- કેનેડામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર મોટી કાર્યવાહી: 200 સાગરીતોને દેશ છોડવા આદેશ, 111 ડિપોર્ટ કરાયા
- સેન્ટ્રલ રેલવેની વગર ટિકિટે મુસાફરી કરનારા સામે ઝુંબેશ: 5 મહિનામાં 18 લાખ ઝાપાયા, ₹140 કરોડનો દંડ વસૂલાયો
- પેકેજિંગના નિયમોમાં ફેરફાર: ટૂથપેસ્ટ, સાબુ, શેમ્પૂ સહિતની વસ્તુઓ પર વેજ-નોનવેજનું નિશાન કરવું ફરજિયાત
- મીરાબાઈ ચાનુએ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઈતિહાસ: 28 વર્ષ બાદ વેટલિફ્ટિંગમાં ભારતને મળ્યો મેડલ
- અમેરિકામાં હનુમાનજીની 90 ફૂટ ઊંચી પ્રતિમા સામે વિવાદ: યુટ્યુબરે આપાઈ તોડી પાડવાની ધમકી
- ચૂંટણી પંચ સમજી વિચાર્યા વગર નોટિસ મોકલી રહ્યું છે, તાર્કિક વિસંગતતાના આધાર અંગે સ્પષ્ટતા જરૂરી: સુપ્રીમ કોર્ટ
- બંગાળની ખાડીમાં ‘ડીપ ડિપ્રેશન’થી ઓડિશામાં રેડ એલર્ટ: 7 જિલ્લામાં શાળાઓ બંધ, 24 સપ્ટેમ્બર સુધી માછીમારો પર પ્રતિબંધ
- UNGAમાં તુર્કીયેના રાષ્ટ્રપ્રમુખ એર્દોગને ફરી ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો: ભારતે આપ્યો સણસણતો જવાબ
Author: garvigujrat
સુરતમાં બોર્ડના વિદ્યાર્થીનો આપઘાત ફિઝિક્સમાં ઓછા માર્ક્સ આવતા ISROમાં જવાના ખ્વાબ ચકનાચૂર થયા વિદ્યાર્થીએ પ્રથમ સત્રની પરીક્ષામાં ઓછા માર્કસ આવતા આપઘાત કરી મોત વ્હાલુ કર્યું : પરિવાર પર આભ તૂટ્યું સુરત શહેરના સચિન તેલનપુર વિસ્તારમાં ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ફિઝિક્સ વિષયના પેપરમાં ઓછા માર્ક્સ આવતા આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં શોક છવાઈ ગયો છે. ISROમાં વૈજ્ઞાનિક બનવાનું સપનું જાેતા આ ૧૬ વર્ષીય વિદ્યાર્થીએ માર્ક્સથી નિરાશ થઈ ઘરમાં જ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. સુરત શહેરમાં સચિન તેલનપુરમાં રહેતા તનમય રાઠોડ નામના ૧૬ વર્ષીય વિદ્યાર્થીએ હાલમાં લેવાયેલી પ્રથમ સત્રની પરીક્ષામાં ફિઝિક્સના પેપરમાં ઓછા માર્ક્સ મેળવ્યા હતા.…
CCTVથી સમગ્ર પ્રક્રિયા પર નજર ગુજરાતમાં મગફળી સહિતના પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ ધાનેરામાં રોજના ૪૦૦ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદાશે મગફળી : અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ ગુજરાતના ૨૨ જિલ્લાના ૩૦૦થી વધુ ખરીદ કેન્દ્ર પર મગફળી, મગ, અડદ, સોયાબીન સહિતના પાકોની ટેકાના ભાવે ખરીદી આજે રવિવાર(૯ નવેમ્બર)થી શરૂ કરવામાં આવી છે, ત્યારે સમગ્ર પ્રક્રિયા પર CCTV દ્વારા નજર રખાશે. આશરે ૧૫૦૦૦ કરોડથી વધુ મુલ્યની ખેત પેદાશોની ટેકાના ભાવે ખરીદી કરવાનો સરકારનો લક્ષ્યાંક છે. તેવામાં ખરીદી પ્રક્રિયા અંતર્ગત મગફળી માટે પ્રતિ ક્વિન્ટલ રૂ. ૭,૨૬૩, અડદ પ્રતિ ક્વિન્ટલે રૂ.૭,૮૦૦ અને સોયાબીન પ્રતિ ક્વિન્ટલ રૂ. ૫,૩૨૮ના ભાવ નિર્ધારિત કરાયા છે. ટેકાના…
મધ્યસ્થી કરનારા તુર્કી અને કતાર પણ નિરાશ થયા અફઘાનિસ્તાન સાથેની પાક.ની શાંતિ મંત્રણા અંતે નિષ્ફળ રહી હવે ચોથા ચરણની મંત્રણા યોજાવાની નથી : આતંકવાદ મુદ્દે અફઘાનિસ્તાન-પાક. વચ્ચે કોઈ સમજૂતી સધાઈ નહીં પાકિસ્તાન અફઘાનિસ્તાન વચ્ચેની શાંતિ મંત્રણા ફરી નિષ્ફળ રહી છે. બંને દેશો વચ્ચે ત્રીજા દોરની મંત્રણા તુર્કીએ અને કતારની મધ્યસ્થીને લીધે ઇસ્તંબુલમાં ચાલી રહી હતી. પાકિસ્તાનનું કહેવું હતું કે, તે આતંકવાદના મુદ્દે કોઈ બાંધછોડ નહીં કરે, તેણે અફઘાનિસ્તાન માટે તેહરિક-એ-તાલિબાન પર લગામ મુકવા, લેખિત પ્રતિબદ્ધતાની માંગણી કરી, જેનો અફઘાનિસ્તાને સ્પષ્ટ ઇન્કાર કર્યો. જાે કે, તેણે મૌખિક ખાતરી આપી કે, તે તેની ભૂમિનો ઉપયોગ આતંકવાદ માટે નહીં કરવા દે. બીજી તરફ…
આ માહિતી અધિકારીઓએ આપી છે પ. બંગાળમાં ઘરે ઘરે જવાની જગ્યાએ ચાની દુકાન પર ફોર્મ વિતરણ કરતા ૮ BLOનોટિસ ચૂંટણી પંચે રાજ્યમાં જીૈંઇની કવાયત દરમિયાન પ્રક્રિયાઓનું કડક પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે નવા નિર્દેશો જારી કર્યા છે ચૂંટણી પંચે શનિવારે બંગાળમાં ૮ બૂથ લેવલ અધિકારીઓ (BLO)ને કારણ બતાઓ નોટિસ ફટકારી હતી, કારણ કે, તેઓ મતદાર યાદીના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)માટે ઘરે ઘરે જવાની જગ્યાએ ચાની દુકાનો, સ્થાનિક ક્લબ અને અન્ય સ્થળોએથી ફોર્મનું વિતરણ કરી રહ્યા હતા. આ માહિતી અધિકારીઓએ આપી છે. ચૂંટણી પંચે રાજ્યમાં જીૈંઇની કવાયત દરમિયાન પ્રક્રિયાઓનું કડક પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે નવા નિર્દેશો પણ જારી…
સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ, FRI દાખલ કરવા માગ ભાજપ નેતા અને બિહારના નાયબ મુખ્યમંત્રી મુશ્કેલીમાં ચૂંટણી નામાંકન સોગંદનામામાં તેમની ઉંમર વિશે ખોટી માહિતી આપીને કોર્ટ અને ચૂંટણી પંચને ગેરમાર્ગે દોર્યા છે બિહારના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા સમ્રાટ ચૌધરી માટે કાયદાકીય મુશ્કેલીઓ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે ચૂંટણી નામાંકન સોગંદનામામાં તેની ઉંમર વિશે ખોટી માહિતી આપીને કોર્ટ અને ચૂંટણી પંચને ગેરમાર્ગે દોર્યા છે. અરજદારે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે સમ્રાટ ચૌધરીને તેમના નાયબ મુખ્યમંત્રી પદ પરથી દૂર કરવા, તેમનું નામાંકન રદ કરવા અને…
લોકોને દરિયાકિનારેથી દૂર રહેવાની સૂચના જાપાનમાં ૬.૮ની તીવ્રતાનો મોટો ભૂકંપ, સુનામીનું એલર્ટ ભૂકંપનું કેન્દ્રબિંદુ ઈવાતે પ્રાંતના યમાદા શહેરથી ૧૨૬ કિમી પૂર્વમાં માત્ર ૧૦ કિલોમીટરની છીછરી ઊંડાઈએ નોંધાયું હતું જાપાનના પૂર્વ કિનારા પર રવિવારે (નવમી નવેમ્બર)ના રોજ ૬.૮ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના પગલે જાપાન હવામાન એજન્સી (JMA) દ્વારા તાત્કાલિક સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ઈવાતે પ્રાંતના યમાદા શહેરથી ૧૨૬ કિલોમીટર પૂર્વમાં માત્ર ૧૦ કિલોમીટરની છીછરી ઊંડાઈએ નોંધાયું હતું. અહેવાલો અનુસાર, સ્થાનિક સમય મુજબ સાંજે આશરે ૫:૦૩ વાગ્યે આ ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર ઉત્તર પેસિફિક મહાસાગરમાં ઈવાતે પ્રાંત નજીક હતું. ભૂકંપ એટલો ભયંકર હતો કે આસપાસના…
માતોશ્રી પરિસરમાં ડ્રોન ઉડવાથી ગભરાટ ફેલાયો ઠાકરે પરિવારના ઘર પર ડ્રોન ઉડતા મચ્યો હડકંપ ઠાકરે જૂથે જાસૂસીનો આરોપ લગાવ્યો, જ્યારે મુંબઈ પોલીસે કહ્યું કે તે MMRDAના સર્વે ડ્રોનનો ભાગ હતો શનિવારે (૮ નવેમ્બર) મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ઠાકરે પરિવારના નિવાસસ્થાન માતોશ્રીની બહાર એક અજાણ્યું ડ્રોન ઉડતું જાેવા મળ્યું. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં જ આ વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ઉચ્ચ સુરક્ષા ઝોન ગણાતા આ વિસ્તારમાં ડ્રોનની હાજરીથી સુરક્ષા એજન્સીઓ અને ઠાકરે જૂથ બંને સતર્ક થઈ ગયા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, માતોશ્રી અને MMRDA ઓફિસ વચ્ચેના રસ્તા પર થોડા સમય માટે ડ્રોન ફરતું જાેવા મળ્યું હતું. માતોશ્રી ખાતે…
‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ નાથદ્વારામાં શ્રીનાથજી દર્શન કર્યા મુકેશ અંબાણીએ રૂ.૧૫ કરોડનું દાન આપ્યું : નવા તૈયાર થનારા “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”માં ૧૦૦થી વધુ રૂમ હશે પવિત્ર નગરી નાથદ્વારામાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો હતો અને ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી હતી અને શ્રીનાથદ્વારા મંદિરને રૂ.૧૫ કરોડનું દાન આપ્યું હતું. આ નવા તૈયાર થનારા “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”માં ૧૦૦થી વધુ રૂમ હશે. જે વૃદ્ધ વૈષ્ણવો અને આગંતુક…
ભારતીય ચાહકો માટે ખૂબ જ ખરાબ સમાચાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન રજત પાટીદારને ગંભીર ઈજા થઈ પાટીદાર ચાર મહિના માટે સાઇડલાઇન થઈ ગયો છે ભારતીય ખેલાડીએ ભારત છ માટે અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યા બાદ મુખ્ય ટીમમાં વાપસી માટે મજબૂત દાવો રજૂ કર્યો હતો. દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝમાં તેને તક મળવાની શક્યતા હતી, પરંતુ પસંદગીકારોએ તેને તક આપી નહોતી. હવે, એક મોટી અપડેટ સામે આવી છે. ભારત માટે રમતી વખતે ખેલાડીને ઈજા થઈ હતી જેના કારણે તે લગભગ ચાર મહિના માટે ક્રિકેટથી દૂર થઈ ગયો છે. આ સમાચારે વર્તમાન IPL ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે પણ મોટી મુશ્કેલી ઉભી કરી…
મોહન ભાગવતનું મોટું નિવેદન પાકિસ્તાન વારંવાર માહોલ બગાડવાનો પ્રયાસ કરે છે મોહન ભાગવતે કહ્યું કે, ‘ભારત હંમેશા પાકિસ્તાન સાથે શાંતિ ઈચ્છે છે, પરંતુ પાકિસ્તાન તેની કદર કરતું નથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવભર્યા સંબંધો વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ભારત હંમેશા શાંતિ માટે પહેલ કરે છે, પરંતુ પાકિસ્તાન વારંવાર માહોલ બગાડવાનો પ્રયાસ કરે છે. બેંગલુરુમાં ‘૧૦૦ સાલ કી સંઘ યાત્રા – નયે ક્ષિતિજ’ કાર્યક્રમમાં સંબોધતી વખતે ભાગવતે પાકિસ્તાનને ચેતવણી આપી કે, ભારત દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, ‘ભારત હંમેશા પાકિસ્તાન…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


