
ટાટા મોટર્સ આ નાણાકીય વર્ષમાં તેની આગામી હેરિયર EV લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપની તેને 17 જાન્યુઆરીથી શરૂ થનારા ભારત મોબિલિટી ગ્લોબલ ઓટો એક્સપોમાં પણ રજૂ કરી શકે છે. હવે Tata Harrier EVને લઈને એક નવો રિપોર્ટ સામે આવ્યો છે. આ મુજબ, આ ઈલેક્ટ્રિક કારમાં 75kWhની મોટી બેટરી પેક મળશે, જે 500Kmથી વધુની રેન્જ આપશે. તમને જણાવી દઈએ કે કંપનીના પોર્ટફોલિયોમાં આ 6મું ઇલેક્ટ્રિક મોડલ હશે. કંપનીના ઇલેક્ટ્રિક લાઇનઅપમાં કર્વ ઇવી, નેક્સોન ઇવી, પંચ ઇવી, ટિયાગો ઇવી અને ટિગોર ઇવીનો સમાવેશ થાય છે.
ઓલ-વ્હીલ ડ્રાઇવ મેળવવાની અપેક્ષા છે
નવા રિપોર્ટ અનુસાર, Tata Harrier EVને 2 ઇલેક્ટ્રિક મોટર્સ સાથે ઇલેક્ટ્રિક ઓલ-વ્હીલ ડ્રાઇવ (AWD) સિસ્ટમ મળી શકે છે. આ ઇલેક્ટ્રિક એસયુવીમાં 75kWh બેટરી પેક હશે, જે એક વાર ચાર્જ કરવા પર 500Kmની રેન્જ આપી શકે છે. આ સિવાય, 60kWh ક્ષમતાનું બેટરી પેક લો અને મિડ-સ્પેક વેરિઅન્ટમાં ઉપલબ્ધ થઈ શકે છે. આ પેક સાથે તમે સિંગલ ચાર્જ પર 400Km થી 450Kmની રેન્જ મેળવી શકો છો. આ ઇલેક્ટ્રિક એસયુવી ડીસી ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરશે.