Car Care Tips: Apple Air Tagsનો ઉપયોગ એક ટ્રેકિંગ ડિવાઈસ તરીકે કરવામા આવે છે, જેને બ્લૂટૂથ ટેક્નોલૉજીની મદદથી પોતાની પર્સનલ એક્સેસરીસ ચાવી, બેગ વગેરેને સરળતાથી લોકેટ કરવા માટે કરવામા આવે છે. હવે અમેરિકાની રાજધાની વૉશિંગટન ડી.સી.ના મેયર મ્યૂરિયલ બોસેર (Muriel Bowser)એ એક નવો પ્રોગ્રામ શરૂ કર્યો છે, જે અંતર્ગત નાગરિકોને મફત એપ્પલ એર ટેગ્સ વહેંચવામા આવી રહ્યા છે, જેથી શહેરમાં થનારી કાર ચોરીની ઘટનાઓ પર લગામ કસી શકાય.
એપ્પલ એર ટેગ્સને એપ્પલ ફાઈન્ડ માય એપના માધ્યમથી લોકેટ કરી શકાય છે. એટલે કે, આ ટેગ જ્યાં પણ જશે ત્યાં તેને સરળતાથી ટ્રેક કરી શકાય છે. હવે આ ડિવાઈસને કારમાં રાખીને એક ટ્રેકિંગ ડિવાઈસ તરીકે ઉપયોગ કરવાની કવાયત થઈ રહી છે. જો કાર ચોરી થઈ જાય છે તો તેના માધ્યમથી કારને ટ્રેક કરી શકાય છે.
નવા પ્રોગ્રામનો હેતુ મફત Apple AirTagsનું વિતરણ કરીને ઉચ્ચ જોખમવાળા વિસ્તારોમાં કારની ચોરીની ઘટનાઓને ઘટાડવાનું છે. આ ટૅગ્સને ત્રણ અલગ-અલગ ઇવેન્ટમાં વિતરિત કરવામાં આવશે. આ માટે નાગરિકોએ તેમના રહેઠાણનું પ્રમાણપત્ર અને સ્થાનિક પોલીસ સ્ટેશનની વિગતો આપવાની રહેશે. જેથી ભવિષ્યમાં કોઈપણ ઈમરજન્સીના કિસ્સામાં તેનો ઉપયોગ કરી શકાય.
મેયરે વોશિંગ્ટનના તમામ રહેવાસીઓને તેમના પોતાના એરટેગ્સ ખરીદવા માટે પણ પ્રોત્સાહિત કર્યા, કારણ કે સામાન્ય રીતે તેની કિંમત લગભગ $30 છે. ન્યૂયોર્ક સિટીના મેયર એરિક એડમ્સે આ વર્ષની શરૂઆતમાં આ પ્રકારનો પ્રોગ્રામ ચલાવ્યો હતો અને 500 ટૅગ્સનું વિતરણ કર્યું હતું. એવું કહેવાય છે કે ભૂતકાળમાં, એરટેગ સાથેની કેટલીક કાર ચોરાઈ હતી અને આ ઉપકરણથી ચોરી થયેલા વાહનને શોધવામાં મદદ મળી હતી.
કેવી રીતે કામ કરે છે Apple AirTag
એરટેગ બ્લૂટૂથ સિગ્નલ મોકલે છે, જેને ફાઈન્ડ માય નેટવર્કમાં નજીકના ડિવાઈસ દ્વારા શોધી શકાય છે. આ ડિવાઈસ એરટેગનું લોકેશન iCloudને મોકલે છે- પછી તમે તેને Find My App દ્વારા ટ્રૅક કરતી વખતે તેને map પર લાઇવ જોઈ શકો છો. એપલનો દાવો છે કે, યુઝર્સની પ્રાઈવસી અને સેફ્ટીને ધ્યાનમાં રાખીને આ સમગ્ર પ્રક્રિયા ગોપનીય અને એન્ક્રિપ્ટેડ હોય છે.
ડી.સી.માં ટેગ વિતરણ કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓ ટેગ ઇન્સ્ટોલ કરવામાં અને નાગરિકોના ફોન પર તેની નોંધણી કરવામાં મદદ કરશે. Apple Air Tagને વાહનના કોઈપણ ભાગમાં છુપાવીને રાખી શકાય છે, અને તેને રજિસ્ટર્ડ ફોનથી ટ્રેક કરી શકાય છે. અન્ય Apple ઉત્પાદનોની જેમ જ, તે FindMy સર્વિસ સાથે કનેક્ટ કરીને કામ કરે છે. ભારતીય બજારમાં આ ઉપકરણની કિંમત લગભગ 3,490 રૂપિયાથી શરૂ થાય છે.