- ગાંધીનગરમાં AAPની ભવ્ય નામાંકન યાત્રા: ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓની હાજરીમાં ફોર્મ ભરાયાં
- ઇમરાન ખાનની મુક્તિ માટે PTIના દેખાવો સામે કન્ટેનરોથી ઇસ્લામાબાદની કિલ્લેબંદી
- ૧.૫ કરોડમાં બનેલી ‘હનુમાન અંશ’ હિટ જતાં ફ્રીમાં કામ કરનાર ડિરેક્ટર કમાશે કરોડપતિ
- આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’નું ટ્રેલર રિલીઝ, ‘ધુરંધર’ સાથે થઈ સરખામણી
- આર્યન ખાનની ‘બાસ્ટર્ડ્સ ઓફ બોલીવૂડ’ની સિઝન ૨નું શૂટિંગ માર્ચ ૨૦૨૭થી શરૂ થશે
- અક્ષય અને અજયની ફિલ્મો પાછળ ઠેલાતાં શ્રદ્ધા કપૂરની ‘ઇઠા’ને મળશે સોલો રિલીઝ
- કેનેડામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર મોટી કાર્યવાહી: 200 સાગરીતોને દેશ છોડવા આદેશ, 111 ડિપોર્ટ કરાયા
- સેન્ટ્રલ રેલવેની વગર ટિકિટે મુસાફરી કરનારા સામે ઝુંબેશ: 5 મહિનામાં 18 લાખ ઝાપાયા, ₹140 કરોડનો દંડ વસૂલાયો
Author: garvigujrat
દીપિકા પાદુકોણે તાજેતરમાં જ ‘કલ્કિ ૨૮૯૮ એડી’ ફિલ્મ છોડી હતી.દીપિકાએ કલ્કિની સિક્વલ માટે ૨૦ દિવસ શૂટ કર્યા પછી ફી વધારો માગ્યા.દીપિકાની ટીમ દ્વારા એવો દાવો કરાયો હતો કે તેના તારીખોના પ્રશ્નોને કારણે તેણે ફિલ્મ છોડી છ.દીપિકા પાદુકોણે તાજેતરમાં જ ‘કલ્કિ ૨૮૯૮ એડી’ ફિલ્મ છોડી છે. આ અંગે પ્રોડક્શન હાઉસ વિજયંતિ મુવીઝ દ્વારા નિવેદનમાં કહેવાયું હતું, “તેઓ પાર્ટનરશિપ રાખી શકે તેમ નહોતા”. હવે એવા અહેવાલ છે કે દીપિકાએ આ ફિલ્મ માટે ૨૦ દિવસ તો શૂટિંગ પણ કરી લીધું હતું અને પછી તેણે ફિલ્મ છોડી દીધી. એવા અહેવાલ છે કે, દીપિકાને લાગતું હતું કે તેનું સ્થાન કોઈ લઈ શકે તેમ નથી, તેથી…
‘દોસ્તાના ૨’ની ૨૦૧૯માં જાહેરાત કરવામાં આવી હતી.‘દોસ્તાના ૨’માં વિક્રાંત અને લક્ષ્ય સાથે કામ કરશે.દોસ્તાના ૨ ૨૦૦૮માં આવેલી હિટ ફિલ્મ દોસ્તાનાની સિક્વલ હશે, જે તરુણ મનસુખાનીએ ડિરેક્ટ કરી હતી. તાજેતરમાં જ વિક્રાંત મેસ્સીને રાષ્ટ્રપતિના હસ્તે નેશનલ એવોર્ડ મળ્યો છે. ત્યારે આ એવોર્ડ મેળવ્યા પછી તેણે જાહેર કર્યું છે કે તે હવે ‘દોસ્તાના ૨’માં કામ કરી રહ્યો છે, જેમાં તે લક્ષ્ય સાથે કામ કરી રહ્યો છે. આ ફિલ્મ કરણ જાેહરના ધર્મા પ્રોડક્શન્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. છેલ્લાં કેટલાક વર્ષાેથી આ ફિલ્મ વિશે અને તેની બદલાતી કાસ્ટ વિશે ચર્ચાઓ ચાલતી રહી છે. ત્યારે હવે વિક્રાંત મેસ્સી આ ફિલ્મમાં લીડ રોલ કરવાનો…
આ ફિલ્મ એક એઆઈ આધારિત ફિલ્મ હોવાનો દાવો કરાયો.સની લિઓની ‘કૌર વર્સીસ કોર’માં ડબલ રોલમાં જાેવા મળશે. સનીનો એક રોલ એક માણસના અવતારમાં સુપરહિરોનો હશે અને બીજાે રોલ એઆઈ આધારિત અવતારનો હશે.સની લિઓની ભારતીય સિનેમામાં એક ક્રાંતિકારી ફિલ્મ બનાવવા જઈ રહી છે, તેની આવનારી ફિલ્મ ‘કૌર વર્સીસ કોર’ એક એઆઈ આધારિત ફિલ્મ હોવાનો દાવો છે, જેમાં સની ડબલ રોલમાં જાેવા મળશે. તેમાંથી એક રોલ એક માણસના અવતારમાં સુપરહિરોનો હશે અને બીજાે રોલ એઆઈ આધારિત અવતારનો હશે.આ અંગેના અહેવાલો અનુસાર, “આ ફિલ્મ કદાચ ભારતની પહેલી ફીચર ફિલ્મ હશે, જે સંપુર્ણપણે આટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી બનાવવામાં આવશે. ફ્યુચરિસ્ટિકટેન્કોલોજી સાથે ઊંડી માનવીય લાગણીઓ, સાથે…
ભારતની ૧૧મી, પાકિસ્તાનની છઠ્ઠી ફાઇનલ.ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયા કપની ફાઈનલ.એશિયા કપના ૪૧ વર્ષના ઇતિહાસમાં આ પહેલી વાર હશે જ્યારે ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં રમશે.એશિયા કપમાં રવિવારે ફાઇનલ જંગ થવાનો છે. દુબઈમાં રમાનાર આ મેચમાં પ્રથમવાર ભારત અને પાકિસ્તાન આમને-સામને હશે. ક્રિકેટ ઈતિહાસમાં આ ક્ષણ ઐતિહાસિક હશે કારણ કે ટૂર્નામેન્ટના૦ ૪૧ વર્ષ અને ૧૬ એડિશનમાં ક્યારેય એવું થયું નથી કે બંને કટ્ટર હરીફ ફાઇનલમાં આમને-સામને હોય. ટીમ ઈન્ડિયા આ વખતે ૧૧મી વખત ફાઇનલ રમશે અને પોતાની ૯મી ટ્રોફી જીતવાના ઈરાદાથી ઉતરશે. બીજીતરફ પાકિસ્તાન છઠ્ઠીવાર આ ટૂર્નામેન્ટની ફાઈનલ રમશે. પાકિસ્તાન અત્યાર સુધી બે વખત ચેમ્પિયન બન્યું છે. રવિવારે રમાનારી મેચ…
લેહ હિંસા મામલે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કાર્યવાહી.પોલીસે કાર્યવાહી હાથ ધરતાં સોનમ વાંગચુકની ધરપકડ.લદાખને રાજ્યનો દરજ્જાે આપવાની માગ સાથે ભડકી ઉઠેલી હિંસા મામલે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરતાં સોનમ વાંગચુકની ધરપકડ કરી હતી. વહીવટીતંત્રે લદાખમાં રાજ્યનો દરજ્જાેની માગ કરતા હિંસક આંદોલનમાં ચારના મોત બદલ સોનમ વાંગચુકને જવાબદાર ઠેરવ્યા હતા. માહિતી અનુસાર સોનમ વાંગચુક બપોરે ૨:૩૦ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા, પરંતુ તે પહેલાં જ પોલીસે તેમની ધરપકડ કરી લીધી. ઉલ્લેખનીય છે કે ગુરુવારે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ક્લાઇમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક દ્વારા સ્થાપિત સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ ઍન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ(SECMOL)ના FCRA લાયસન્સને તાત્કાલિક અસરથી રદ કરી દીધું હતું. લદાખ માટે રાજ્યનો…
શું ગેમ ચેન્જર સાબિત થશે આ દાવ?.બિહાર ચૂંટણી પહેલા ૨૨% મહિલા મતદારો સુધી પહોંચશે ૧૦-૧૦ હજાર રૂપિયા.મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ભાજપને મળેલી સફળતાના આધારે તેને ગેમ ચેન્જર માનવામાં આવી રહ્યું છે.બિહારની ચૂંટણીમાં મહિલા મતદારોની મોટી ભૂમિકા હોય છે. આ જ કારણ છે કે નીતિશ કુમારનો શરૂઆતથી જ મહિલાઓ સંબંધિત યોજનાઓ પર વિશેષ ભાર રહ્યો છે. અને, મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના આ કડીમાં બિહારની મહિલાઓ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નીતિશ કુમાર તરફથી નવી ચૂંટણી ભેટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના લોન્ચ કરતી વખતે કહ્યું, “જ્યારે આ પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે હું…
બોમ્બે હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો.કોઈ સમુદાયના નેતાનું અપમાન એ ધર્મનું અપમાન ન ગણાય.એડવોકેટ આઈડી મણિયારે કોર્ટમાં દલીલ કરી હતી કે કથિત ટિપ્પણી કોઈ ધર્મ કે ધાર્મિક માન્યતા પર નથી.બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે લાતુરના એક ઉદ્યોગપતિ સામે નોંધાયેલી ફરિયાદ રદ કરી હતી. બોમ્બે હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, બારમાં દારૂ પીધેલી હાલતમાં થયેલી બોલાચાલી દરમિયાન સામાજિક-રાજકીય નેતા સાથે દુર્વ્યવહાર કરવો એ ભારતીય દંડ સંહિતા ની કલમ ૨૯૫છ અથવા ૫૦૪ હેઠળ ગુનો નથી. આ ઉપરાંત હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે સામાજિક-રાજકીય મહાનુભવ માટે કોઈ પણ દુર્વ્યવહાર અથવા અપમાનજનક શબ્દોનો ઉપયોગ કોઈ ધર્મના અપમાન સમાન ન હોઈ શકે. ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ…
ચૂંટણી ટાણે મહાગઠબંધનનું ટેન્શન વધાર્યું.લાલુના દીકરા તેજ પ્રતાપ યાદવે નવો રાજકીય પક્ષ બનાવ્યો.તેજ પ્રતાપની પાર્ટીનું નામ જનશક્તિ જનતા દળ છે : તેનું ચૂંટણી પ્રતીક બ્લેકબોર્ડ છે : પાર્ટીનું પોસ્ટર બહાર પાડ્યું.પટના, બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ ની હવે ગમે ત્યારે મતદાનની તારીખો જાહેર થવાની તૈયારી છે ત્યારે કોંગ્રેસ-રાજદના નેતૃત્વ હેઠળના મહાગઠબંધન માટે ચિંતાનો વિષય ઊભો થયો છે. રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) ના પૂર્વ નેતા અને લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવે નવો રાજકીય પક્ષ બનાવવાની જાહેરાત કરી છે. તેજ પ્રતાપની પાર્ટીનું નામ જનશક્તિ જનતા દળ છે. તેનું ચૂંટણી પ્રતીક બ્લેકબોર્ડ છે. તેજ પ્રતાપ યાદવે તેમના સત્તાવાર ઠ હેન્ડલ પર…
૧૯૬૫, ૭૧, ૯૯ના યુદ્ધમાં દુશ્મનોને ભોંયભેગા કર્યા હતા.એક યુગનો અંત, ભારતીય વાયુસેનાનું વિશ્વસનીય સાથીદાર મિગ-૨૧ રિટાયર્ડ.રાજનાથ સિંહ, સીડીએસ જનરલ અનિલ ચૌહાણ, ભારતીય વાયુસેનાના મિગ-૨૧ લડાકૂ વિમાનના કાફલાને વિદાય આપવા માટે હાજર રહ્યા હતા.ભારતીય વાયુસેનાનું સૌથી શક્તિશાળી લડાકૂ વિમાન રહેલું મિગ-૨૧ આજે એટલે કે ૨૬ સપ્ટેમ્બરના રોજ સેવામુક્ત થઈ ગયું છે. આ વિમાન ભારતના પ્રથમ સુપરસોનિક લડાકૂ વિમાન તરીકે જાણીતું છે, જેણે ૧૯૬૫, ૧૯૭૧ અને ૧૯૯૯ના યુદ્ધોમાં પાકિસ્તાનીઓના દિલમાં ભય પેદા કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે, આ ફ્લાઇંગ મશીને પોતાની સેવાના અંતિમ તબક્કામાં પણ પાકિસ્તાનની શાન ગણાતા એફ-૧૬ લડાકૂ વિમાનનો શિકાર કર્યો હતો. ચંદીગઢમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મિગ-૨૧ને અંતિમ…
અન્ય દેશો પર વધુ પડતી ર્નિભરતાથી દેશની વૃદ્ધિ અવરોધાય છે: વડાપ્રધાન.સમયની કસોટીમાં પાર ઉતરેલા ભારત-રશિયાના સંબંધો વધુ મજબૂત બનશે: પીએમ.રશિયાની મદદથી શરૂ કરાયેલી ફેક્ટરીમાં ટૂંક સમયમાં એકે-૨૦૩ રાઈફલનું ઉત્પાદન શરૂ થઈ જશે.ભારત અને રશિયા વચ્ચેની દાયકાઓ જુની મિત્રતા જગત જમાદાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આંખમાં કણાંની જેમ ખૂંચી રહી છે. રશિયા સાથે ઓઈલ અને શસ્ત્રો સહિતનો વેપાર કરવા બદલ ટ્રમ્પે ભારત પર ૫૦ ટકાની જંગી ટેરિફ લાદી છે. જાેકે ટ્રમ્પની ધાક-ધમકીઓને વશ થયા વગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે એક કાર્યક્રમ દરમિયાન રશિયા સાથેની મજબૂત ભાગીદારી પર ભાર મૂક્યો હતો. ઉત્તરપ્રદેશમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય ટ્રેડ શોમાં વડાપ્રધાને દેશને આર્ત્મનિભર બનાવવા પર ભાર…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


