બધું દબાણ હતું કે, તેઓ રાત-દિવસ કામમાં જ લાગેલા રહેતા…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


